Home /News /national-international /

Sri Lanka Economic Crisis : શ્રીલંકા હવે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે IMF પાસેથી લોન માંગશે, જાણો અન્ય અપડેટ્સ

Sri Lanka Economic Crisis : શ્રીલંકા હવે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે IMF પાસેથી લોન માંગશે, જાણો અન્ય અપડેટ્સ

શ્રીલંકાએ એશિયન ડેવલપમેન્ટ બેંક અને વિશ્વ બેંક પાસેથી લોન લેવાની પણ તૈયારી કરી લીધી છે.

Sri Lanka Crisis: શ્રીલંકામાં છેલ્લા એક મહિનાથી આર્થિક સંકટ છે. શ્રીલંકામાં રૂપિયાનું મૂલ્ય ઝડપથી ઘટી રહ્યું છે અને દેશ 51 અબજ ડૉલરના દેવા હેઠળ દબાયેલો છે.

    શ્રીલંકા 1948 પછીના સૌથી મોટા આર્થિક સંકટનો (Sri Lanka Economic Crisis) સામનો કરી રહ્યું છે. કથળતી અર્થવ્યવસ્થાને કારણે શ્રીલંકાના રૂપિયાનું મૂલ્ય ડૉલરની સરખામણીમાં ઝડપથી ઘટી ગયું છે. દેશ પર વિદેશી દેવું સતત વધી રહ્યું છે. ખાદ્યપદાર્થોના ભાવ આસમાને છે. વીજકાપના કારણે લોકો પરેશાન છે. દવાઓ પણ ઉપલબ્ધ નથી. ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલું શ્રીલંકા હવે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી લોન માંગશે. આ સાથે શ્રીલંકાએ એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) અને વિશ્વ બેંક પાસેથી લોન લેવાની પણ તૈયારી કરી લીધી છે.

    આ અંગે IMF સાથે વાત કરવા માટે નાણાકીય નિષ્ણાતોની 3 સભ્યોની સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં શ્રીલંકાની સેન્ટ્રલ બેંકના પૂર્વ ગવર્નર ઈન્દ્રજીત કુમારસ્વામીનો સમાવેશ કરવામાં આવ્યો છે. કમિટીને દેવાની કટોકટી દૂર કરવા માટેના ઉપાયો સૂચવવા પણ કહેવામાં આવ્યું છે. દરમિયાન, એશિયન ડેવલપમેન્ટ બેંકે 2022માં શ્રીલંકાના આર્થિક વિકાસમાં નજીવો સુધારો 2.5% રહેવાનો અંદાજ મૂક્યો છે.

    રાજપક્ષે સરકાર વિરૂદ્ધ દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે પૂર્વ મંત્રી અને સાંસદ ચંપિકા રાણાવાકાએ ગુરુવારે કહ્યું કે રાજપક્ષે પરિવારે દેશને ઘણું લૂંટ્યું છે. 2004 થી 2014 સુધીના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે 19 બિલિયન ડૉલરની ઉચાપત કરી હતી.

    સરકારે આંતરરાષ્ટ્રીય નાણાકીય બજારોમાંથી મોટી રકમ લીધી હતી અને તેને સમયસર ચૂકવી ન હતી. હવે આખો દેશ આના કારણે પીડાઈ રહ્યો છે. શ્રીલંકામાં આ પ્રકારનું સંકટ પ્રથમ વખત આવ્યું છે.

    દેશમાં રાજપક્ષે સરકાર વિરુદ્ધ જાહેર વિરોધ ઉગ્ર બન્યો છે. ગુરુવારે ગોટબાયા સરકારના પ્રધાન જોન્સન ફર્નાન્ડોની ઓફિસની બહાર દેખાવકારોએ પ્રદર્શન કર્યું. આ વિરોધમાં મહિલાઓ, બાળકો અને ખાસ શિક્ષિત યુવાનો જોડાયા હતા.

    વિપક્ષના આરોપો બાદ મંત્રી જોન્સન ફર્નાન્ડોએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ કોઈ પણ સંજોગોમાં રાજીનામું નહીં આપે. ગોટબાયા સરકાર બહુમતીમાં છે અને દેશની સ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરી રહી છે.

    આ પણ વાંચો - H-1B વિઝા ધારકોના પાર્ટનરને મળશે ઓટોમેટિક વર્ક પરમિટ? જાણો ભારતીયોને શું ફાયદો મળશે

    અલી સાબરીએ, જેમણે તેમની નિમણૂકના એક દિવસ પછી જ નાણાં પ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું, તેમણે ગુરુવારે સંસદમાં સરકારને કોઈપણ સંજોગોમાં વર્તમાન કટોકટીનો સામનો કરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે સરકારે દેવાને દૂર કરવા માટે લોન લેવા માટે વિશ્વ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) સાથે વાટાઘાટો કરવી જોઈએ, જેથી દેશમાં સ્થિતિ નિયંત્રણમાં આવે.

    આ પણ વાંચો - Video : ઈમરજન્સી લેન્ડિંગ બાદ બે ભાગમાં વહેંચાઇ ગયુ પ્લેન, વીડિયો જોઇ લોકો દંગ

    શ્રીલંકામાં બગડતી પરિસ્થિતિ બાદ ભારત પોતાના પાડોશી દેશને સતત મદદ કરી રહ્યું છે. ગુરુવારે, તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને કેન્દ્ર પાસેથી ચોખા અને આવશ્યક દવાઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓ શ્રીલંકામાં મોકલવાની મંજૂરી માંગી હતી.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Sri lanka, Sri lanka crisis

    આગામી સમાચાર