અનોખી ઓફર: અહીં મળે છે અનલિમિટેડ થાળી, ફક્ત 5 પૈસામાં 35 પ્રકારની ડીશ મળશે
સ્પેશિયલ અનલિમિટેડ થાળી
આંધ્ર પ્રદેશના વિજયવાડાની એક રેસ્ટોરન્ટ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. રેસ્ટોરન્ટના માલિકે એવી એવી ઓફર કાઢી છે, જેને સાંભળતા જ લોકોની લાંબી લાંબી લાઈનો લાગી ગઈ છે. હકીકતમાં વિજયવાડાની એક રેસ્ટોરન્ટના ગ્રાહકો માટે 35 અલગ અલગ વ્યંજનોવાળી અનલિમિટેડ થાળીની ઓફર રાખી છે. અહીં ખાવા માટે ફક્ત 5 પૈસા આપવા પડે છે.
વિજયવાડા: આંધ્ર પ્રદેશના વિજયવાડાની એક રેસ્ટોરન્ટ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. રેસ્ટોરન્ટના માલિકે એવી એવી ઓફર કાઢી છે, જેને સાંભળતા જ લોકોની લાંબી લાંબી લાઈનો લાગી ગઈ છે. હકીકતમાં વિજયવાડાની એક રેસ્ટોરન્ટના ગ્રાહકો માટે 35 અલગ અલગ વ્યંજનોવાળી અનલિમિટેડ થાળીની ઓફર રાખી છે. અહીં ખાવા માટે ફક્ત 5 પૈસા આપવા પડે છે.
રેસ્ટોરન્ટના માલિકનું કહેવું છે કે, અમે રેસ્ટોરન્ટ 2 મહિના પહેલા શરુ કરી હતી. આ ઓફરને પ્રચાર માટે ઉપયોગ કર્યો હતો. અમને આટલી ભીડ થશે તેવો વિશ્વાસ નહોતો. તે શરુમાં 50 લોકો માટે મફત હતી અને બાદમાં 50 ટકાની છૂટ આપવામાં આવી હતી.
आंध्र प्रदेश: विजयवाड़ा में एक रेस्तरां ने 5 पैसे में लोगों को असीमित थाली दी।
रेस्तरां मालिक ने कहा,"हमने रेस्तरां 2 महिने पहले शुरू किया था और यह प्रचार के लिए इस्तेमाल किया था। हमें इतनी भीड़ की उम्मीद नहीं थी। यह शुरू के 50 लोगों के लिए मुफ्त थी और बाद में 50% की छूट दी थी।" pic.twitter.com/qY0htdNzmr
રેસ્ટોરન્ટના માલિકનું કહેવું છે કે, અનલિમિટેડ થાળીની ઓફર પ્રમોશન માટે ઉપયોગ કરી હતી. રેસ્ટોરન્ટનું પ્રમોશન અમે 5 પૈસાની ઓફરથી શરુ કરી હતી. અમે પહેલી 50 થાળી માટે મફતમાં 5 પૈસાની બદલામાં વેચી છે. બાદમાં અમે 500થી વધારે ગ્રાહકોને 50 ટકા છૂટ પર થાળી પિરસી હતી. તેમણે કહ્યું કે, અનલિમિટેડ થાળીમાં 35 અલગ અલગ વ્યંજન પિરસવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતી, રાજસ્થાની અને ઉત્તર ભારતની ડિશ સામેલ છે.
રેસ્ટોરન્ટના બીજા ઓનરનું કહેવું છે કે, આ ઓફર દ્વારા અમે ગ્રાહકોને રાજસ્થાની, ગુજરાતી અને ઉત્તર ભારતના વ્યંજનો પિરસી શકીએ. અમે વધુમાં વધુ લોકો સુધી પહોંચવા માગતા હતા. પહેલા અમે 5 પૈસાની ઓફર આપી હતી, બાદમાં અમે 50 ટકાની છુટ આપી હતી.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર