નવી દિલ્હીઃ ભારતમાં શનિવારે શરૂ થયેલા દુનિયાભરના સૌથી મોટા કોરોના વેક્સીનેશન અભિયાન (Covid 19 Vaccination India) પર સમગ્ર વિશ્વની નજર છે. આ વેક્સીનેશન અભિયાનને લઈ હવે ભારત માટે શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. આ દરમિયાન શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષે (Mahinda Rajapaksa) અને ભૂટાનના વડાપ્રધાન લોતે સેરિંગ (Lotay Tshering)એ પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi)ને આ અભિયાન માટે શુભકામનાઓ આપી છે. બીજી તરફ, પીએમ મોદીએ દેશના વૈજ્ઞાનિકો અને ફ્રન્ટલાઇન વર્કર્સને આભાર માન્યો છે. સાથોસાથ કહ્યું છે કે આ લોકોએ કોરોનાની જંગમાં નિર્ણાયક ભૂમિકા નિભાવી છે.
શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષેએ પીએમ મોદીને અભિનંદન પાઠવતા ટ્વીટ કર્યું કે, પીએમ નરેન્દ્ર મોદી અને ભારત સરકારને કોવિડ-19 વેક્સીનેશનની શરૂઆતના રૂપમાં ખૂબ જ અગત્યનું પગલું ભરવા માટે શુભેચ્છા. આપણે સૌ આ જીવલેણ મહામારીના ખાતમાને જોવાની શરૂઆત કરી રહ્યા છીએ.
આ પણ વાંચો, મોદી સરકારના મંત્રીઓ ક્યારે લેશે કોરોના વેક્સીન? રાજનાથ સિંહે આપી જાણકારી
બીજી તરફ, ભૂટાનના વડાપ્રધાન લોતે સેરિંગે કહ્યું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના લોકોને કોવિડ-19 વેક્સીનેશનની શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવું છું. અમને આશા છે કે આ મહામારીથી આપણને જે પણ પીડા થઈ છે તે ખતમ થઈ જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિન્દ્રા રાજપક્ષેનો ટ્વીટ કરીને આભાર માન્યો. તેઓએ કહ્યું કે, આભાર મહિન્દ્રા રાજપક્ષે. અમારા વૈજ્ઞાનિકો અને ફ્રન્ટલાઇન વર્કર્સે કોરોના મહામારીથી નિર્ણાયક જંગ માટે કઠોર પરિશ્રમ કર્યો છે. સ્વસ્થ અને બીમારી મુક્ત દુનિયા માટે વેક્સીનનો ઝડપથી વિકાસ અને તેનું લૉન્ચિંગ આપણા સંયુક્ત પ્રયાસોમાં એક માઇલસ્ટોન છે.
આ પણ વાંચો, સફાઈકર્મી મનીષ કેમ બન્યા પહેલા ભારતીય, જેમને કોવિડ વેક્સીન આપવામાં આવી
તેની સાથે જ પીએમ મોદીએ ભૂટાનના વડાપ્રધાન લોતે સેરિંગનો પણ આભાર વ્યક્ત કર્યો. તેઓએ કહ્યું કે, આભાર, જે વેક્સીનનો પહેલો ઓછા સમયમાં વિકાસ અશકય માનવામાં આવતી હતી, તે હવે આપણા વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોના પ્રયાસોથી હકકીતમાં બદલાઈ ગઈ છે. તેમને આ માટે આભાર.
Published by:Mrunal Bhojak
First published:January 17, 2021, 11:58 am