Home /News /national-international /VIDEO: કુરકુરે ખાતી ખિસકોલીનો વીડિયો વાયરલ થયો, આ દ્રશ્ય જોઈ મન પ્રફુલ્લિત થઈ જશે

VIDEO: કુરકુરે ખાતી ખિસકોલીનો વીડિયો વાયરલ થયો, આ દ્રશ્ય જોઈ મન પ્રફુલ્લિત થઈ જશે

કુરકુરે ખાતી ખિસકોલીનો વીડિયો વાયરલ

જ્યારે યુવક કુરકુરે ખાઈ રહ્યો હોય છે, તો તેને એક ભૂખની આમતેમ આંટા મારતી ખિસકોલી દેખાય છે. આ જોઈને યુવક સમજી જાય છે કે, તેને ભૂખ લાગી છે.

    ભૂખ્યાને ભોજન આપવું તે ખૂબ જ પુણ્યનું કામ માનવામાં આવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક મજાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક યુવક ભૂખની તડપતી ખિસકોલીને કુરકુરે ખવડાવતો દેખાય છે. આ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ આફરીન થઈ જાય છે. વીડિયો જોઈને અમુક લોકો કહી રહ્યા છે કે મોકો જોઈને યુવકે પોતાના હાથમાં જે હતું તે ખવડાવી ખિસકોલીનું પેટ ભર્યું છે. વીડિયો કોઈ પાર્કમાં બનાવેલો છે. આપ જોઈ શકો છો કે, એક યુવક પાર્કમાં કોઈ બેન્ચ પર બેસીને કુરકુરે ખાઈ રહ્યો હતો.

    જ્યારે યુવક કુરકુરે ખાઈ રહ્યો હોય છે, તો તેને એક ભૂખની આમતેમ આંટા મારતી ખિસકોલી દેખાય છે. આ જોઈને યુવક સમજી જાય છે કે, તેને ભૂખ લાગી છે. ત્યાર બાદ તે કુરકુરે બતાવીને ખિસકોલીને પોતાની તરફ બોલાવે છે. આપ જોઈ શકો છો કે યુવકના બોલાવા પર ખિસકોલી દોડીને ત્યાં આવી જાય છે. તે ઝંપ કરીને બેન્ચ પર ચડી જાય છે. જેના પર યુવક બેઠો હોય છે. ત્યાર બાદ યુવક પેકેટમાંથી એક કુરકુરે કાઢીને ખિસકોલીને આપે છે. આ ક્ષણ જોવામાં અદ્ભૂત લાગે છે.



    શખ્સે જ્યારે ખિસકોલીને કુરકુરે ખવડાવ્યા તો, તેની ભૂખ શાંત થાય છે અને તે દોડીને પોતાના દોસ્તોને પણ બોલાવી લાવે છે. ત્યાર બાદ આ તમામ ખિસકોલીઓને ખવડાવે છે. આ શાનદાર વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વી઼ડિયો જોઈને લોકો યુવકની દરિયાદિલી અને માનવતાના વખાણ કરી રહ્યા છે. લોકો કહે છે કે ખિસકોલીની ભાવના સમજીને આ યુવક તેની ભૂખ મિટાવે છે. બીજી બાજૂ ખિસકોલી પણ સમજી જાય છે કે આ શખ્સ તેમને કોઈ નુકસાન પહોંચાડશે નહીં. આ વીડિયો @Gulzar_sahab નામના ટ્વિટર અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन