શ્રીગંગાનગરઃ આર્મીની જિપ્સીમાં પલટતાં જ લાગી આગ, 3 જવાનોનાં મોત, 5 ગંભીર

શ્રીગંગાનગરઃ આર્મીની જિપ્સીમાં પલટતાં જ લાગી આગ, 3 જવાનોનાં મોત, 5 ગંભીર
બુધવાર રાત્રે આર્મીની જિપ્સી અનિયંત્રિત થઈને ખાડામાં પલટી ગઈ, બેભાન થયેલા 3 જવાન આગની ઝપટમાં આવી જતાં થયું મોત

બુધવાર રાત્રે આર્મીની જિપ્સી અનિયંત્રિત થઈને ખાડામાં પલટી ગઈ, બેભાન થયેલા 3 જવાન આગની ઝપટમાં આવી જતાં થયું મોત

  • Share this:
    અશોક શર્મા, શ્રીગંગાનગર. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલા શ્રીગંગાનગર (Sriganganagar) જિલ્લાના રાજિયાસર પોલીસ સ્ટેશનની હદમાં બુધવાર રાત્રે એક મોટી દુર્ઘટના થઈ છે. અહીં ભારતીય સેના (Indian Army)ની એક જિપ્સી દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. દુર્ઘટના બાદ જિપ્સી પલટી ગઈ અને તેમાં આગ લાગી ગઈ. તેનાથી જિપ્સીમાં સવાર આર્મીના ત્રણ જવાનોનાં મોત થયા.

    પોલીસના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સૂરતગઢ-છતરગઢ રોડ પર ઈન્દિરા ગાંધી કેનાલની 330 RDની પાસે બુધવાર અડધી રાત્રે લગભગ અઢી-ત્રણ વાગ્યે થઈ. અહીં આર્મીની એક જિપ્સી અનિયંત્રિત થઈને ખાડામાં પલટી ગઈ. પલટતાં જ જિપ્સીમાં ભીષણ આગ લાગી ગઈ. દુર્ઘટનામાં જિપ્સીમાં સવાર આર્મીના 3 જવાનનું આગની ઝપટમાં આવી જતાં મોત થયું. બીજી તરફ પાંચ જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને સૂરતગઢના ટ્રોમા સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ મિલિટ્રી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.



    આ પણ વાંચો, ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, પહેલી એપ્રિલથી મોંઘા થઈ જશે Escortsના ટ્રેક્ટર

    આર્મીના જવાન બઠિંડાની 47-AD યૂનિટના

    આર્મીના આ જવાન બઠિંડાની 47-AD યૂનિટના હોવાનું કહેવાય છે. આ તમામ જવાન યુદ્ધ અભ્યાસ માટે સૂરતગઢ આવ્યા હતા. ઘટના બાદ આસપાસના ગામ લોકોએ કોઈક રીતે આગ પર કાબૂ મેળવ્યો પરંતુ ત્યાં સુધીમાં 3 જવાનનાં મોત થઈ ચૂક્યા હતા. ગામ લોકોએ જાણ કરતાં રાજિયાસર પોલીસ સ્ટેશનના કર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પાચ ગંભીર રીતે ઘાયલ જવાનોને સૂરતગઢની ટ્રોમા હૉસ્પિટલમાં લઈ ગયા. તેમની સાથે જ 3 મૃત જવાનોના પાર્થિવદેહને સૂરતગઢ હૉસ્પિટલની મોર્ચરીમાં રાખવામાં આવ્યા.

    આ પણ વાંચો, સાસુ બનીને પુત્રવધૂએ 16 વર્ષ સુધી લીધું પેન્શન, એક નાની ચૂકથી ખુલી ગઈ પોલ


    બેભાન થઈને જિપ્સીમાં જ ફસાઈ ગયા હતા જવાન

    મળતી માહિતી મુજબ, દુર્ઘટના બાદ જિપ્સીમાં સવાર ત્રણ જવાન (Jawan) ઘાયલ થઈને બેભાન થઈ ગયા હતા. તેઓ જિપ્સી (Gypsy)માં જ ફસાઈ ગયા હતા. તેના કારણે તેઓ આગ (Fire)ની ઝપટમાં આવી ગયા. મૃતકોમાં આર્મીના સુબેદાર હોવાનું કહેવાય છે. અન્ય બે આર્મીના જવાન છે.
    Published by:Mrunal Bhojak
    First published:March 25, 2021, 10:07 am

    ટૉપ ન્યૂઝ