Home /News /national-international /શ્રીલંકામાં જનવિદ્રોહ : પ્રધાનમંત્રી પછી રાષ્ટ્રપતિ પણ આપશે રાજીનામું, જાણો હવે શું થશે?

શ્રીલંકામાં જનવિદ્રોહ : પ્રધાનમંત્રી પછી રાષ્ટ્રપતિ પણ આપશે રાજીનામું, જાણો હવે શું થશે?

શ્રીલંકામાં જનતાના વિદ્રોહ સામે (Sri Lanka Crisis)રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઝુકવું પડ્યું છે

Sri Lanka Economic Crisis - રાષ્ટ્રપતિ ભવનમાં ભીડના ઘણા વીડિયો સામે આવ્યો છે. જેમાં લોકો સ્વિમિંગ પૂલમાં ધુબાકા મારતા, રાષ્ટ્રપતિના બેડ પર આરામ કરતા જોવા મળે છે

કોલંબો : શ્રીલંકામાં જનતાના વિદ્રોહ સામે (Sri Lanka Crisis)રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઝુકવું પડ્યું છે. બગડી રહેલી સ્થિતિને જોતા શ્રીલંકાના (Sri Lanka)પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે રાજીનામું (Sri Lankan Prime Minister Ranil Wickremesinghe) આપી દીધું છે. જ્યારે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે (Gotabaya Rajapaksa)13 જુલાઇએ રાજીનામું આપશે. શ્રીલંકાની સંસદના અધ્યક્ષ મહિંદા યાપા અભયવર્ધને સર્વદળીય નેતાઓ સાથે બેઠક પછી રાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો. જેના જવાબમાં રાજપક્ષે તરફથી રાજીનામાં વિશે જણાવવામાં આવ્યું છે. આ પછી શ્રીલંકામાં સર્વદળીય સરકારનો રસ્તો ક્લિન થતો જોવા મળી રહ્યો છે. સેનાધ્યક્ષે પણ લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે.

- પ્રધાનમંત્રીના રાજીનામા પહેલા સત્તારુઢ પાર્ટીના નેતાઓની બેઠક થઇ હતી. જેમાં ચાર પ્રમુખ નિર્ણય લેવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી તાત્કાલિક રાજીનામાં આપશે. સ્પીકર અધિકતમ 30 દિવસો માટે રાષ્ટ્રપતિનું કામ સંભાળશે. સંસદના બાકી કાર્યકાળ માટે નવા રાષ્ટ્રપતિની પસંદગી કરાશે. અંતરિમ સર્વદળીય સરકારની જલ્દી નિયુક્તિ થશે અને ચૂંટણી પણ જલ્દી કરાવવામાં આવશે.

- ભારે વિરોધ જોતા પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે પણ રાજીનામાંની જાહેરતા કરવી પડી હતી. વિક્રમસિંઘે કહ્યું કે સર્વદળીય સરકાર બનાવવા માટે પાર્ટી નેતાઓની ભલામણ સ્વીકાર કરે છે. નાગરિકોની સુરક્ષા અને સરકારની નિરંતરતા સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો - શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવન પર પ્રદર્શનકારીઓએ કર્યો કબજો, ગોટબાયા રાજપક્ષે આવાસ છોડીને ભાગ્યા

- પ્રધાનમંત્રીના રાજીનામાં છતા ભીડનો ગુસ્સો શાંત થયો ન હતો. પ્રદર્શનકારીઓનું એક સમૂહ તેમના પ્રાઇવેટ આવાસમાં ઘુસી આવ્યા હતા. સુરક્ષાબળોએ રોકવાનો પ્રયત્ન કર્યો તો ઝડપ થઇ હતી. પ્રધાનમંત્રી આવાસમાં પણ આગજની કરવામાં આવી હતી.

- રાષ્ટ્રપતિ ભવનમાં ભીડના ઘણા વીડિયો સામે આવ્યો છે. જેમાં લોકો સ્વિમિંગ પૂલમાં ધુબાકા મારતા, રાષ્ટ્રપતિના બેડ પર મસ્તી કરતા જોવા મળે છે. રાષ્ટ્રપતિ ભવનમાં રહેલી કારો સાથે પણ લોકો તસવીરો પડાવી રહ્યા છે.

- રાષ્ટ્રપતિ ભવન પર પ્રદર્શનકારીઓના કબજા પહેલા રાષ્ટ્રપતિ રાજપક્ષે ત્યાંથી ભાગી ગયા હતા. એ સ્પષ્ટ નથી કે તે ક્યાં ગયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં તે વિદેશ ભાગી ગયા હોય તેવી અટકળો કરવામાં આવે છે. પાણીના જહાજમાં સામાન લઇ જતા અને કોલંબો એરપોર્ટ પર કાફલાના વીડિયો વાયરલ થઇ રહ્યા છે.
" isDesktop="true" id="1227150" >

- આ પહેલા 11 મે ના રોજ તત્કાલિન પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષેનો આખો પરિવાર ભાગી ગયો હતો. ઉગ્ર ભીડે રાજપક્ષેના સરકારી આવાસને ઘેરી લીધું હતું.

- શ્રીલંકા છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. ભોજન, પેટ્રોલ, ડીઝલ, દવા સહિત બધી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ આસમાને આંબી રહ્યા છે. દેશનો ખજાનો ખાલી થઇ ગયો છે. વિદેશી મુદ્રા ના હોવાથી સરકાર જરૂરી વસ્તુઓની આયાત કરી શકતી નથી. વીજળી બચાવવા માટે સ્કૂલોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ પોતાનું પદ છોડે તેવી માંગણી સાથે સતત વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.
First published:

Tags: Sri lanka, Sri lanka crisis, Sri lanka news

विज्ञापन