Easter પર થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટ બાદ શ્રીલંકાએ બુરખા પર લગાવ્યો પ્રતિબંધ

પ્રતીકાત્મક તસવીર

આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટની જવાબદારી આઈએસે લીધી હતી, ત્યારબાદ ત્યાંની સરકારે આ આદેશ આપ્યો છે

  • Share this:
    શ્રીલંકાના કોલંબો સહિત દેશના અનેક સ્થળે થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ બાદ હવે ત્યાંની સરકારે કડક વલણ અપનાવ્યું છે. શ્રીલંકન સરકારે રવિવારે બુરખા અને ચહેરો ઢાંકવાના કપડા પર પ્રતિબંધ લગાવવાનું ફરમાન જાહેર કર્યું છે. આ ફરેમાન દેશમાં સોમવારથી લાગુ થઈ જશે. શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટની જવાબદારી આઈએસે લીધી હતી, ત્યારબાદ ત્યાંની સરકારે આ આદેશ આપ્યો છે.

    શ્રીલંકાના રાષ્ટ્રપતિએ લખ્યું કે, એવા કપડા પહેરવા જે ચહેરો સમગ્ર રીતે ઢાંકે છે, સોમવારથી તેની પર પ્રતિબંધ છે. શ્રીલંકાની સંસદમાં થોડા દિવસો પહેલા એક સંસદે સુરક્ષા કારણોની હવાલો આપતાં બુરખા પર પ્રતિબંધ લગાવવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સાંસદ આશુ મરાસિંઘેએ કહ્યું હતું કે બુરખો મુસ્લિમોનું 'પારંપરિક' પરિધાન નથી.

    ત્યાંના All Ceylon Jamiyyathul Ulama (ACJU) નામના મૌલવીઓના સંગઠને પણ એક આદેશ જાહેર કરીને મહિલાઓને બુરખો કે ચહેરો ઢાંકવાના કપડાનો ઉપયોગ ન કરવાની વાત કહી હતી. આવું એટલા માટે કહેવામાં આવ્યું હતું જેથી રાષ્ટ્રીય સુરક્ષામાં કોઈ પ્રકારની અડચણ ન આવે. એવું માનવામાં આવી રહ્યું હતું કે વડાપ્રધાન તેની પર હા નહીં પાડે. પરંતુ એવું નથી થયું.

    આ પણ વાંચો, શ્રીલંકા હુમલાના માસ્ટરમાઇન્ડના પિતા અને બે ભાઈ એન્કાઉન્ટરમાં ઠાર

    ઉલ્લેખનીય છે કે, 21 એપ્રિલે ખ્રિસ્તી સુમદાયના પર્વ ઈસ્ટરના અવસરે શ્રીલંકાના અલગ-અલગ સ્થળોએ ચર્ચોને નિશાન બનાવવામાં આવ્યા હતા. કુલ 8 બોમ્બ બ્લાસ્ટ થયા. જેમાં 253 લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે અનેક લોકો ઘાયલ થયા.

    આતંકવાદી સંગઠન આઈએસઆઈએસે આ બ્લાસ્ટ્સની જવાબદારી લીધી છે. બોમ્બ બ્લાસ્ટ બાદ શ્રીલંકામાં મોટાપાયે અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે અને દરેક સ્થળનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
    Published by:Mrunal Bhojak
    First published: