Sri Lanka Crisis : આખરે કયા લોકોની મદદથી રાતો રાત માલદીવ ભાગ્યા ગોટબાયા રાજપક્ષે?
રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે (Gotabaya Rajapaksa)રાતોરાત પોતાના પરિવાર સાથે માલદીવ (maldives)ભાગી ગયા
Sri Lanka Political Crisis : પહેલા ગોટબાયાએ પીએમ ઓફિસને જણાવ્યું હતું કે તે દેશમાં છે અને રાજીનામું આપશે. જોકે રાતોરાત રાજીનામું આપ્યા વગર દેશ છોડીને ભાગી ગયા હતા
કોલંબો : ભારતના પડોશી દેશ શ્રીલંકામાં આર્થિક સંકટના (sri lanka crisis)કારણે સ્થિતિ ઘણી ઘણી વિકટ બની છે. જનતા રસ્તા પર ઉતરી આવી છે અને એકના પછી એક નેતા લોકોને મુશ્કેલીમાં મુકીને દેશ છોડીને ભાગી રહ્યા છે. રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે (Gotabaya Rajapaksa)રાતોરાત પોતાના પરિવાર સાથે માલદીવ (maldives)ભાગી ગયા છે. આવામાં મોટો સવાલ છે કે રાજપક્ષે રાતોરાત વિરોધ પ્રદર્શન વચ્ચે શ્રીંલંકાથી (sri lanka)ભાગવામાં કયા લોકોએ મદદ કરી?
પહેલા ગોટબાયાએ પીએમ ઓફિસને જણાવ્યું હતું કે તે દેશમાં છે અને 13 જુલાઇના રોજ રાજીનામું આપશે. જોકે રાતોરાત રાજીનામું આપ્યા વગર દેશ છોડીને ભાગી ગયા હતા. તેમણે રાજીનામું ના આપતા નવા રાષ્ટ્રપતિ, નવી સરકારને પસંદ કરવાની પ્રોસેસ હાલ અટકી ગઇ છે.
ગોટબાયા રાજપક્ષેએ પહેલા જીવના ખતરાની આશંકા વ્યક્ત કરી હતી. તે શ્રીલંકાથી સુરક્ષિત બહાર નીકળવા માંગતા હતા પણ રાષ્ટ્રપતિ પદ છોડી દીધું હોત તો તે ભાગી શક્યા ન હોત.
એરફોર્સની મળ્યું એરક્રાફ્ટ
એરફોર્સના ટોચના અધિકારીએ જણાવ્યું કે રક્ષા મંત્રાલયના ઓર્ડર પર રાષ્ટ્રપતિ માટે પ્લેન આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિને પ્લેન સંવિધાનમાં રહેલા કાનૂની જોગવાઇ પ્રમાણે આપવામાં આવ્યું છે. જો ગોટબાયાએ રાષ્ટ્રપતિ પદથી રાજીનામું આપી દીધું હોત તો આવી સુવિધા અંતિમ સમયે મળી ના હોત.
કોણ કરી રહ્યું છે ગોટબાયા રાજપક્ષેની મદદ?
CNN News18 ના રિપોર્ટ પ્રમાણે 73 વર્ષના ગોટબાયા રાજપક્ષે માલદીવ પહોંચ્યા પછી એક મોટી જાણકારી સામે આવી છે. ગોટબાયાને શ્રીલંકાથી બહાર કાઢવામાં માલદીવની સંસદના પૂર્વ સ્પીકર અને પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે મદદ કરી હતી. નશીદે શ્રીલંકન એરફોર્સને એરક્રાફ્ટ આપવા માટે કોલ કર્યો હતો. એવું પણ કહેવામાં આવે છે કે માલદીવ એર ટ્રાફિક કંટ્રોલર ગોટબાયાના એરફ્રાફ્ટને લેન્ડિંગની પરમિશન આપવા માંગતા ન હતા પણ નશીદે કંટ્રોલરને ફોન કર્યો હતો. ત્યારે લેન્ડિંગની પરમિશન મળી હતી.
સ્પીકરને નથી મળ્યું ગોટબયાનું રાજીનામું
પહેલાં ખરબર હતી કે ગોટબાયા રાજપક્ષેએ મંગળવારે રાજીનામા પર સાઇન કરી દીધી અને તનેાં પર 13 જુલાઇની ડેટ લખી હતી. તેની ઘોષણા સ્પીકર આજે કરશે. પણ રોયટર્સ ન્યૂઝ એજન્સી મુજબ, સ્પીકરને અત્યાર સુધીમાં ગોટબાયાનું રાજીનામું મળ્યું નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર