તેજ રફ્તારમાં આવતી કાર ઝાડ સાથે ટકરાતા આગ લાગી, 3 યુવક સળગ્યા

અકસ્માત પછી કારમાં આગ લાગી

Accident news - ટક્કર એટલી જોરદાર હતી કે ઝાડ આખું ઉખડી ગયું હતું. આ પછી કારમાં આગ લાગી હતી અને સળગી ઉઠી હતી

 • Share this:
  રામગઢ : ઝારખંડના (jharkhand)રામગઢ (Ramgarh)જિલ્લામાં એક તેજ રફ્તાર કાર રસ્તામાં ઝાડ સાથે ટકરાઇ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કારમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માત (Accident)ફોરલેન પર ભુરકુંડા પાસે બન્યો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર ચાર લોકોમાંથી ત્રણ ગંભીર રુપથી ઇજાગ્રસ્ત થયા છે. આ બધા લોકો રામગઢ પોલીસ સ્ટેશન ક્ષેત્રના સિકરાના કૌવાબેડાના બતાવવામાં આવી રહ્યા છે. ઇજાગ્રસ્તોને પહેલા હોસ્પિટલ રામગઢ મોકલવામાં આવ્યા હતા. તેમની ગંભીર હાલત જોઈને તેમને રાંચી રિમ્સ રેફર કરી દેવામાં આવ્યા છે.

  કાર સળગી ઉઠી

  મળેલી જાણકારી પ્રમાણે મારુતી બ્રેઝા કાર પતરાતુથી ભુરકુંડા તરફથી આવી રહી હતી. તેની ઝડપ ઘણી હતી. જેનાથી તે અનિયંત્રિત થઇ ગઈ અને રસ્તામાં ઝાડ સાથે ટકરાઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઝાડ આખું ઉખડી ગયું હતું. આ પછી કારમાં આગ લાગી હતી અને સળગી ઉઠી હતી.

  આ પણ વાંચો - પોલીસ કર્મીએ પ્રેમિકા વર્ષા પટેલની હત્યા કરી, લાશને કોથળામાં ભરીને તળાવમાં ફેંકી દીધી

  દુર્ઘટનાની સૂચના મળવા પર સ્થાનીય ભદાનીનગર પોલીસે તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જોકે ત્યાં સુધી કાર બળીને રાખ થઇ ગઈ હતી. કારમાં આગ લાગ્યા પછી રસ્તામાં ઘણી ભીડ થઇ ગઈ હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી બધા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ડોક્ટરોએ ઇજાગ્રસ્તોની ગંભીર સ્થિતિ જોતા રિમ્સ રાંચીમાં શિફ્ટ કર્યા હતા.

  આ પણ વાંચો - ભાણાના મામેરામાં બે કોથળામાં રૂપિયા ભરીને પહોંચ્યા 3 મામા, બધી નોટો ગણતા લાગ્યા 3 કલાક

  બતાવવામાં આવી રહ્યું છે કે કારમાં કૌવા બેડાના પ્રવીણ કુમાર, રમન કુમાર, રાજકુમાર અને અમન કુમાર સવાર હતા. આ બધા પતરાતૂથી ભુરકુંડા આવી રહ્યા હતા.

  રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર અકસ્માતમાં 6 ના કરૂણ મોત

  રાજકોટ (Rajkot)ગોંડલ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ગોંડલ નજીક ભોજપરા અને બિલિયાળા વચ્ચે એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 6 ના મોત થયા છે. જ્યારે 1 ને ઈજા પહોંચી છે. અકસ્માતના બનાવને લઈને 108 એમ્બ્યુલન્સ અને હાઇવે ઓથોરિટીનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. કાર રાજકોટથી ગોંડલ તરફ આવતી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો છે. માહિતી મુજબ કારનું ટાયર ફાટતા કાર ડિવાઇડર કુદી રોંગ સાઈડમાં આવીને એસ.ટી. બસ સાથે અથડાઈ હતી.
  Published by:Ashish Goyal
  First published: