Home /News /national-international /'પદ્માવત' સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથનું અનોખું કનેક્શન!

'પદ્માવત' સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથનું અનોખું કનેક્શન!

યોગી આદિત્યનાથ (ફાઈલ તસવીર)

જાયસીની પદ્માવતનું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથી સાથે પણ અનોખું કનેક્શન છે.

    લખનઉઃ ઉત્તર પ્રદેશ સહિત આખા દેશમાં સંજય લીલા ભણશાલીની ફિલ્મને લઈને ધમાલ ચાલી રહી છે. પદ્માવત ફિલ્મ મલિક મોહમ્મદ જાયસીની કાલજયી રચના પર આધારિત છે. પરંતુ જાયસીની પદ્માવતનું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથી સાથે પણ અનોખું કનેક્શન છે. હકીકતમાં જાયસી અને સીએમ યોગીના ગુરુ ગોરખનાથનું જન્મસ્થળ એક જ છે. મલિક મોહમ્મદ જાયસી અને ગુરુ ગોરખનાથનો જન્મ અમેઠીના જાયસ કસબામાં જ થયો હતો.

    અમેઠી જિલ્લાના જાયસ કસબા સ્થિત ગુરુ ગોરખનાથ અને જાયસીનું જન્મ સ્થળ આજે ખૂબ જ ખરાબ હાલતમાં છે. આશરે 15 વિધાથી વધારે જમીન પર બનેલા ગોરખનાથ મંદિર પાસે આજે ફક્ત પાંચ વિઘા જમીન જ બચી છે. બાકીની જમીન પર ગુંડા તત્વોએ કબજો કરી લીધો છે. આ મંદિરની સારસંભાળ ન થતી હોવાને કારણે સાવ જર્જરિત થઈ ગયું છે. હવે અહીં ફક્ત ખંડેર જ બાકી વધ્યું છે.



    ખરાબ હાલતમાં રહેલું મલિક મોહમ્મદ જાયસીનું ઘર


    આ જ ખંડેરમાં બાબા ગોરખનાથ પિંડના સ્વરૂપમાં બિરાજમાન છે. આ જ મંદિરમાં અન્ય ત્રણ પિંડ પણ છે. જે તેમના શિષ્યના હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. મંદિરની દેખરેખ અહીંના પુજારીના પુત્ર નરસિંહ સનકર ઉર્ફે તોતારામ કરે છે. મંદિરની પાછળના ભાગની જમીન પર આવારા તત્વોએ કબજો કરી લીધો છે. મંદિરની બીજી તરફ મલિક મોહમ્મદ જાયસીનો જન્મ થયો હતો તે ઘર ખંડેર હાલતમાં આવેલું છે. યોગી સીએમ બન્યા બાદ લોકો એવી આશા રાખી રહ્યા છે કે તેઓ ગોરખનાથ મંદિર અને જાયસીના ઘરનો જીર્ણોદ્ધાર કરશે.

    ગોરખનાથના જન્મને લઈને અનેક કહાણી

    ગોરખનાથના જન્મને લઈને અનેક કહાણીએ પ્રસિદ્ધ છે. અનેક પુરાણોના પુસ્તકોમાં તેના વિશે લખવામાં આવ્યું છે. ગોરખનાથના જન્મને લઈને એક કહાણી સૌથી વધારે પ્રચલિત છે. અમેઠીના સાહિત્યકાર જગદીશ પીયૂષ કહે છે કે 'એવું કહેવામાં આવે છે કે એક વખત ગોરખનાથના ગુરુ મતસેન્દ્રનાથ અહીંથી નીકળ્યા હતા. ત્યારે તેને રસ્તામાં એક બ્રાહ્મણ મહિલા મળી હતી, તે ઉદાસ થઈને બેઠી હતી. મહિલાને જોઈને મતસેન્દ્રનાથ રોકાયા હતા અને તેની ઉદાસીનું કારણ પૂછ્યું હતું. મહિલાએ કહ્યું હતું કે તેને કોઈ પુત્ર નથી. બાદમાં મતસેન્દ્રનાથની એ મહિલાએ ખૂબ સેવા કરી હતી. જેનાથી ખુશ થઈને મતસેન્દ્રનાથે તેને એક ભભૂતિ આપી હતી અને કહ્યું હતું કે સ્નાન કર્યા બાદ તેને ખાઈ લે. બાદમાં તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. જોકે, મહિલા વિધવા હોવાને કારણે તેણે લોકશરમને કારણે ભભૂતિને એક છાણના ઢગલા પર ફેંકી દીધી હતી. 12 વર્ષ પછી એ જ રસ્તે ફરી મતસેન્દ્રનાથ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે એ મહિલાને તેના પુત્ર વિશે પૂછ્યું હતું. મહિલાએ તેને આખી કહાણી જણાવી ત્યારે મતસેન્દ્રનાથે જણાવ્યું કે મને તે છાણના ઢગલા પાસે લઈ જા. મતસેન્દ્રનાથ ત્યાં પહોંચ્યા અને ગોરખ...ગોરખ...ગોરખ એમ ત્રણ વખત બોલ્યા હતા. બાદમાં ત્યાં 12 વર્ષનો એક બાળક પ્રગટ થયો. બાબાએ તેને ગરખનાથ નામ આપ્યું હતું.'


    ખંડેરમાં ફેરવાય ગેલું ગોરખનાથનું જન્મસ્થળ


    રિપોર્ટઃ પપ્પૂ પાંડેય, ઈટીવી યૂપી
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Padmavat Movie, Yogi adityanath

    विज्ञापन
    विज्ञापन