શ્રેણીબદ્ધ વિસ્ફોટ : શ્રીલંકાએ શકમંદ હુમલાખોરોની તસવીરો કરી જાહેર

News18 Gujarati
Updated: April 26, 2019, 8:34 AM IST
શ્રેણીબદ્ધ વિસ્ફોટ : શ્રીલંકાએ શકમંદ હુમલાખોરોની તસવીરો કરી જાહેર
શકમંદોની તસવીર

શ્રીલંકા તરફથી છ શકમંદોની તસવીર જાહેર કરવામાં આવી છે, જેમાં ત્રણ મહિલા પણ સામેલ છે.

  • Share this:
નવી દિલ્હી : શ્રીલંકાની સુરક્ષા એજન્સીએ ઇસ્ટર પર શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરનારા શકમંદોની તસવીરો જાહેર કરી છે. શ્રીલંકા તરફથી છ શકમંદોની તસવીર જાહેર કરવામાં આવી છે, જેમાં ત્રણ મહિલા પણ સામેલ છે. આ કેસમાં તપાસ બાદ શ્રીલંકાની પોલીસે અત્યાર સુધી 76 લોકોને કસ્ટડીમાં લીધા છે.

તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે આત્મઘાતિ હુમલાખોરોમાં નવ આતંકી સ્થાનિક સંગઠન NTJના હોઈ શકે છે. શંકા છે કે આ જ આતંકીઓની મદદથી વિનાશકારણ વિસ્ફોટકોનો જથ્થો હોટલો અને ચર્ચોમાં પહોંચાવામાં આવ્યો હતો. તપાસ બાદ પોલીસે શકમંદ હુમલાખોરોના નામ, સરનામા સહિતની વિગતો જાહેર જનતાની સામે મૂકી છે. જોકે, આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISISએ લીધી છે.

આત્મઘાતિ હુમલાઓની તપાસ કરવા માટે દેશભરમાં 5000થી વધારે આર્મીની ટુકડીઓને રોકવામાં આવી છે. તપાસની સાથે સાથે દેશમાં સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : ભારતે શ્રીલંકાને 10 દિવસ પહેલા આપ્યા હતા હુમલાખોરોના નામ અને સરનામા

આર્મીના પ્રવક્તા સુમિથ અતાપટ્ટુએ જણાવ્યું કે, "છેલ્લા 24 કલાક દરમિયાન કોઈ મોટો બનાવ બન્યો નથી. અમે 6,300 ટુકડીઓને તહેનાત કરી છે. જેમાં એરફોર્સની 1000 અને નેવીની 600 ટુકડીનો સમાવેશ થાય છે."

નોંધનીય છે કે ગુરુવારે પુગોડામાં મજિસ્ટ્રેટ કોર્ટની પાછળ એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે કચરો ફેંકવાની સાઇટ પર આ બ્લાસ્ટ થયો હતો, જેમાં કોઈને ઈજા પહોંચી નથી. આ મામલે તપાસના આદેશ કરી દેવામાં આવ્યા છે.હાલ ધરપકડ કરવામાં આવેલા શકમંદોની સંપત્તિ સહિતની વિગતોની તપાસ કરવામાં આવી રહી છે.
First published: April 26, 2019, 8:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading