શ્રીલંકાનો દાવોઃ રાવણ વિશ્વનો પહેલો વિમાનચાલક હતો તેના પૂરતા તથ્યો, દેશવાસીઓને કરી આ અપીલ

News18 Gujarati
Updated: July 19, 2020, 1:46 PM IST
શ્રીલંકાનો દાવોઃ રાવણ વિશ્વનો પહેલો વિમાનચાલક હતો તેના પૂરતા તથ્યો, દેશવાસીઓને કરી આ અપીલ
શ્રીલંકામાં અસંખ્ય લોકોનું એવું માનવું છે કે રાવણ પરોપકારી શાસક અને વિદ્વાન હતો. (Reuters/file photo)

રાવણ વિશ્વનો પ્રથમ વિમાનચાલક હતો જેણે 5000 વર્ષ પહેલા વિમાન ઉડાવ્યું હતું - શ્રીલંકામાં હાથ ધરાયું મહત્વાકાંક્ષી રિસર્ચ

  • Share this:
ડી.પી. સતીશ, બેંગલુરુઃ શ્રીલંકા (Sri Lanka)માં રાજા રાવણ (Ravana)માં એક નવા પ્રકારનો રસ જોવા મળી રહ્યો છે. પૌરાણિક કથા મુજબ, મહાન હિન્દુ મહાકાવ્ય રામાયણ (Ramayana)માં ખલનાયક હતો. રામાયણ મુજબ, રાવણ ભગવાન રામ (Lord Rama)ના સમયમાં શ્રીલંકાનો શાસક હતો. રાવણ ભલે હિન્દુઓ માટે રાક્ષસ હોઈ શકે, પરંતુ તે શ્રીલંકામાં ચોક્કસપણે એક મહાન રાજા અને ઘણા શ્રીલંકાના લોકો માટે પ્રાયોગિક વિમાનચાલક (Aviator) છે.

શ્રીલંકાની સરકારે દેશવાસીઓને જાહેરાત પ્રસિદ્ધ કરીને અપીલ કરી છે કે તેઓ રાવણ સાથે જોડાયેલા દસ્તાવેજોને શૅર કરે. અખબારોમાં આ જાહેરાત મિનિસ્ટ્રી ઓફ ટૂરિઝમ એન્ડ એવિએશન તરફથી પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેમાં લોકોને વિનંતી કરવામાં આવી છે કે રાવણ સંબંધિત કોઈ દસ્તાવેજ કે પુસ્તક હોય તો સરકારને પૂરા પાડે જેના મદદથી તેમની પર હાથ ધરવામાં આવી રહેલા રિસર્ચમાં મદદ મળે. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાની સરકાર રાવણ પ્રથમ વિમાનચાલક હતો તે અંગે લુપ્ત થયેલા ભવ્ય ઈતિહાસને દુનિયા સામે લાવવા માટે મહત્વાકાંક્ષી રિસર્ચ અભિયાન હાથ ધર્યું છે.

શ્રીલંકાની સરકારનું માનવું છે કે રાવણ વિશ્વનો પ્રથમ વિમાનચાલક હતો જેણે 5000 વર્ષ પહેલા વિમાન ઉડાવ્યું હતું. શ્રીલંકાનું નાગરિક ઉડ્ડયન ઓથોરિટી હવે આ પહેલા લૉન્ચ કરીને એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે પૌરાણિક સમયમાં વિમાન ઉડાડવા માટે કેવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

શ્રીલંકાના નાગરિક ઉડ્ડયન ઓથોરિટીના વાઇસ પ્રેસિડન્ટ શશી દનાતુંગેએ ન્યૂઝ18 સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, તેમની પાસે અકલ્પનીય તથ્યો છે જેનાથી પુરવાર થાય છે કે રાવણ વિશ્વનો પહેલી વિમાનચાલક હતો જેણે એક એરક્રાફ્ટ ઉડાવ્યું હતું.

તેઓએ જણાવ્યું કે, રાવણ પ્રતિભાશાળી હતો. તે પહેલી વ્યક્તિ હતી જેણે વિમાન ઉડાવ્યું. તે પહેલો વિમાનચાલક હતો. આ કોઈ પૌરાણિક કથા નથી. આ હકિકત છે. તેના પર ઊંડાણપૂર્વકનું રિસર્ચ થવું જોઈએ. આગામી પાંચ વર્ષમાં અમે તે સાબિત કરીને રહીશું.

આ પણ વાંચો, 14 વર્ષની સગીરા બની માતા, દુષ્કર્મના આરોપી 84 વર્ષીય વૃદ્ધનો થશે DNA ટેસ્ટ, સુપ્રીમ કોર્ટનો આદેશનોંધનીય છે કે, ગયા વર્ષે શ્રીલંકામાં નાગરિક ઉડ્ડયન એક્સપર્ટ, ઈતિહાસકારો, પુરાતત્વવિદ, વૈજ્ઞાનિકોની એક કોન્ફરન્સ મળી હતી. તે કોન્ફરન્સના અંતે એવા તારણ પર આવ્યા હતા કે રાવણ 5 હજાર વર્ષ પહેલા વિમાન લઈને શ્રીલંકાથી ભારત ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા હતા. આ કોન્ફરન્સમાં ઘણા લોકોએ એ વાતનો પણ રદિયો આપ્યો કે રાવણે સીતાનું અપહરણ કર્યું હતું. તેમના મુજબ, રાવણે સીતાનું હરણ કર્યું તે ભારતીય દૃષ્ટકોણ છે, ખરેખર તો રાવણ ખૂબ સારા શાસક હતો.

આ પણ વાંચો, અયોધ્યાઃ હવે 161 ફુટ ઊંચું હશે રામ મંદિર, ત્રણને બદલે હશે પાંચ ગુંબજ

રસપ્રદ વાત એ છે કે શ્રીલંકામાં હાલ પૌરાણિક લંકા વિશે જાણવાનો ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રીલંકાએ તાજેતરમાં જ એક સેટેલાઇટ લૉન્ચ કર્યો છે જેનું નામ રાવણ આપવામાં આવ્યું છે. આ શ્રીલંકાનું પ્રથમ સ્પેસ મિશન છે.

શ્રીલંકામાં અસંખ્ય લોકોનું એવું માનવું છે કે રાવણ પરોપકારી શાસક અને વિદ્વાન હતો. કેટલાક ભારતીય શાસ્ત્રોમાં પણ રાવણને ‘મહા બ્રાહ્મણ’ તરીકે ઉલ્લેખ કર્યો છે, જેનો અર્થ જાય છે મહાન બ્રાહ્મણ અથવા તો મહાન વિદ્વાન.
Published by: Mrunal Bhojak
First published: July 19, 2020, 1:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading