મુંબઈમાં ભારે વરસાદ : સ્પાઇસ જેટનું વિમાન રન વેથી આગળ નીકળી ગયું

News18 Gujarati
Updated: July 2, 2019, 1:43 PM IST
મુંબઈમાં ભારે વરસાદ : સ્પાઇસ જેટનું વિમાન રન વેથી આગળ નીકળી ગયું
સ્પાઇસ જેટનું વિમાન

મુસાફરો તરફથી વાયરલ કરવામાં આવેલી એક તસવીરમાં જોઈ શકાય છે કે તેમની સીટ ઉપરથી પીળા કલરના ઓક્સિજન માસ્ક લટકી રહ્યા છે.

  • Share this:
નવી દિલ્હી : મુંબઈમાં ભારે વરસાદને પગલે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મળી રહેલી માહિતી પ્રમાણે અલગ અલગ બનાવમાં વરસાદને કારણે 16 લોકોનાં મોત થયા છે. અન્ય એક બનાવમાં મુંબઈ એરપોર્ટ પર સદનસિબે મોટી દુર્ઘટના ટળી હતી. સોમવારે રાત્રે ભારે વરસાદને પગલે મુંબઈ એરપોર્ટ પર સ્પાઇસ જેટનું વિમાન લેન્ડિંગ બાદ રન વેથી આગળ નીકળી ગયું હતું. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી નથી. બોઇંગ 737-800 વિમાન જયપુરથી મુંબઈ આવ્યું હતું.

મુસાફરો તરફથી વાયરલ કરવામાં આવેલી એક તસવીરમાં જોઈ શકાય છે કે તેમની સીટ ઉપરથી પીળા કલરના ઓક્સિજન માસ્ક લટકી રહ્યા છે. મુસાફરો સ્પાઇસ જેટની ફ્લાઇટ SG 6237માંથી બહાર નીકળવા માટે હારમાં ઉભા છે.

મળતી માહિતી પ્રમાણે બનાવ બાદ મુંબઈ એરપોર્ટના મુખ્ય રન વેને બંધ કરી દેવામાં આવ્યો છે, તેમજ બીજા રન વે પર ફ્લાઇટનું આવન જાવન ચાલુ રાખવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અમુક ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ વરસાદને પગલે બેંગલુરુ અથવા અમદાવાદ એરપોર્ટ ખાતે ડાઇવર્ટ કરવામાં આવે તેવી પણ શક્યતા છે.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેઉલથી મુંબઈ આવી રહેલી કોરિયન ફ્લાઇટ KE655ને ખરાબ હવામાનને પગલે અમદવાદ એરપોર્ટ પર ડાઇવર્ટ કરવામાં આવી છે. ફ્રેકફર્ટથી આવી રહેલી લુફ્તાન્સા ફ્લાઇટ LH756 અને બેંગકોકથી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI331ને અન્ય એરપોર્ટ ખાતે ડાઇવર્ટ કરવામાં આવી છે. મુંબઈ એરપોર્ટનો મુખ્ય રન વે બંધ હોવાથી અનેક ફ્લાઇટ્સ મોડી પડે તેવી સંભાવના છે.
First published: July 2, 2019, 7:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading