નવી દિલ્હી : શ્રીલંકા (sri lanka)અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક સંકટમાં (sri lanka economic crisis)ફસાયું છે. આ દરમિયાન ભારત મસીહા બનીને ઉભર્યું છે. વિદેશી દેવાની જાળમાં ખરાબ રીતે ફસાયેલ શ્રીલંકાને (sri lanka crisis)ભારતે ફરી એક વખત 50 કરોડ ડોલરની સહાયતાની જાહેરાત કરી છે. આ સિવાય ભારતે લગભગ 2 અબજ ડોલરની ક્રેડિટ લાઇન પણ આપી છે. જેનાથી શ્રીલંકા ભોજન, દવા અને અન્ય જરૂરી વસ્તુ ખરીદી રહ્યું છે. વર્તમાન 50 ડોલરની સહાય તેમાંથી અલગ છે. આ સહાયતા ભારતે શ્રીલંકાને તેલ ખરીદવા માટે આપી છે.
શ્રીલંકામાં તેલનું સંકટ છે. ત્યાં લગભગ 350 રૂપિયામાં પેટ્રોલ મળી રહ્યું છે. એચટીના રિપોર્ટ પ્રમાણે શ્રીલંકાના વિદેશ મંત્રી જીએલ પીરિજે જણાવ્યું કે આઈએમએફથી સહાયતા આવવામાં છ મહિનાનો સમય લાગશે અને આ રકમ હપ્તામાં આવશે. આ ગાળા દરમિયાન અમારે પોતાના લોકોને જરૂરી સામાન પહોંચાડવા માટે વિશેષ ફંડની જરૂર પડશે જે ભારત આપી રહ્યું છે.
ભારતે તેલ ખરીદવા માટે બીજી વખત 50 કરોડ ડોલરની સહાયતા આપી છે. તેનાથી શ્રીલંકાની વિત્તીય વ્યવસ્થા સુધારવામાં મદદ મળશે. આ પહેલા ગત મહિને ભારતે પ્રથમ ક્રેડિટ લાઇનના રૂપમાં 1.20 લાખ ટન ડીઝલ અને 40 હજાર ટન પેટ્રોલનો જથ્થો મોકલ્યો હતો. અત્યાર સુધી ભારતે લગભગ 2 અબજ ડોલરની ક્રેડિટ લાઇન શ્રીલંકાને આપી છે. તેનાથી શ્રીલંકા ચોખા, દવા અને અન્ય જરૂરી વસ્તુઓ ખરીદી રહ્યું છે. ભારત વિકાસશીલ દેશોને છેલ્લા બે દશકોથી ક્રેડિટ લાઇનના રૂપમાં મદદ કરી રહ્યું છે. ક્રેડિટ લાઇનની રકમને લાભાન્વિત દેશ ક્યારેય પણ નિકાળી શકે છે. આ માટે 75 ટકા ખરીદદારી ભારતમાંથી ખરીદવાની હોય છે.
આઇએમએફમાં ભારતે શ્રીલંકાનો પક્ષ રાખ્યો
શ્રીલંકામાં વર્તમાન રાષ્ટ્રપતિ ગોટાબાય રાજપક્ષે અને પ્રધાનમંત્રી મહિંન્દ્રા રાજપક્ષે એક સમયે ભારતને બાયપાસ કરીને ચીન સાથે ગાઢ સંબંધો બનાવ્યા હતા. જોકે આજે ચીનના બદલે ભારત શ્રીલંકાને આર્થિક સંકટમાંથી બહાર કાઢવામાં લાગ્યું છે. ભારતીય વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે આઈએમએફ ચીફ સાથે વાત કરીને શ્રીલંકાને મદદ આપવા વિનંતી કરી છે. વિત્ત મંત્રીએ આઈએમએફને વિલંબ કર્યા વગર સહાયતા આપવાની માંગણી કરી છે. શ્રીલંકાને આ વર્ષે 8 અબજ ડોલરનું દેવું હપ્તાના રુપમાં ચુકવવાનું છે. જોકે તેમની પાસે એક અબજ ડોલરથી પણ ઓછી રકમ બચી છે. જો આ શ્રીલંકા નહીં ચુકવે તો દેવાળીયું થઇ જશે. શ્રીલંકાને આઇએમએફ પાસેથી લગભગ 4 અબજ ડોલર બેલઆઉટ પેકેજ મળવાની આશા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર