Home /News /national-international /

Sri Lanka economic crisis : શ્રીલંકામાં લોકોની હાલત કફોડી, ખાવા-પીવાની ચીજ વસ્તુઓની અછત, 10 કલાક વીજળી કાપ

Sri Lanka economic crisis : શ્રીલંકામાં લોકોની હાલત કફોડી, ખાવા-પીવાની ચીજ વસ્તુઓની અછત, 10 કલાક વીજળી કાપ

શ્રીલંકામાં લોકોને ખાવાના પણ ફાંફાં

SriLanka Crisis: શ્રીલંકામાં આ સમયે વિદેશી હૂંડિયામણનો ભંડાર નથી. આવી સ્થિતિમાં, તે ન તો ઇંધણ ખરીદવા સક્ષમ છે, ન ખોરાક, ન દવાઓ. શ્રીલંકાએ વિદેશી મુદ્રા ભંડારને બચાવવા માર્ચ 2020 માં વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે સ્થિતિ એવી છે કે મોંઘવારી દર 17.5% પર પહોંચી ગયો છે.

વધુ જુઓ ...
    ભારતનો દક્ષિણ પાડોશી દેશ શ્રીલંકા તેની આઝાદી બાદ સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. અહીં મોંઘવારી દર 17%ને પાર કરી ગયો છે. બુધવારથી 10 કલાકનો વીજ કાપ શરૂ થયો છે. લોકો પાસે અંધારામાં રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી. આવશ્યક ચીજવસ્તુઓ 4 ગણી મોંઘી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને પ્રજા રસ્તા પર ઉતરી આવી છે.

    ફુગાવો 17.5% પર પહોંચ્યો


    શ્રીલંકામાં આ સમયે વિદેશી હૂંડિયામણનો ભંડાર નથી. આવી સ્થિતિમાં, તે ન તો ઇંધણ ખરીદવા સક્ષમ છે, ન ખોરાક, ન દવાઓ. શ્રીલંકાએ વિદેશી મુદ્રા ભંડારને બચાવવા માર્ચ 2020 માં વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે સ્થિતિ એવી છે કે મોંઘવારી દર 17.5% પર પહોંચી ગયો છે. થર્મલ પાવર પ્લાન્ટમાં ઇંધણ નથી, જેના કારણે દરરોજ પાંચ-પાંચ કલાક વીજળી કાપવામાં આવી રહી છે.

    શ્રીલંકા પર $51 બિલિયનનું દેવું છે


    શ્રીલંકા પર $51 બિલિયનનું દેવું છે અને ક્રેડિટ એજન્સીઓનો અંદાજ છે કે આ દેશ આ દેવું ચૂકવવામાં અસમર્થ હોઈ શકે છે. શ્રીલંકાએ પણ ચીન પાસેથી મોટી લોન લીધી છે અને હવે આ દેશ ઇચ્છે છે કે આ દેવાનું પુનર્ગઠન કરવામાં આવે.

    આ પણ વાંચો - Ukraine War: 'અમેરિકાની ચેતવણી' રશિયા પાસેથી તેલની ખરીદી વધારવાથી ભારત જોખમમાં આવી શકે છે

    પેરાસીટામોલની 10 ગોળીઓ 450 રૂપિયાની


    પેરાસીટામોલની 10 થી 12 પાનની ગોળી માટે 420 થી 450 રૂપિયા ચૂકવવા પડે છે અને ઘણી દવાઓ બિલકુલ મળતી નથી. હોસ્પિટલોમાં જરૂરી સાધનોના અભાવે સર્જરી અને ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યા છે.

    આ પણ વાંચો - Ukraine War: 'અમેરિકાની ચેતવણી' રશિયા પાસેથી તેલની ખરીદી વધારવાથી ભારત જોખમમાં આવી શકે છે

    ચીનની ચાલ


    ચીને શ્રીલંકાના કુલ વિદેશી દેવાના લગભગ 10 ટકા કન્સેશનલ લોનના નામે આપ્યા છે. આ સિવાય ચીનની જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા કોમર્શિયલ લોન આપવામાં આવી છે. જ્યારે નાણાકીય કટોકટી ઊભી થઈ, ત્યારે શ્રીલંકાએ દેશના દક્ષિણ ભાગમાં આવેલા હમ્બનટોટા બંદરનું નિયંત્રણ 99 વર્ષ માટે ચીનને સોંપવું પડ્યું. નોંધનીય છે કે આ બંદર પણ ચીનના પૈસાથી બનાવવામાં આવ્યું હતું અને તેને બિનજરૂરી ખર્ચ તરીકે જોવામાં આવતું હતું, ખાસ કરીને એવા સમયે જ્યારે દેશની અર્થવ્યવસ્થા મુશ્કેલીમાં દેખાઈ રહી હતી.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Economic Crisis, Sri lanka

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन