ચમત્કારઃ પૂરપાટ ઝડપે દોડતી હતી કાર, 'પવિત્ર પક્ષી'એ બચાવ્યો જીવ!

News18 Gujarati
Updated: May 29, 2019, 7:25 PM IST
ચમત્કારઃ પૂરપાટ ઝડપે દોડતી હતી કાર, 'પવિત્ર પક્ષી'એ બચાવ્યો જીવ!
News18 Gujarati
Updated: May 29, 2019, 7:25 PM IST
પૂરપાટ ઝડપે દોડતી કારને એક ચમત્કારે અકસ્માત થતા બચાવી હતી, આ ઘટના છે જર્મનીની જ્યાં એક શખ્સ પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો હતો, વધારે સ્પીડે કાર ચલાવવા બદલ શખ્સને 170 ડોલરનો દંડ થવાનો હતો પરંતુ આ દરમિયાન તેની સાથે અજીબોગરીબ ઘટના બની.

આ ડ્રાઇવર રસ્તા પર 30 કિમી પ્રતિ કલાકની સ્પીડની જગ્યાએ 54 કિમી પ્રતિ કલાકની રફ્તારે કાર ચલાવતો હતો, પરંતુ પોલીસ તેની ઓળખ કરી શકી નહીં. કારણ કે આ દરમિયાન એક પક્ષી વચ્ચે આવ્યું જેના કારણે સીસીટીવીમાં કાર ચાલકનું મોઢું દેખાઇ શક્યું નહીં.

અહીં ક્લિક કરી વાંચોઃ CCTV: નશો કરી રોડ ક્રોસ કરેલો શખ્સ કાર સાથે અથડાયો

પક્ષી વચ્ચે આવી જતા પોલીસ ઓળખી ન શકી કે કાર કોણ ચલાવી રહ્યું હતું. હવે કેટલાક લોકો તેને એક પવિત્ર પક્ષી તરીકે ઓળખાવી રહ્યાં છે. તો કેટલાક માત્ર આકસ્મિક ઘટના ગણાવી રહ્યાં છે. જર્મનીના વિયર્સન પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું કે દિવ્ય આત્માએ હસ્તક્ષેપ કર્યો અને અમે તેના ઇશારાને સમજી પૂરપાટ ઝડપે કાર ચલાવતા શખ્સને માફ કરવાનો નિર્ણય લીધો છે.

પોલીસે કહ્યું કે કાર ડ્રાઇવર પણ આ ઇશારો સમજી ગયો હશે અને હવે તે ભવિષ્યમાં પૂરપાટ ઝડપે કાર નહીં ચલાવે, એ વિસ્તારમાં પૂરપાટ ઝડપે ઉડવા પર પક્ષી પર પણ દંડ લાગવો જોઇએ, પરંતુ અમે નથી જાણતા કે ઇસાઇ ધર્મના આવનારા પવિત્ર દિવસોમાં તે ક્યાં હશે, આથી અમે ન્યાયથી ઉપર કરુણાને મહત્વ આપી રહ્યાં છીએ.
First published: May 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...