શ્રીલંકા બ્લાસ્ટ: સુષમાએ કહ્યું- સ્થિતિ પર છે નજર, જાહેર કર્યા હેલ્પલાઇન નંબર

News18 Gujarati
Updated: April 21, 2019, 12:18 PM IST
શ્રીલંકા બ્લાસ્ટ: સુષમાએ કહ્યું- સ્થિતિ પર છે નજર, જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
કોલંબો સ્થિત ભારતીય હાઈ કમિશ્નરના સતત સંપર્કમાં છીએ- સુષમા સ્વરાજ

કોલંબો સ્થિત ભારતીય હાઈ કમિશ્નરના સતત સંપર્કમાં છીએ- સુષમા સ્વરાજ

  • Share this:
શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે ત્રણ ચર્ચ અને ત્રણ હોટલમાં બોમ્બ બ્લાસ્ટને લઈને અનેક ભારતીયો પણ ત્યાં રહેતા પોતાના પરિચિતોને લઈને ચિંતામાં છે. આ હુમલામાં અનેક વિદેશીઓ ભોગ બન્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હાલ કોઈ ભારતીયની જાનહાનિના અહેવાલ નથી. બીજી તરફ, ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટ કરીને કહ્યું કે અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ અને કોલંબો સ્થિત ભારતીય હાઈ કમિશ્નરના સતત સંપર્કમાં છીએ.

આ ઉપરાંત વિદેશ મંત્રાલયે ભારતીયો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. ભારતીય હાઇ કમિશ્નરે ટ્વિટ કરીને કહ્યું કે સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ભારતીય નાગરિકો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

હાઇ કમિશ્નરે ટ્વિટ કરીને જણાવ્યું કે, કોલંબો અને બટ્ટીકાલોઆમાં બ્લાસ્ટના અહેવાલ છે. આ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ભારતીય નાગરિક કોઈ પણ પ્રકારની મદદ કે જાણકારી માટે આ નંબરો પર સંપર્ક કરી શકે છે +94777903082 +94112422788 +94112422789. શ્રીલંકાના નંબરો ઉપરાંત આ ભારતીય નંબરો ઉપર પણ સંપર્ક કરી શકાય છે +94777902082 +94772234176
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાની રાજધાની કોલંબો સહિત દેશના અનેક હિસ્સામાં ખ્રિસ્તીઓના પવિત્ર પર્વ ઈસ્ટરના દિવસે ચર્ચ અને હોટલોને નિશાન બનાવતાં 6 બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. આ હુમલામાં 50થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે, અનેક લોકો ઘાયલ પણ થયા છે.
First published: April 21, 2019, 12:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading