Home /News /national-international /શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવન પર પ્રદર્શનકારીઓએ કર્યો કબજો, ગોટબાયા રાજપક્ષે આવાસ છોડીને ભાગ્યા

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવન પર પ્રદર્શનકારીઓએ કર્યો કબજો, ગોટબાયા રાજપક્ષે આવાસ છોડીને ભાગ્યા

આર્થિક સંકટ સામે ઝઝુમી (sri lanka crisis)રહેલી શ્રીલંકાની સ્થિતિ દિવસેને દિવસે વધારે ખરાબ થઇ રહી છે. જેના કારણે લોકોમાં ગુસ્સો છે

Sri Lanka Crisis:  રિપોર્ટ પ્રમાણે ગાલે ક્રિકેટ સ્ટેડિયમમાં પણ હંગામો થયો છે. જ્યાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે મેચ ચાલી રહી છે

કોલંબો : આર્થિક સંકટ સામે ઝઝુમી (sri lanka crisis)રહેલી શ્રીલંકાની સ્થિતિ દિવસેને દિવસે વધારે ખરાબ થઇ રહી છે. જેના કારણે લોકોમાં ગુસ્સો છે. તાજા જાણકારી પ્રમાણે પ્રદર્શનકારીઓએ શનિવારે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના (Gotabaya Rajapaksa residence)આવાસને ઘેરી લીધું છે. ખબર છે કે રાષ્ટ્રપતિ રાજપક્ષે ((gotbaya rajapaksa)પોતાનું આવાસ છોડીને ભાગી ગયા છે. રક્ષા સૂત્રો તરફથી રાષ્ટ્રપતિ રાજપક્ષેના ભાગવાનો દાવો કર્યો છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ સતત પોતાના પદ પર રહેવા માટે જીદ પર અડેલા હતા. તેમણે સ્પષ્ટ રુપથી કહ્યું હતું કે તે કોઇપણ સ્થિતિમાં રાષ્ટ્રપતિનું પદ છોડશે નહીં. જોકે પ્રદર્શનકારીઓનો ગુસ્સો જોતા તે પોતાનું ઘર છોડીને ભાગી ગયા છે.

આ પહેલા 11 મે ના રોજ તત્કાલિન પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષેનો આખો પરિવાર ભાગી ગયો હતો. ઉગ્ર ભીડે રાજપક્ષેના સરકારી આવાસને ઘેરી લીધું હતું.

આ પણ વાંચો - માત્ર શિંઝો આબે જ નહીં, આ 10 લોકોની હત્યાએ પણ દુનિયાને હચમચાવી દીધી હતી

બતાવવામાં આવી રહ્યું છે કે કોલંબો સ્થિત રાષ્ટ્રપતિ આવાસને પ્રદર્શનકારીઓએ ઘેરી લીધું હતું. આ પછી પ્રદર્શનકારીઓએ રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાને ઘણી તોડફોડ કરી હતી. રિપોર્ટ પ્રમાણે ગાલે ક્રિકેટ સ્ટેડિયમમાં પણ હંગામો થયો છે. જ્યાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે મેચ ચાલી રહી છે.

શુક્રવારે શ્રીલંકામાં અનિશ્ચિતકાળનો કર્ફ્યૂ લગાવી દીધો હતો. સેનાને પણ હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. પોલીસ પ્રમુખ ચંદના વિક્રમરત્નેએ કહ્યું કે રાજધાની અને તેના આસપાસના વિસ્તારમાં શુક્રવારે રાત્રે જ ફર્ફ્યૂ લગાવી દીધો હતો. હજારો વિરોધી પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિને સત્તામાંથી હટાવવા માટે શુક્રવારે કોલંબોમાં પ્રવેશ કર્યો હતો. જે પછી કર્ફ્યૂનો નિર્ણય લેવાયો હતો. જોકે શ્રીલંકામાં શીર્ષ વકીલોનો એસોસિયેશન, માનવાધિકાર સમુહો અને રાજનીતિક દળોના વધી રહેલા દબાણ પછી પોલીસે શનિવારે સરકાર વિરોધી પ્રદર્શનો પહેલા કર્ફ્યૂ હટાવી લીધો હતો.

આ પણ વાંચો - કોરોનાની મહામારી વચ્ચે હવે મારબર્ગ વાયરસે વધારી ચિંતા, બે દર્દીના મોત, WHO એ આપી આ ચેતવણી

કેમ થઇ રહ્યા છે પ્રદર્શન

શ્રીલંકા છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. ભોજન, પેટ્રોલ, ડીઝલ, દવા સહિત બધી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ આસમાને આંબી રહ્યા છે. વીજળી બચાવવા માટે સ્કૂલોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ પોતાનું પદ છોડે તેવી માંગણી સાથે સતત વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.
First published:

Tags: Sri lanka, Sri lanka crisis, Sri lanka news