શ્રીલંકા: મંત્રી અર્જુન રણતુંગાના અપહરણની કોશિસ, ફાયરિંગમાં એકનું મોત

News18 Gujarati
Updated: October 28, 2018, 9:31 PM IST
શ્રીલંકા: મંત્રી અર્જુન રણતુંગાના અપહરણની કોશિસ, ફાયરિંગમાં એકનું મોત
તમને જણાવી દઈએ કે, શ્રીલંકાની સંસદમાં રાજપક્ષે અને સિરસેનાની કુલ 95 સીટ છે અને બહુમતથી તે પાછળ છે. જ્યારે વિક્રમસિંઘની UNP પાસે પોતાની ખુદ 106 સીટ છે

તમને જણાવી દઈએ કે, શ્રીલંકાની સંસદમાં રાજપક્ષે અને સિરસેનાની કુલ 95 સીટ છે અને બહુમતથી તે પાછળ છે. જ્યારે વિક્રમસિંઘની UNP પાસે પોતાની ખુદ 106 સીટ છે

  • Share this:
શ્રીલંકામાં રાજકારણ ગરમાઈ ગયું છે. રવિવારે રાજધાની કોલંબોમાં પેટ્રોલિયમ મંત્રી અર્જુન રણતૂંગાના અપહરણની કોશિશ કરવામાં આવી. આ સમયે ફાયરીંગ પણ કરવામાં આવ્યું, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયાના સમાચાર છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાષ્ટ્રપતિ સિરીસેનાના સમર્થકોએ પેટ્રોલિયમ મંત્રી અર્જુન રણતૂંગાને જબરદસ્તી પોતાની સાથે લઈ જવાની કોશિશ કરી. બચાવમાં રણતૂંગાના સુરક્ષાકર્મીઓએ ફાયરિંગ કર્યું. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે.

રોયટર્સ અનુસાર, રણતૂંગા જ્યારે પોતાની સરકારી ઓફિસ સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશનમાં જઈ રહ્યા હતા, ત્યારે જ તેમના અપહરણની કોશિશ કરવામાં આવી. તે સમયે તેમના ગાર્ડે ફાયરિંગ કર્યું. પોલીસે ગાર્ડની ધરપકડ કરી લીધી છે. આ ઘટના બાદ કોલંબોમાં પરિસ્થિતિ તણાવગ્રસ્ત છે.

તમને જણાવી દઈએ કે, શ્રીલંકાની સંસદના સ્પીકર કારૂ જયસૂર્યાએ રાનિલ વિક્રમસિંઘને દેશના પ્રધાનમંત્રી તરીકે માન્યતા આપી દીધી છે, પરંતુ હજુ સુધી અહીં રાજકીય સંકટ ફેલાયેલું છે. ઉલ્લેખનીય છે કે, યૂએનપી નેતા વિક્રમસિંઘને રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી પદથી હટાવી દીધા છે. ત્યારબાદ અહીંના મીડિયાએ સંવિધાનિક તખ્તાપલટ ગણાવ્યું છે.

શ્રીલંકામાં રાજકારણમાં ખેંચતાણ ચાલતા સિરસેનાએ સંસદને 16 નવેમ્બર સુધી નંલંબિત કરી દીધી છે. કારણ કે, વિક્રમસિંઘે બહુમત સાબિત કરવા માટે આપાતકાલિન સત્ર બોલાવવાની માંગ કરી હતી. સાથે રાષ્ટ્રપતિએ વિક્રમસિંઘની પ્રાઈવેટ સુરક્ષા અને વાહનોને તેમના 72 વર્ષીય ઉત્તરાધિકારી મહિન્દ્રા રાજપક્ષેને સોંપવા પાછા લઈ લીધા છે.

તમને જણાવી દઈએ કે, શ્રીલંકાની સંસદમાં રાજપક્ષે અને સિરસેનાની કુલ 95 સીટ છે અને બહુમતથી તે પાછળ છે. જ્યારે વિક્રમસિંઘની UNP પાસે પોતાની ખુદ 106 સીટ છે અને બહુમતથી માત્ર સાત ઓછી છે. (એજન્સી ઈનપુટ સાથે)
First published: October 28, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading