PM મોદીની રેલીમાં હલ્લાબોલ કરી શકે છે મમતા બેનરજી, SPGએ જાહેર કર્યું એલર્ટ

News18 Gujarati
Updated: May 16, 2019, 3:10 PM IST
PM મોદીની રેલીમાં હલ્લાબોલ કરી શકે છે મમતા બેનરજી, SPGએ જાહેર કર્યું એલર્ટ
મમતા બેનરજી (ફાઇલ તસવીર)

SPG(સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ)એ એલર્ટ જાહેર કરીને બંગાળ પોલીસને જણાવ્યું કે પીએમની ચૂંટણી રેલીમાં સીએમ મમતા બેનરજી હલ્લાબોલ કરી શકે છે.

  • Share this:
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાની જવાબદારી નિભાવી રહેલા SPGએ (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ) એક એલર્ટ જાહેર કરીને બંગાળ પોલીસને સૂચના આપી છે. એસપીજી તરફથી જાહેર કરવામાં આવેલા એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વડાપ્રધાનની ચૂંટણી રેલીમાં હલ્લાબોલ કરી શકે છે. એસપીજીએ ખાસ કરીને મથુરાપુર રેલીમાં હિંસા થવાની આશંકા વ્યક્ત કરી છે.

એસપીજીના ઇન્સ્પેક્ટર જનરલે પશ્ચિમ બંગાળ પોલીસના ડીજીપીને એક પત્ર લખીને શંકા વ્યક્ત કરી છે કે પીએમ મોદીની મથુરાપુર અને દમદમમાં યોજનારી ચૂંટણી સભામાં ઇમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. નોંધનીય છે કે ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવ્યા બાદ બંગાળમાં આજે અંતિમ તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. આજે રાત્રે 10 વાગ્યે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે.

ગુરુવારે મથુરાપુરમાં મોદીની રેલી પહેલા મમતાની ચૂંટણી રેલી છે. એસપીજીએ પત્ર લખીને ડીજીપી પશ્ચિમ બંગાળને સુરક્ષામાં વધારો કરવાની માંગણી કરી છે. એસપીજીએ ખાસ કરીને મથુરાપુર રેલી માટે આ એલર્ટ જાહેર કર્યું છે, કારણ કે મમતાની રેલીની જગ્યાથી મોદીની રેલીની જગ્યા બિલકુલ નજીક છે. નોંધનીય છે કે બીજેપીના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના રોડ શો દરમિયાન મંગળવારે ટીએમસી અને બીજેપીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.

મોદીએ મમતા પર સાધ્યું નિશાન

બંગાળમાં મંગળવારે થયેલી હિંસાને લઈને ઉત્તર પ્રદેશમાં એક ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યુ કે, ટીએમસીના ગુંડાઓની તાકાત બે દિવસ પહેલા પણ જોવા મળી હતી. અમિત શાહના રોડ શો દરમિયાન ટીએમસીના ગુંડાઓએ ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડી નાખી હતી. આવું કરનારને કડકમાં કડક સજા થવી જોઇએ.

પીએમ મોદીએ લોકોને આશ્વાસન આપતા જણાવ્યું કે, પ્રસિદ્ધ સમાજ સુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના દ્રષ્ટિકોણને સમર્પિત અમારી સરકાર કોલકાતાની વિદ્યાસાગર કોલેજમાં એ જ જગ્યાએ પંચ ધાતુની તેમની મૂર્તિ સ્થાપિત કરશે અને તૃણમૂલના ગુંડાઓને જવાબ આપશે.
First published: May 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...