Home /News /national-international /

સ્પાઇસ જેટનું ઈમરજન્સી લેન્ડિંગ : 5 હજાર ફૂટની ઊંચાઈ પર આવો ભયાનક હતો માહોલ, જુઓ Video

સ્પાઇસ જેટનું ઈમરજન્સી લેન્ડિંગ : 5 હજાર ફૂટની ઊંચાઈ પર આવો ભયાનક હતો માહોલ, જુઓ Video

થોડા સમય પછી સ્પાઇસજેટ મેનેજમેન્ટે પણ તેના સત્તાવાર એકાઉન્ટમાંથી વિમાનમાં તકનીકી સમસ્યા વિશે માહિતી આપી હતી

SpiceJet Flight Emergency Landing : આ વિમાનમાં બેસેલા જબલપુરના એક પ્રવાસીએ ન્યૂઝ 18ને આ ભયાનક માહોલનો અનુભવ વર્ણવ્યો, લગભગ અડધા કલાક સુધી 5000 ફૂટની ઉંચાઈ પર મુસાફરોના જીવ મુશ્કેલીમાં મુકાઈ ગયા

નવી દિલ્હી : દિલ્હીથી જબલપુર આવી રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટ SG-2962માં (SpiceJet Flight) 5000 ફૂટની ઊંચાઈએ ઉડતી વખતે અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને તેનું દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ (SpiceJet Flight emergency landing)કરવું પડ્યું હતું. ફ્લાઈટમાંથી લેવામાં આવેલા એક વીડિયોમાં જોવા મળે છે કે કેબિનમાં ધુમાડો (Smoke In SpiceJet Flight Cabin)ભરાઈ ગયો હતો અને મુસાફરો ડરી ગયા હતા. જબલપુરના એક પ્રવાસીએ ન્યૂઝ 18ને આ ભયાનક માહોલનો અનુભવ વર્ણવ્યો હતો.

મધ્યપ્રદેશ હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ પંકજ દુબે પણ આ જ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ધુમાડો દેખાતા જ તમામ મુસાફરો ડરી ગયા. તેમના ચહેરા પર ડર દેખાતો હતો. દરેકના મનમાં પ્રશ્ન હતો કે હવે શું થશે?

પંકજે વધુમાં જણાવ્યું કે, વિમાનમાં સવાર તમામ બાળકો રડી રહ્યા હતા. લોકોને સમજાતું ન હતું કે બાળકોને સંભાળવું, સામાન સંભાળવો કે પોતાનો જીવ બચાવવો. કેબિન ક્રૂ એ તરત જ મુસાફરોને ઓક્સિજન માસ્ક લગાવવાની સલાહ આપવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પ્લેનનું એસી બંધ થઈ ગયું હતું અને ગૂંગળામણ અનુભવાઈ રહી હતી. લોકો લાચાર થઈને એકબીજાના મોઢા તરફ જોઈ રહ્યા હતા. કોઈને કંઈ સમજાતું ન હતું.

આ પણ વાંચો - યુવકે ગોબર વેચીને કરી 4 લાખની કમાણી, યુવતીના પિતાએ પ્રભાવિત થઇ દીકરીના લગ્ન કરાવ્યા

તેમણે ઉમેર્યું કે લગભગ અડધા કલાક સુધી 5000 ફૂટની ઉંચાઈ પર મુસાફરોના જીવ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. કોઈક રીતે બાળકોને શાંત પાડવાનું શરૂ કર્યું અને કેબિન ક્રૂ દ્વારા સતત સમજાવટ પછી પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી હતી.



આ ખામીની તપાસ કરનાર વિમાન કંપની જણાવ્યું કે, પાઈલટની સમજણને કારણે ફ્લાઈટને સુરક્ષિત રીતે દિલ્હીમાં લેન્ડ કરવામાં આવી હતી. મુસાફરોને તેમના સ્થાને મોકલવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન ઘટનાના થોડા સમય પછી સ્પાઇસજેટ મેનેજમેન્ટે પણ તેના સત્તાવાર એકાઉન્ટમાંથી વિમાનમાં તકનીકી સમસ્યા વિશે માહિતી આપી હતી.

કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા છે અને તેમને તેમના સ્થાન પર મોકલવામાં આવશે. ફ્લાઈટમાં કઈ ટેકનિકલ ખામી સર્જાઈ તે અંગે તપાસ ચાલી રહી છે. આ દરમિયાન એક અન્ય વીડિયો પણ સામે આવ્યો છે.

અહી ઉલ્લેખનીય છે કે, બે અઠવાડિયામાં સ્પાઈસ જેટના વિમાનમાં આગ લાગી હોવાની આ બીજી ઘટના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 19 જૂને પટનાથી દિલ્હી જતી ફ્લાઈટમાં આવી જ ઘટના બની હતી. પટનાથી દિલ્હી જઈ રહેલી સ્પાઈસ જેટના એન્જિનમાં આગ લાગી હતી. વિમાનને ઉતાવળમાં સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. ડીજીસીએએ જણાવ્યું કે પક્ષીની ટક્કરથી એન્જિનમાં આગ લાગી હતી. એરક્રાફ્ટના એન્જિનમાંથી ધુમાડો નીકળતાં ઉતાવળમાં સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
First published:

Tags: Emergency landing, SpiceJet

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन