નવી દિલ્હી/કોલકાતા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election Result 2021)ના પ્રારંભિક વલણોમાં ‘ફાઇવ એમ ફેક્ટર’ (Five M Factor) પોતાનો રંગ બતાવી રહ્યા છે. બીજેપી અને તૃણમુલ કોંગ્રેસ (BJP and Trinamool Congress)ની નજર આ પાંચ એમ પર હતી. બીજેપી જ્યાં મોદી અને મતુઆ (Modi and Matua)ના સહારે જીતની તૈયારી કરી રહી હતી, તો બીજી તરફ ટીએમસી (TMC) મમતા, મહિલા અને મુસ્લિમ (Mamata, Mahila and Muslim)ના સહારે સત્તામાં ત્રીજી વાર વાપસની તૈયારી કરી રહી હતી. એમ ફેક્ટરનો જ પ્રભાવ છે કે આજે ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી ત્રીજી વાર સત્તામાં વાપસી કરતી જોવા મળી રહી છે.
બીજી તરફ, એક ફેક્ટરનું જ પરિણામ છે કે પાંચ વર્ષ પહેલા સુધી જે બીજેપીની 3 સીટ હતી, તે આ ચૂંટણીમાં 100 સીટની આસપાસ પહોંચતી જોવા મળી રહી છે. જોકે બીજેપીને મોદીનો ફાયદો તો મળ્યો પરંતુ મતુદા સમુદાયે નિરાશ કર્યા. ચૂંટણીન પ્રારંભિક પરિણામ જણાવે છે કે ચાર એમ એટલે કે મમતા, મુસ્લિમ, મતુઆ અને મહિલા ટીએમસીની સાથે ઊભેલા જોવા મળી રહ્યા છે. તો સામે બીજેપીને માત્ર એક એમ એટલે કે મોદીનો જ પ્રભાવ કામ આવ્યો.
નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં મતુઆ સમુદાયના લગભગ 30 લાખ લોકો રહે છે. બાંગ્લાદેશની સરહદના વિસ્તારો નાદિયા, ઉત્તર અને દક્ષિણ 24 પરગણાની ચાર લોકસભા સીટો અને લગભગ 30થી 40 વિધાનસભા સીટોના પરિણામોને આ સમુદાયના લોકો પ્રભાવિત કરે છે. આ સીટો પર છઠ્ઠા ચરણમાં એટલે કે 22 એપ્રિલે મતદાન થયું હતું. મતુઆ સમુદાય પશ્ચિમ બંગાળની અનુસૂચિત જાતિની વસ્તીનો મોટો હિસ્સો છે. આ સમુદાય વર્ષ 1950થી પહેલા પૂર્વ પાકિસ્તાન અને હાલના બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળમાં પલાયન કરીને રહે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેનું મોટું કારણ ધાર્મિક આધાર પર ઉત્પીડન રહ્યું છે. આ ચૂંટણીમાં બીજેપીએ ભરોસો આપ્યો હતો કે જો બીજેપી સત્તામાં વાપસી કરે છે તો આ સમુદાયને સીએએ અને એનઆરસીથી અલગ રાખવામાં આવશે, પરંતુ પ્રારંભિક વલણો અને પરિણામોથી લાગી રહ્યું છે કે પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં બીજેપીનો દાવ કારગર સાબિત નથી થયો. આ સમુદાયના લોકોએ ટીએમસીના પક્ષમાં ઉત્સાહભેર મતદાન કર્યું છે.
બીજેપીના દાવાની નીકળી હવા
જોકે, બંગાળમાં બીજેપી એક દિવસ પહેલા સુધી 200 સીટોનો આંકડો પાર કરવાનો દાવો કરી રહી હતી. ખાસ કરીને ચૂંટણીથી ઠીક પહેલા બીજેપીની નજર ઓબીસી વોટ પર હતી. તેને ધ્યાનમાં રાખીને બીજેપીએ ટિકિટ વહેંચણીની સાથોસાથ ચૂંટણી પ્રચારની રણનીતિ પણ બનાવી હતી. ખાસ કરીને મતુઆ સમુદાયને સાધવા માટે બીજેપીએ મોટા દાવ રમ્યો હતો. બીજેપીએ મતુઆ સમુદાયના લોકોને પણ મોટી સંખ્યામાં ટિકિટ આપી હતી. ખુદ વડાપ્રધાન મોદીએ આ દરમિયાન બાંગ્લાદેશની યાત્રા પણ કરી હતી અને આ સમુદાયના મંદિરમાં જઈને પૂજા-અર્ચના કરી વોટને પોતાના પક્ષમાં કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. પરંતુ વલણોમાં પીએમ મોદીનો આ દાવ સફળ થતો નથી લાગી રહ્યો. મતુઆ બહુમતી ધરાવતી 30 સીટો પર ટીએમસીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.
મતુઆ સમુદાયના મતદારોએ કેમ બીજેપીને સપોર્ટ ન કર્યો?
બીજેપી સાંસદ અને મતુઆ ઠાકુરબાડી જૂથના નેતા સાંતનુ ઠાકુરનો એ દાવો નિષ્ફળ રહ્યો છે, જેમાં તેઓ કહે છે કે તૃણમૂલ કોંગ્રેસ અને માકપા સરકારે મતુઆ સમુદાય માટે કંઈ નથી કર્યું. કુલ મળીને પશ્ચિમ બંગાળના પ્રારંભિક પરિણામ અને વલણોમાં મતુઆ સમુદાયે ટીએમસી ઉપર જ વિશ્વાસ મૂક્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર