PM મોદીએ 'ગરીબી', 'વિકાસ'ને બદલે 'પાકિસ્તાન' અને 'ચોકીદાર' પર કર્યું ફોકસ !

News18 Gujarati
Updated: April 30, 2019, 6:25 PM IST
PM મોદીએ 'ગરીબી', 'વિકાસ'ને બદલે 'પાકિસ્તાન' અને 'ચોકીદાર' પર કર્યું ફોકસ !

  • Share this:
ઈન્ડિયા ટૂડેના ડેટા ઈન્ટેલિજન્સ યૂનિટ (DIU)એ 2014 અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન મોદીના ભાષણનું વિશ્લેષણ કર્યું છે અને તેમાં જોવા મળ્યું છે કે, તેમની કન્ટેન્ટનું ફોકસ બદલાયુ છે. મોદીના ભાષણોમાં હવે 'ગરીબી'ની જગ્યાએ 'ચોકીદાર'ને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે.વિશ્લેષણ માટે મોદીના 2014 અને 2019ના ચૂંટણી પહેલાંના 5-5 ભાષણો લેવામાં આવ્યા છે. જેમકે 2014માં પટના, વારાણસી, દિલ્હી, ચેન્નાઈ અને મેરઠના ભાષણોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જ્યારે 2019માં ભાગલપુર, કેન્દ્રપાડા, મુરાદાબાદ, પણજી અને બુનિયાદપુરના ભાષણો લેવામાં આવ્યા છે.

2014માં મોદીના ભાષણમાં 'ગરીબી' ઉપર વધારે ફોકસ કરવામાં આવતુ હતું. તે શબ્દ તેમના ભાષણમાં 55 વખત વાપરવામાં આવ્યો હતો. જ્યારે 2019માં મોદીના ભાષણોમાં સૌથી વધુ બોલાયેલા શબ્દો ચોકીદાર, પાકિસ્તાન અને સેના છે. ગરીબીનો ઉલ્લેખ મોદીએ કર્યો છે પરંતુ તેની ફ્રિક્વન્સી ઘણી ઓછી થઈ છે. 2014માં મોદીના ભાષણમાં ગરીબ સિવાય કોંગ્રેસ (43), બીજેપી (31), ગુજરાત (28), ખેડૂત (28) અને વિકાસ (25) સૌથી વધારે બોલાતા શબ્દોમાં સામેલ છે.

અહીં ક્લિક કરી વાંચોઃ હવે નહીં જોવા મળે છકડો રીક્ષા, કંપનીએ પ્રોડક્શન બંધ કર્યું

2019ની વાત કરવામાં આવે તો વડાપ્રધાન મોદીના ભાષણમાં ચોકીદાર શબ્દનો સૌથી વધુ 106 વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. માર્ચમાં વડાપ્રધાને વિપક્ષ તરફથી ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા પછી ટ્વિટર ઉપર પણ 'મેં ભી ચૌકીદાર' કેમ્પેન શરૂ કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમની પાર્ટીના પ્રચાર દરમિયાન મોટા ભાગના ભાષણોમાં ચોકીદાર ચોર છેના સ્લોગનનો ઉપયોગ કરી રહ્યા છે. ચોકીદાર અને ગરીબી સિવાય 2019ના મોદીના ભાષણમાં પાકિસ્તાન (88), ભારતીય સૈન્ય (72), મોદી (42), કોંગ્રેસ (38), વિકાસ (12), ખેડૂત (23) અને બીજેપી (21) શબ્દનો સૌથી વધુ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે.

2014ની લોકસભા ચૂંટણીમાં મોદી તેમના ભાષણોમાં વિકાસના ગુજરાત મોડલ પર ભાર આપતા હતા. તેથી તેમણે તે સમયે વિકાસ શબ્દનો 25 વખત અને ગુજરાત શબ્દનો 28 વખત ઉપયોગ કર્યો હતો. 2019માં તેમના ભાષણમાં વિકાસનો 31 વખત અને ગુજરાતનો માત્ર એક વાર જ ઉલ્લેખ કરાયો છે.
2014 અને 2019ની લોકસભા ચૂંટણી બંનેમાં મોદીના ભાષણમાં ખેડૂતો ટોપ પર રહ્યા છે. 2014ના ચૂંટણી ભાષણમાં મોદીએ ખેડૂત શબ્દનો ઉપયોગ 28 વખત અને 2019માં 23 વખત કર્યો છે.ગરીબી અને બેરોજગારી એવા મુદ્દા છે જેનો બીજેપીએ 2019ના મેનિફેસ્ટોમાં વિસ્તારથી ઉલ્લેખ કર્યો નથી. હાલના પીએમ મોદીના ભાષણમાં આ શબ્દોનો વધારે વખત ઉલ્લેખ કરાયો નથી.2014માં ગરીબી શબ્દનો મોદીએ તેમના ભાષણમાં 19 વાર ઉલ્લેખ કર્યો છે અને 2019ના ભાષણમાં તેનો માત્ર 3 વખત જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે બીજી બાજુ વિપક્ષનો ચૂંટણી માટે આ વખતે ગરીબી જ મુખ્ય મુદ્દો રહ્યો છે. તેઓ વારંવાર તેમની ન્યૂનતમ આવક યોજનાનો ઉલ્લેખ કરી રહ્યા છે.
આ જ રીતે મોદીના ભાષણમાં બેરોજગારી શબ્દનો ઉપયોગ 2014માં 6 વખત કરવામાં આવ્યો છે જ્યારે 2019માં આ શબ્દનો ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી. તાજેતરમાં જ આવેલા એક રિપોર્ટ પ્રમાણે બેરોજગારી ઓલ હાઈ સ્તરે છે.

મોદીએ પાકિસ્તાન અને આતંકવાદ શબ્દનો ઉપયોગ વર્ષ 2014 અને 2019 લોકસભા ચૂંટણીમાં ઉલ્લેખ કર્યો છે, પરંતુ તેનો સંદર્ભ અલગ અલગ હતો. 2014માં વડાપ્રધાન આતંકવાદનો ઉલ્લેખ પોતાના ભાષણોમાં માત્ર એક જ વખત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ અનેક આતંકવાદી ઘટનાઓને લઈને ચકિત છે. 2019માં તેઓએ આતંક, આતંકી અને આતંકવાદ શબ્દોનો ઉપયોગ કર્યો છે. મોદીએ પોતાના ભાષણમાં આ શબ્દનો ઉલ્લેખ 24 વખત કર્યો છે.2014ના ચૂંટણી ભાષણમાં મોદીએ ચાર વખત કહ્યું હતું કે પાકિસ્તાન ભારત માટે પરેશાની ઊભી કરી શકે છે. 2019માં વડાપ્રધાને ભાષણોમાં પાકિસ્તાન શબ્દનો ઉપયોગ 15 વખત કર્યો છે. પાકિસ્તાન અને આતંકવાદ બંને શબ્દ એક સાથે મોદીના 2019ના ભાષણોમાં આવ્યા પરંતુ 2014માં એવું ન હતું.

રસપ્રદ છે કે પીએમ મોદીના ભાષણોમાં પાંચ વર્ષમાં મોદી શબ્દનો ઉપયોગ વધ્યો છે તો બીજી તરફ ભાજપ શબ્દનો ઉલ્લેખ ઘટ્યો છે. 2014માં મોદીએ ભાજપ શબ્દનો ઉપયોગ 33 વખત અને મોદીનો 11 વખત કર્યો છે. જો કે 2019માં પીએમએ મોદી શબ્દનો ઉપયોગ 42 વખત અને ભાજપ શબ્દનો ઉપયોગ 24 વખત કર્યો છે.
પીએમ મોદીએ 2014 અને 2019માં કોંગ્રેસ શબ્દનો ઉપયોગ પણ ભાજપ શબ્દના ઉચ્ચારણથી વધુ વખત કર્યો છે. જો કે આ પાંચ વર્ષમાં ફ્રિકવન્સી ઘટી ગઈ છે. 2014માં મોદીના ભાષણોમાં કોંગ્રેસનો ઉલ્લેખ 45 વખત આવ્યો હતો તો 2019માં તે ઘટીને 38 વખત થયો છે. 2014માં કોંગ્રેસ મોદીના ભાષણોમાં બોલનારો બીજો ટોપનો શબ્દ હતો. જે 2019માં ચોથા નંબરે આવી ગયો છે. પહેલાં ત્રણ સ્થાન પર ચોકીદાર, ગરીબ અને મોદી શબ્દો છે.
First published: April 30, 2019, 6:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading