Home /News /national-international /શ્રીલંકા કટોકટી: PM વિક્રમસિંઘે રાજીનાની કરી ઓફર, સર્વપક્ષીય સરકાર બનાવવા માટે તૈયાર
શ્રીલંકા કટોકટી: PM વિક્રમસિંઘે રાજીનાની કરી ઓફર, સર્વપક્ષીય સરકાર બનાવવા માટે તૈયાર
શ્રીલંકા સંકટ
Sri Lanka crisis : શનિવારના વિરોધ પ્રદર્શનની અપેક્ષાએ રાષ્ટ્રપતિને શુક્રવારે તેમના નિવાસસ્થાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિને ક્યાં લઈ જવામાં આવ્યા છે તે જાણી શકાયું નથી, રાનિલ વિક્રમસિંઘે (Sri Lankan Prime Minister Ranil Wickremesinghe) એ શનિવારે કહ્યું હતું કે, તેઓ દેશમાં સર્વપક્ષીય સરકારની રચનાનો માર્ગ મોકળો કરવા માટે રાજીનામું આપવા તૈયાર
Sri Lanka crisis : શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે (Sri Lankan Prime Minister Ranil Wickremesinghe) એ શનિવારે કહ્યું હતું કે, તેઓ દેશમાં સર્વપક્ષીય સરકારની રચનાનો માર્ગ મોકળો કરવા માટે રાજીનામું આપવા તૈયાર છે. વડા પ્રધાનના મીડિયા વિભાગે જણાવ્યું હતું કે, સર્વપક્ષીય સરકાર રચાયા પછી અને સંસદમાં બહુમતી સાબિત થયા પછી તેઓ વડા પ્રધાન પદેથી રાજીનામું આપશે. તેમની ઓફિસે કહ્યું કે, વિક્રમસિંઘે ત્યાં સુધી વડાપ્રધાન તરીકે ચાલુ રહેશે. વિક્રમસિંઘેએ પાર્ટીના નેતાઓને કહ્યું કે તેઓ આ અઠવાડિયેથી દેશવ્યાપી ઈંધણની ડિલિવરી ફરી શરૂ થવાની છે તે હકીકતને ધ્યાનમાં રાખીને પદ છોડવાનો નિર્ણય લઈ રહ્યા છે, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના ડાયરેક્ટર આ અઠવાડિયે દેશની મુલાકાત લેવાના છે અને આઈએમએફને ક્રેડિટ આપવામાં આવશે. તેના માટે સાતત્ય અહેવાલ ટૂંક સમયમાં અંતિમ રૂપ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકામાં મોટી સંખ્યામાં વિરોધીઓ, રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ કરી રહ્યા હતા, શનિવારે મધ્ય કોલંબોના કડક સુરક્ષા વાળા ફોર્ટમાં અવરોધો હટાવીને તેમના (રાષ્ટ્રપતિ) સત્તાવાર નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા. સુરક્ષાકર્મીઓ અને દેખાવકારો વચ્ચેની અથડામણમાં બે પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા છે.
કેટલાક દેખાવકારોએ શ્રીલંકાના ઝંડા અને હેલ્મેટ પહેર્યા હતા. રાષ્ટ્રપતિ રાજપક્ષેના રાજીનામાની માંગણી સાથે ફોર્ટ વિસ્તારમાં મોટી સંખ્યામાં વિરોધીઓ એકઠા થયા હતા. દેશમાં ગંભીર આર્થિક સંકટને કારણે વિરોધીઓ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. રાજપક્ષે પર માર્ચથી રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે. એપ્રિલમાં વિરોધીઓએ તેમની ઓફિસના પ્રવેશદ્વાર પર કબજો કર્યો ત્યારથી તેઓ રાષ્ટ્રપતિના નિવાસસ્થાનનો ઉપયોગ તેમના નિવાસસ્થાન અને કાર્યાલય તરીકે કરી રહ્યા છે.
#WATCH | Massive protests erupt in economic crisis-laden Sri Lanka as protesters amass at the President's Secretariat, who has reportedly fled the country.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારના વિરોધ પ્રદર્શનની અપેક્ષાએ રાષ્ટ્રપતિને શુક્રવારે તેમના નિવાસસ્થાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિને ક્યાં લઈ જવામાં આવ્યા છે તે જાણી શકાયું નથી. દેખાવકારોએ રાષ્ટ્રપતિ કાર્યાલય અને સત્તાવાર નિવાસસ્થાન બંને પર કબજો જમાવી લીધો છે. પોલીસે ટીયર ગેસ અને વોટર કેનન છોડ્યા અને વિરોધીઓને વિખેરવા માટે ગોળીબાર કર્યો, પરંતુ વિરોધીઓ અવરોધો તોડીને રાષ્ટ્રપતિ આવાસમાં પ્રવેશ્યા.
તેમના પોતાના સાંસદોના જૂથે તેમને એક પત્ર લખ્યો છે, જેમાં તેમને પદ છોડવા અને નવા વડા પ્રધાન અને સર્વપક્ષીય સરકાર બનાવવાની વિનંતી કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો અનુસાર, VIP કાફલો કોલંબો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો છે, જ્યાં શ્રીલંકા એરલાઈન્સનું એક પ્લેન પાર્ક હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર