શ્રીગંગાનગર : રાજસ્થાનના (Rajasthan)શ્રીગંગાનગરમાં રાજ્ય સરકાર સામે થઇ થઈ રહેલા ભાજપાના જિલ્લા સ્તરીય પ્રદર્શનમાં સામેલ થવા આવેલા હનુમાનગઢના ભાજપા કાર્યકર્તા અને SC મોરચાના પ્રદેશ અધ્યક્ષ કૈલાશ મેઘવાલના (Kailash Meghwal)ખેડૂતોએ મહારાજા ગંગાસિંહ ચોક પર કપડા ફાડી નાખ્યા છે. કૈલાશ મેઘવાલના કપડા ફાડવાની ઘટના પછી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે કૈલાસ મેઘવાલને ખેડૂતો પાસેથી છોડાવ્યા હતા. આ તણાવ વચ્ચે ભાજપાના ધરણા તરફ કૂચ કરી રહેલા ખેડૂતોને રોકવા માટે પોલીસે હળવો બળપ્રયોગ પણ કર્યો હતો.
પોલીસે હળવો બળપ્રયોગ કરીને ખેડૂતોને ત્યાંથી ખસેડ્યા હતા. પોલીસ દ્વારા કરેલા બળપ્રયોગમાં કેટલાક ખેડૂતોને ઇજા પહોંચી હતી. મહારાજા ગંગા સિંહ ચોક, ભગત સિંહ ચોક પર તણાવ બનેલો છે. સાવધાની રાખતા પોલીસ ટીમને અલગ અલગ જગ્યાએ તૈનાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ભાજપા દ્વારા રાજ્ય સરકાર સામે વિભિન્ન જનહિતના મુદ્દાને લઇને સેન્ટ્રલ જેલ સામે ધરણા કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ કિસાન મોરચાના આહ્વાન પર ત્રણ કેન્દ્રીય કૃષિ કાનૂનો સામે ભાજપાના વિરોધમાં ખેડૂતો મહારાજા ગંગા સિંહ ચોક પર ધરણા કરી રહ્યા છે. એક સપ્તાહમાં કિસાન પ્રદર્શનકારીઓએ બીજેપી નેતા પર હુમલો કર્યો હોય અને કપડા ફાડી નાખ્યા હોય તેવો આ બીજો બનાવ છે.
" isDesktop="true" id="1119577" >
ભાજપા કાર્યકર્તા અને SC મોરચાના પ્રદેશ અધ્યક્ષ કૈલાશ મેઘવાલ પર થયેલા હુમલો મુદ્દે રાજનીતિક ખેંચતાણ વધી ગઈ છે. હવે આ મુદ્દે વિપક્ષ રાજ્યની ગેહલોત સરકાર પર પ્રહાર કરી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર