Home /News /national-international /Sri lanka Crisis : શ્રીલંકામાં રાજકીય સંકટ વચ્ચે સૈન્ય હસ્તક્ષેપની માંગ, PMની સર્વપક્ષીય સરકાર બનાવવાની સલાહ
Sri lanka Crisis : શ્રીલંકામાં રાજકીય સંકટ વચ્ચે સૈન્ય હસ્તક્ષેપની માંગ, PMની સર્વપક્ષીય સરકાર બનાવવાની સલાહ
શ્રીલંકા રાજકીય સંકટ
Sri lanka Crisis : અસલમાં પ્રદર્શનકારી ફ્લાવર રોડ પર વડાપ્રધાન કાર્યલાય બહાર પ્રદર્શન કરી રહ્યાં હતા. આ દરમિયાન આંસૂ ગેસના ગોળા નાંખ્યા પછી 26 વર્ષિય યુવક ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. જેને સારવાર અર્થે કોલંબોની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
Sri lanka Crisis : શ્રીલંકા માં ચાલી રહેલા સંકટના સમાધાનની કોશિશો સતત ચાલી રહી છે. આ વચ્ચે સેનાએ દેશમાં રાજકીય સંકટમાં હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. શ્રીલંકના વડાપ્રધાનના મીડિયા વિભાગે જણાવ્યું કે, કાર્યવાહક રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે અધ્યક્ષ મહિંદા પાયા અભયવર્ધનેને એક એવા વડાપ્રધાનને નામિત કરવાનું કહ્યું છે કે જે સરકાર અને વિપક્ષ બંનેને મંજૂર હોય. જ્યારે કોલંબોમાં પીએમ ઓફિસ બહાર પ્રદર્શન દરમિયાન એક ઈજાગ્રસ્ત યુવકનું મોત થઈ ગયું. તે ઉપરાંત દેશમાં ચાલી રહેલા રાજકીય સંઘર્ષને ખત્મ કરવા માટે સૈનાને આહ્વાન કરવામાં આવ્યું છે.
અસલમાં પ્રદર્શનકારી ફ્લાવર રોડ પર વડાપ્રધાન કાર્યલાય બહાર પ્રદર્શન કરી રહ્યાં હતા. આ દરમિયાન આંસૂ ગેસના ગોળા નાંખ્યા પછી 26 વર્ષિય યુવક ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. જેને સારવાર અર્થે કોલંબોની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને શ્વાસ લેવામાં તકલીફ આવ્યા બાદ તેનું મૃત્યું થઈ ગયું હતું.
શ્રીલંકાના વડાપ્રધાનના મીડિયા વિભાગે જણાવ્યું કે, સોમવારે શ્રીલંકન પીએમે કેબિનેટના સભ્યો સાથે બેઠક કરી હતી. આમાં ભાગ લેનારા મંત્રીઓની સલાહ હતી કે જેવો જ સર્વપક્ષીય સરકાર બનવાની સમજૂતી થશે, તેઓ તે સરકારને જવાબદારી સોંપી દેવામાં આવશે.
આ અનુસાર શાસક પક્ષ અને વિપક્ષે સર્વપક્ષીય સરકાર બનાવવી જોઈએ. કાર્યવાહક રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે અધ્યક્ષ મહિંદા પાયા અભયવર્ધનને એક એવા વડાપ્રધાનની પસંગગી કરવાની સલાહ આપી છે જે સરકાર અને વિપક્ષ બંને માટે સ્વીકાર્ય હોય
શ્રીલંકા હાલમાં ખુબ જ ઊંડા સંકટના (Sri Lanka Crisis) સમયમાં છે. આર્થિક સ્થિતિ બદથી બદતર થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે (Gotabaya Rajapaksa)એ દેશ છોડી દીધો છે અને સરકારના નામ પર બદલાતા નેતાઓના બદલાતા ચહેરાઓ સામે આવી રહ્યાં છે. આ બધાથી ત્રસ્ત જનતા પહેલા રસ્તાઓ ઉપર હતી જે હવે નેતાઓના ઘરોમાં જઈને ઘુસી ગઈ છે. સરકારી ટીવી ચેનલ ઉપર પણ કબ્જો કરી લેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિએ દેશ છોડ્યા પછી વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘ (Ranil Wickremesinghe)ને રાષ્ટ્રપતિને કાર્યભાર મળ્યો છે અને તેમણે એકવખત ફરીથી શ્રીલંકામાં કટોકટી લગાવવાની જાહેરાત કરતા સેનાને આદેશ આપ્યો છે કે, દેશમાં વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે જે પગલા ભરવા હોય તે ભરી શકે છે.
આ પહેલી વખત નથી કે જ્યારે શ્રીલંકામાં કટોકટી લાગૂં કરવામાં આવી છે. શ્રીલંકામાં ઈમરજન્સીનો લાંબો ઈતિહાસ રહ્યો છે. દાયકાઓ સુધી લોકોએ ત્યાં ઈમરજન્સીનો સામનો કર્યો છે. એવામાં પ્રશ્ન ઉઠે છે કે, અંતે શ્રીલંકામાં ઈમરજન્સીના શું નિયમ છે અને લાગૂં થયા પછી કોના પાસે શું અધિકાર બચે છે.
શ્રીલંકામાં કટોકટી (Emergency) શું છે?
શ્રીલંકાના બંધારણની કલમ 155 રાષ્ટ્રપતિને દેશમાં કટોકટી લાદવાની સત્તા આપે છે. પરંતુ તેના માટે દેશમાં મોટા સંકટની સ્થિતિ હોવી જરૂરી છે. તેનો અર્થ તે થયો કે રાષ્ટ્રપતિને લાગે કે દેશમાં બહાર અથવા આંતરિક સંકટ છે અથવા સંકટની આશંકા છે. તો તેઓ ઈમરજન્સી લગાવી શકે છે. તે ઉપરાંત આર્થિક સંકટ આવવા પર પણ તેઓ આવું કરી શકે છે.
તો આવો મુદ્દાવાર સમજીએ કે કટોકટીની સ્થિતિમાં શ્રીલંકામાં કોના પાસે શું અધિકાર બચે છે અને શું નિયમ છે.
કટોકટી દરમિયાન પ્રશાસનિક વ્યવસ્થા બધી જ રીતે કેન્દ્રીય કમાનમાં આવી જાય છે. આ દરમિયાન પોલીસ અને સુરક્ષા દળોને મનસ્વી રીતે કોઈપણ વ્યક્તિની ધરપકડ કરવાનો અને અટકાયત કરવાનો અધિકાર મળી જાય છે.
આ દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિને કટોકટીના નિયમ બનાવવાનો પણ અધિકાર હોય છે. જેમ કે કોઈ પણ મિલકત કે બાંયધરીનું સંપાદન કરવા માટે, કોઈપણ વ્યક્તિને અટકાયતમાં લેવા, કોઈપણ પરિસરમાં પ્રવેશવા અને તલાશી લેવા, કોઈપણ કાયદામાં સુધારો કરવા, કાયદાને સ્થગિત કરવા અને સંસદમાં પસાર કરવા માટે કોઈપણ કાયદાને લાગૂ કરવા માટે પણ રાષ્ટ્રપતિને પાવર મળી જાય છે.
સંસદનો શું રોલ છે?
શ્રીલંકાના બંધારણ મુજબ કટોકટીના નિયમો એક મહિના માટે માન્ય છે, પરંતુ રાષ્ટ્રપતિને એક મહિનો કે તેનાથી વધારે કટોકટી વધારવા માટે દર 14 દિવસોમાં સંસદ પાસેથી સમર્થન લેવું જરૂરી હોય છે. જો આને સંસદના પટલ પર લાવવામાં આવે નહીં તો આ કટોકટી ખત્મ થઈ જાય છે.
શ્રીલંકામાં ઈમરજન્સીનો લાંબો ઈતિહાસ
શ્રીલંકા 1948માં આઝાદ થયું અને તે પછી આ દેશમાં ઈમરજન્સીનો લાંબો ઈતિહાસ રહ્યો છે. સૌથી પહેલા અહીં 1958માં ઈમરજન્સી લગાવવામાં આવી હતી. ત્યારે ત્યાં સિંહલીને ઓનલી ભાષાના રૂપમાં અપનાવવામાં આવી હતી. આ કારણે જ ઈમરજન્સી લગાવવામાં આવી હતી.
તે પછી 1971માં લેફ્ટ વિંગ જનતા વિમુક્તિ પેરામુનાના બળવાના કારણે શ્રીલંકામાં ઈમરજન્સી લગાવવામાં આવી હતી.
27 વર્ષ સુધી સતત રહી ઈમરજન્સી
શ્રીલંકામાં એક એવો સમય પણ આવ્યો કે સતત 27 વર્ષ સુધી કટોકટી રહી. વર્ષ 1983માં શ્રીલંકા સરકારે આ ઈમરજન્સીની જાહેરાત કરી હતી જે 2011માં સમાપ્ત થઈ. અસલમાં LTTE એટલે તમિલ સમૂહ લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ, જેને તમિલ ટાઈગર્સના નામથી પણ ઓળખવામાં આવે છે, તેમનો સમય હતો. તેઓ અલગ રાજ્યની માંગ કરી રહ્યાં હતા અને આ આંદોલનના કારણે દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ હતી. આ કારણે જ લાંબા સમય સુધી શ્રીલંકામાં ઈમરજન્સી લાગૂં રહી.
2018માં પણ લાગી ઈમરજન્સી
2018માં પણ તત્કાલીન રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરેસનાએ માર્ચમાં દેશના કેટલાક ભાગોમાં મુસ્લિમ વિરોધી હિંસાને રોકવા માટે કટોકટીની જાહેરાત કરી હતી. હિંસામાં બે લોકાના મોત થઈ ગયા હતા, જ્યારે આગચંપીના કારણે સંપત્તિને પણ ભારે નુકશાન થયું હતું. આમ સામાન્ય રીતે દેખવામાં આવે તો લગભગ ચાર દાયકાના સમયગાળા સુધી શ્રીલંકાના લોકોએ કટોકટીનો સામનો કર્યો છે.
શ્રીલંકામાં રાષ્ટ્રપતિનો પદ બીજી વખત ખાલી
શ્રીલંકામાં આઝાદી પછી બીજી વખત છે જ્યારે રાષ્ટ્રપતિની ખુરશી પર કાર્યકાળ ખત્મ થયા વગર જ કાર્યકારી રાષ્ટ્રપતિને બેસાડવામાં આવ્યા છે. 1993માં પ્રથમ વખત શ્રીલંકામાં રાષ્ટ્રપતિ કાર્યાલય ખાલી થયો હતો. તે વખતે રહેલા વડાપ્રધાન ડિંગિરી બંડારા વિજેતુંગા (Dingiri Bandara Wijetunga)કાર્યવાહક રાષ્ટ્રપતિ (Acting President) બનાવવામાં આવ્યા હતા અને તેઓ ત્યાર સુધી તે પદ પર રહ્યાં જ્યાર સુધી સંસદમાં પ્રેમદાસાના ઉત્તરાધિકારીની ચૂંટણી કરવામાં ના આવી. તે પછી 7 મે, 1993માં પ્રેમદાસાના શેષ કાર્યકાળને પૂરો કરવા માટે સંસદ દ્વારા સર્વસમ્મતિથી ચૂંટયા પછી વિજેતુંગાને ત્રીજા કાર્યકારી રાષ્ટ્રપતિના રૂપમાં શપથ અપવવામાં આવ્યા.
તેમણે 1994માં જ એક સંસદીય ચૂંટણીની જાહેકાત કરી નાંખી, જેમાં વિપક્ષી એસએલએફપી (SLFP)એ જીત મેળવી હતી. તે પછી હવે એક વખત ફરીથી રાષ્ટ્રપતિનો પદ ખાલી થયો છે કેમ કે વર્તમાન રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા છે અને વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘ કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા છે.
રાષ્ટ્રપતિ કાર્યાલય ખાલી થતાની સાથે જ વડાપ્રધાન કાર્યકારી રાષ્ટ્રપતિ બની જાય છે અને તેઓ ત્યાર સુધી આ પદ પર બનેલા રહે છે, જ્યાર સુધી સંસદ કોઈને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી ના લે. રાષ્ટ્રપતિની ચૂંટણી કાર્યાલય ખાલી થવાના 30 દિવસની અંદર હોવું જરૂરી હોય છે. આ પદ પર જે પણ બેસે છે તેને સંસદમાં બહુમતિ સાબિત કરવી પડે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર