Home /News /national-international /

ભારતમાં શરૂ થશે સ્પૂતનિક-Vનું પ્રોડક્શન, આ દવાની કંપની તૈયાર કરશે 10 કરોડ ડોઝ

ભારતમાં શરૂ થશે સ્પૂતનિક-Vનું પ્રોડક્શન, આ દવાની કંપની તૈયાર કરશે 10 કરોડ ડોઝ

    નવી દિલ્લી: ભારતમાં કોરોના વેક્સિનેશન કાર્યક્રમ (Covide Vaccination Drive)ને ઘાર ધાર મળવા જઈ રહી છે. દેશની મોટી વેક્સિન અને દવા કંરની પૈનેસિયા બાયોટેક (Panacea Biotec)એ રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (Russian Direct Investment Fund-RDIF)ની સાથે કરાર કર્યો છે. હવે પૈનેસિયા બાયોટેક દર વર્ષે 10 કરોડ વેક્સિન ડોઝ તૈયાર કર્યો છે. કંપની દ્વારા તૈયાર કરવામાં આવશે. કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિનને અમૂક જથ્થો રૂશ મોકલી આપ્યો છે જ્યાં તેની ક્લોલીટી ચેક કરવામાં આવશે.

    RDIFના એક સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, પેનેસિયા બાયોટેક રસી ઉત્પાદનમાં આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરે છે. ભારતમાં, રશિયન રસીને 12મી એપ્રિલે ઇમરજન્સી ઉપયોગકરવાની મંજૂરી આપવામાં આવી હતી. 1 મેથી 18+ લોકોના રસીકરણની રજૂઆત સાથે, ત્રીજી રસી કોવિશિલ્ડ અને કોવાસીન સાથે ભારતમાં પણ રજૂ કરવામાં આવી હતી. જો કે, સ્પુટનિકથી રસીકરણ 14મી મેથી જ શરૂ કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો: કોરોના રસી અંગે મહત્ત્વનાં સમાચાર: 18થી 44 વર્ષનાં લોકોને પણ નહીં કરાવવું પડે રજીસ્ટ્રેશન

    RDIFના સીઈઓ કિરીલ દિમિત્રીવે કહ્યું કે, પૈનેસિયા બાયોટેક સાથે ભારતમાં ઉત્પાદનએ કોરોના સામેની લડતમાં એક મોટું પગલું છે. સ્પુનિકના ઉત્પાદન સાથે, ભારત કોરોનાના આ ખરાબ તબક્કાને પાછળ રાખવામાં મદદ કરશે. આ ઉપરાંત રસી નિકાસ કરીને વિશ્વના અન્ય દેશો પણ કોરોના સામેની લડતમાં મદદ કરશે.

    આ પણ વાંચો: ઓક્સિજન સપોર્ટ સાથે મહિલા બનાવી રહી છે રસોઈ, જાણો લોકોએ આ ફોટા પર કેવા રિએક્શન આપ્યા

    છેલ્લા ફેબ્રુઆરીમાં, સ્પુટનિક Vએ ત્રીજા તબક્કાના અજમાયશમાં સખત પ્રતિકાર દર્શાવ્યો. જેમાં 91.6% એફિકેસી રેટ દર્શાવે છે. ત્યારબાદ RDIFએ જણાવ્યું હતું કે, રસી ઉત્પાદન અને વિતરણમાં ભારત એક મુખ્ય ભાગીદાર છે.

    ઓગસ્ટ 2020માં રશિયાએ વિશ્વની પ્રથમ કોરોના રસી બનાવવાની જાહેરાત કરી. જો કે, નિષ્ણાતોએ પણ તેના પરિણામો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતમાં પણ, આ રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને જાન્યુઆરીના મધ્યમાં મંજૂરી આપવામાં આવી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Sputnik-V

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन