Home /News /national-international /અકસ્માતનો ભોગ બનેલી ફ્રેન્ડની સારવાર માટે મિત્રોએ ફાળો એકત્રિત કરવાનું શરૂ કર્યું

અકસ્માતનો ભોગ બનેલી ફ્રેન્ડની સારવાર માટે મિત્રોએ ફાળો એકત્રિત કરવાનું શરૂ કર્યું

ઝડપથી જતી સેન્ટ્રો કારે 3 વિદ્યાર્થીનીઓને સખ્ત રીતે ટક્કર મારી હતી.

ઝડપથી જતી સેન્ટ્રો કારે 3 વિદ્યાર્થીનીઓને સખ્ત રીતે ટક્કર મારી હતી. આ ત્રણ પૈકીની બિહારમાં રહેતી વિદ્યાર્થીની સ્વાતિ સિંહની સ્થિતિ ગંભીર છે અને તે કોમામાં જતી રહી છે. તેને સારવાર માટે આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે. હાલ તેના માટે તેના મિત્રો ફાળો એકત્રિત કરી રહ્યાં છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ ઝડપથી જતી સેન્ટ્રો કારે 3 વિદ્યાર્થીનીઓને સખ્ત રીતે ટક્કર મારી હતી. આ ત્રણ પૈકીની બિહારમાં રહેતી વિદ્યાર્થીની સ્વાતિ સિંહની સ્થિતિ ગંભીર છે અને તે કોમામાં જતી રહી છે. તેને સારવાર માટે આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે. હાલ તેના માટે તેના મિત્રો ફાળો એકત્રિત કરી રહ્યાં છે.

સ્વાતિની સાથે ઘાયલ થયેલી વિદ્યાર્થીનીએ જણાવ્યું કે તેને પાછળથી સેન્ટ્રો કારે ખૂબ જ જોરદાર ટક્કર મારી હતી. જેના પગલે તેમને ખૂબ જ ઈજા પહોંચી છે. આ સિવાય સ્વાતીની સ્થિતિ હાલ નાજુક છે, તેને બ્રેન હેમરેજ થઈ ગયું છે અને ડાબા પગમાં 5 ફ્રેકચર થયા છે. પોલીસે પણ અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી કરી નથી. મામલો મીડિયામાં આવ્યા પછીથી પોલીસ તેમને મળવા પહોંચી છે.

બિહારથી અહીં આવી ગઈ છે વિદ્યાર્થીનીની માતા

વિદ્યાર્થીનીની માતેએ જણાવ્યું કે તેમને જ્યારે આ ઘટના ઘટી ત્યારે જણાવવામાં આવ્યું હતું કે તેમની દિકરીનો અકસ્માત થયો છે. તે પછીથી તેઓ ગઈકાલે અહીં પહોંચ્યા છે. તેમની સ્થિતિ ખરાબ છે. ડોક્ટર હાલ કઈ પણ સ્પષ્ટ જણાવી રહ્યાં નથી. સ્વાતિની સાથે ઘાયલ થયેલી 2 વિદ્યાર્થીનીઓને સામાન્ય ઈજા પહોંચી હતી. તે પછી તેમને રજા આપવામાં આવી હતી.

બ્રેનમાં જામી ગયેલા લોહીને ડોક્ટરોએ કાઢ્યું, હાલ ક્રિટિકલ છે સ્થિતિ
સ્વાતિ સિંહની સારવાર કરી રહેલા ડોક્ટરે જણાવ્યું કે તેને બેભાન સ્થિતિમાં લાવવામાં આવી હતી. બ્રેનમાં લોહી જમા થઈ ગયું હતું, જેને કાઢી નાંખવામાં આવ્યું છે. છોકરીની સ્થિતિ ખૂબ જ નાજુક છે. પગમાં પણ ફેકચર છે. હાલ સ્થિતિ નાજુક છે.

નાશામાં હતો કાર ચાલક યુવક, 3 વિદ્યાર્થીનીઓને મારી ટક્કર

દિલ્હીની નજીક ગ્રેટર નોઈડામાં આ દુર્ઘટના 31 ડિસેમ્બરની રાતે બની હતી. નશાની સ્થિતિમાં સેન્ટ્રોમાં સવાર ત્રણ યુવકોએ બજારમાંથી સામાન લઈને ઘરે જઈ રહેલી ત્રણ વિદ્યાર્થીનીઓને જોરદાર ટક્કર મારી હતી. તે પછીથી કારમાં બેઠેલા યુવકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.

ગ્રેટર નોઈડા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં ચોથા વર્ષની વિદ્યાર્થીની છે

ગ્રેટર નોઈડા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં ચોથા વર્ષની વિદ્યાર્થીની સ્વાતિ સિંહ ગ્રેટર નોઈડામાં રહીને અભ્યાસ કરી રહી છે. દુર્ઘટના પછી આવેલા એક કાર ચાલકે ત્રણેયને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સાથે જ કાર ડ્રાઈવરે એ પણ જણાવ્યું કે કાર ખૂબ જ ખરાબ રીતે ચાલી રહી હતી.

આ પણ વાંચોઃ રાજ્યમાં પતંગની જીવલેણ દોરીએ 2નાં ભોગ લીધા, 24 કલાકમાં દોરીથી 3 અકસ્માત

માતા-પિતાની આર્થિક સ્થિતિ નબળી, મિત્રો એકત્રિત કરી રહ્યાં છે ડોનેશન
સ્વાતિનો જીવ બચાવવા માટે સ્ટુડન્ટ્સ ફાળો એકત્રિત કરી રહ્યાં છે. તેમની પાસે પૈસા ઘટી રહ્યાં છે. સ્વાતિના મિત્રો લોકોને અપીલ કરી રહ્યાં છે કે વધુને વધુ ફાળો આપો. કારણ કે સ્વાતિ સિંહના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી.
First published:

Tags: Accident CCTV, Friend, Road accident

विज्ञापन