Home /News /national-international /સ્પાઈસ જેટની મુંબઈ-દુર્ગાપુર ફ્લાઈટ તોફાનમાં ફસાઈ, મુસાફરો ઘાયલ

સ્પાઈસ જેટની મુંબઈ-દુર્ગાપુર ફ્લાઈટ તોફાનમાં ફસાઈ, મુસાફરો ઘાયલ

દુર્ગાપુરમાં વિમાન પહોંચતા જ તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી (File picture)

SpiceJet Mumbai-Durgapur flight caught in storm: સ્પાઇસ જેટનાં અધિકારીઓએ જણાવ્યું કે લેન્ડિંગ વખતે પ્લેન વાવાઝોડા વચ્ચે ઉડી ગયું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે મુસાફરો ગભરાઈ ગયા હતા, અને કેબિનનો સામાન તેમાંથી ઘણા મુસાફરોની ઉપર પડ્યો હતો, જેના કારણે માથા સહિત અન્ય ઈજાઓ (passengers injured) થઈ હતી.

વધુ જુઓ ...
નવી દિલ્હી: મુંબઈથી પશ્ચિમ બંગાળના દુર્ગાપુર જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં રવિવારે સાંજે ગંભીર પરિસ્થિતિ સર્જાઇ ગઇ હતી. જેમાં વાવાઝોડા વચ્ચે ફ્લાઇટ લેન્ડ થવા જતી હતી ત્યારે અફરાતફરી મચી ગઇ હતી. જેમાં 40 જેટલાં મુસાફરોને ઈજા થઈ હતી. તેમાંથી 12ને ગંભીર ઈજાઓ થઈ હતી, જોકે હવે તેમની હાલત સ્થિર છે.

નાગરિક ઉડ્ડયનના ડિરેક્ટર જનરલ અરુણ કુમારે જણાવ્યું હતું કે,''આ ઘટનામાં કેબિન ક્રૂના સભ્ય ઉપરાંત લગભગ 14 મુસાફરો ઘાયલ થયા હતા. તેમાંથી કેટલાકને માથાનાં ભાગે ઈજા થઈ છે અને તેમને ટાંકા લેવાં પડ્યાં છે. એક મુસાફરને કરોડરજ્જુમાં ઈજાની ફરિયાદ પણ આવી છે. ''

આ પણ વાંચો-સુરત: BF સાથેનાં ફોટા બતાવી 15 વર્ષની સગીરાને બ્લેકમેઇલ કરી, બે સગીરોએ આચર્યું દુષ્કર્મ

સ્પાઇસજેટના પ્રવક્તાએ 189-સીટર બોઇંગ 737-800 એરક્રાફ્ટમાં આ ઘટનાની પુષ્ટિ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે લેન્ડિંગ વખતે પ્લેન તોફાનમાં ઉડી ગયું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે મુસાફરો ગભરાઈ ગયા હતા, અને કેબિનનો સામાન તેમાંથી ઘણા પર પડ્યો હતો, જેના કારણે માથા સહિત અન્ય ઈજાઓ થઈ હતી.

એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું કે વિમાનમાં 188 મુસાફરો હતા. ''કેટલાક મુસાફરોને માથામાં ઈજા થઈ હતી અને તેમને ઝડપથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોએ જણાવ્યું કે તેઓ હાલ સ્થિર છે અને ખતરાની બહાર છે''



ખેદ વ્યક્ત કરતા, સ્પાઈસજેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ''સ્પાઈસજેટ બોઈંગ B737 એરક્રાફ્ટ ઓપરેટીંગ ફ્લાઈટ SG-945 મુંબઈથી દુર્ગાપુર ઉતરતી વખતે ગંભીર અશાંતિનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે કમનસીબે કેટલાક મુસાફરોને ઈજાઓ થઈ હતી. દુર્ગાપુર પહોંચ્યા પછી તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી.''

એરક્રાફ્ટે રવિવારે સાંજે 5 વાગ્યા પછી થોડી મિનિટો બાદ મુંબઈથી ઉડાન ભરી હતી અને બે કલાકની ઉડાન પછી દુર્ગાપુરના કાઝી નઝરુલ ઈસ્લામ એરપોર્ટની નજીક આવી રહ્યું હતું ત્યારે તેને અશાંતિનો સામનો કરવો પડ્યો હતો. તે સાંજે 7.15 વાગ્યે સુરક્ષિત રીતે ઉતરવામાં સફળ થયું.

એરપોર્ટ ઓથોરિટીના અધિકારીએ જણાવ્યું હતું કે ફ્લાઇટ તોફાનમાં કેવી રીતે ફસાઈ હતી તેની તપાસ કરવામાં આવશે
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો