દિલ્હીની રસ્ટોરાંમાં આર્ટિકલ-370 થાળી! કાશ્મીરીઓને 370 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

દિલ્હીની રસ્ટોરાંમાં આર્ટિકલ-370 થાળી! કાશ્મીરીઓને 370 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
દિલ્હીના કનૉટ પ્લેસ ખાતેના રેસ્ટોરાંમાં મળી રહી છે આર્ટિકલ-370 થાળી.

શાકાહારી થાળીની કિંમત 2,370 રુપિયા, કાશ્મીરની આ ખાસ વાનગીઓ માણવા મળશે

 • Share this:
  નવી દિલ્હી : જો તમે જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) નિવાસી છો તો દિલ્હી (Delhi)ના કનૉટ પ્લેસમાં આપના માટે ખાસ ઑફર છે. જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ-370 (Article-370) હટ્યા બાદ કનૉટ પ્લેસની એક રેસ્ટોરાં (Restaurant)માં લોકોને આર્ટિકલ-370 થાળી પીરસવામાં આવી રહી છે. કાશ્મીરી વ્યંજનોવાળી આ થાળીની સાથે કાશ્મીરીઓ માટે વિશેષ ઑફર પણ છે.

  કનૉટ પ્લેસ (Connaught Place) સ્થિત રેસ્ટોરાંએ આ થાળી પર જમ્મુ-કાશ્મીરના લોકોને વિશેષ ઑફર રૂપે 370 રૂપિયાની છૂટ આપી છે. જોકે, તેના માટે માત્ર જમ્મુ-કાશ્મીરનું હોવું પૂરતું નથી, પરંતુ સરકારી ઓળખપત્ર દર્શાવવું પડશે. આ સુપર સાઇઝ થાળીમાં અનેક અન્ય રાજ્યોના ફ્લેવર પણ માણવા મળશે.  અહીં શાકાહારી અને માંસાહારી બંને થાળીઓ મળી રહી છે.


  આ પણ વાંચો, જ્યારે મુંબઈના 40 માળના બિલ્ડિંગ પરથી વહેવા લાગ્યું 'ઝરણું'

  શાકાહારી અને માંસાહારી ગાળીમાં આ છે ખાસ વ્યંજન

  આ રેસ્ટોરાંની શાકાહારી થાળી (Veg Thali)ની કિંમત 2,370 રુપિયા છે, જ્યારે માંસાહારી થાળી (Non Veg Thali)ની કિંમત 2,699 રૂપિયા છે. તેમાં ટેક્સનો ઉમેરો થશે. શાકાહારી મેનૂમાં ખાસ કાશ્મીરી પુલાવ, ખમીરનો રોટી, નદરૂની શામી, દમ આલૂ અને કહવા છે. બીજી તરફ, માંસાહારી થાળીમાં કાશ્મીરી પુલાવ, ખમીરની રોટી, નદરૂની શામી, રોગન જોશ અને કહવાનો સ્વાદ માણી શકાશે.

  આ રેસ્ટોરાં પહેલા પણ વિશેષ થાળીઓ મેનૂમાં સામેલ કરી ચૂકી છે

  કનૉટ પ્લેસની આ રેસ્ટોરાંત ઓફ બીટ, વિશેષ થાળીઓ માટે જાણીતી છે. આ પહેલા આ રેસ્ટોરાંમાં મોદીજી 56 ઈંચ થાળી, બાહુબલી પિચર અને ચૂંટણી દરમિયાન યૂનાઇટેડ ઈન્ડિયાથાળી શરૂ કરી ચૂકી છે. આ થાળીઓ ખૂબ જ પ્રસિદ્ધ થઈ હતી.

  આ પણ વાંચો, 25 હજારનો દંડ થતાં યુવકે બાઇકને આગને હવાલે કરી દીધી!
  Published by:Mrunal Bhojak
  First published:September 06, 2019, 11:05 am