નવી દિલ્હી : ચીન (China) હિંદ મહાસાગર (Indian Ocean)માં પોતાનો દબદબો વધારાવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે. આ ક્ષેત્રમાં તેની ગતિવિધિઓ પણ વધતી જઈ રહી છે. હાલમાં તેના અનેક યુદ્ધજહાજ (Warship) હિંદ મહાસાગરમાં જોવા મળ્યા છે. હવે ભારતીય નૌસેના (Indian Navy)એ આ ક્ષેત્રમાં ફરી રહેલા ચીનના બે યુદ્ધજહાજો વિશે ભાળ મેળવી છે. બંને યુદ્ધજહાજ ભારતીય જળસીમાની ખૂબ જ નજીક પહોંચી ગયા હતા. નૌસેનાના ટોહી વિમાન (Spy Plane) પી-8આઈ (P-8I)એ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનના યુદ્ધજહાજ શિયાન-32 (Xian-32)ને ટ્રેક કર્યા. વિમાને ચીની યુદ્ધજહાજની ઉપરથી તસવીરો પણ લીધી છે, જેમાં તેમના ડૉક જોવા મળી રહ્યા છે.
ભારતીય જળસીમાની નજીકથી શ્રીલંકાના જળક્ષેત્રમાં જતું રહ્યું શિયાન-32
દક્ષિણ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનના જંગી જહાજ નજરે પડતાં ભારતીય નૌસેના પણ એલર્ટ થઈ ગઈ છે. નૌસેનાના સૂત્રો મુજબ, ટોહી વિમાને આ તસવીરો 1થી 15 સપ્ટેમ્બરની વચ્ચે ખેંચી છે. ભારતીય જળસીમાની નજીક નજર આવેલા ચીનના યુદ્ધજહાજ થોડા સમય બાદ શ્રીલંકા (Sri Lanka)ના જળક્ષેત્રમાં દાખલ થઈ ગયા. ટોહી વિમાન પીઅ-8આઈ ચીનના યુદ્ધજહાજ પર સતત નજર (Surveillance) રાખી તેની ગતિવિધિઓની જાણકારી ભારતીય નૌસેનાને આપતું રહ્યું.
The P-8I tracked another Chinese frigate that is part of its anti piracy escort task force deployed in Gulf of Aden to provide security to Chinese merchant vessels from Somali sea pirates.Pic taken when the frigate was passing through Indian Ocean.(Pic source:Indian Navy sources) https://t.co/qWRbiPTxCgpic.twitter.com/XeAdpiAVNY
હિંદ મહાસાગરમાં દેખાયેલું બીજી યુદ્ધજહાજ એડનની ખાડીમાં તહેનાત હતું
પી-8આઈએ ચીનના વધુ એક યુદ્ધજહાજને ટ્રેક કર્યુ, જે એડનની ખાડીમાં એન્ટી-પાઇરસી મિશનમાં સામેલ હતું. આ જંગી જહાજ સોમાલિયન સમુદ્રી લૂંટારું (Somalian pirates)થી ચીનના વેપારીઓની સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યું હતું. તેની તસવીર થોડી દૂરથી લેવામાં આવી છે. આ દરમિયાન હિંદ મહાસાગરથી પસાર થઈ રહ્યું હતું. હિંદ મહાસાગરમાં ચીનની વધતી સૈન્ય ગતિવિધિઓ પર લગામ કસવા માટે ભારત અમેરિકાની સાથે વધુ 10 પી-8આઈ વિમાનો ખરીદવાની યોજના પર કામ કરી રહ્યું છે. તેનાથી ભારતીય નૌસેનાનું સુમદ્રી ક્ષેત્રમાં સર્વેલન્સની ક્ષમતા વધશે.
હલકા ટોરપીડો છોડવા અને સબરમીનને ટ્રેક કરવામાં માહેર છે પી-8આઈ
ભારતીય નૌસેનાની પાસે પહેલાથી જ 12 બોઇંગ પી-8આઈ સમુદ્રી પેટ્રોલિંગ વિમાન છે. હવે નૌસેનાને વધતાં સમુદ્રી ખતરાનો સામનો કરવા માટે વધુ એવા વિમાનોની જરૂરિયાત લાગી રહી છે. આ 10 ટોહી વિમાનો નૌસેનામાં સામેલ થયા બાદ ભારતની પાસે કુલ 22 પી-8આઈ વિમાનો થઈ જશે. આ વિમાન સમુદ્રી પેટ્રોલિંગ સાથે જ હલ્કા ટોરપીડો છોડવા અને દુશ્મનની સબમરીનને ટ્રેક કરવામાં માહેર છે. આ ટોહી વિમાન અમેરિકા (US) અને ઓસ્ટ્રેલિયા (Australia)ની નૌસેના પાસે પહેલાથી જ છે.