Home /News /national-international /ગજબ: ફ્લેટ કે બંગલો લેવાનું વિચારતા હોય તો, અહીં તમારા બજેટમાં મળી રહ્યું છે આખું ગામ

ગજબ: ફ્લેટ કે બંગલો લેવાનું વિચારતા હોય તો, અહીં તમારા બજેટમાં મળી રહ્યું છે આખું ગામ

જેટલી કિંમતે એક ગામડું મળે છે, તે જાણીને ચોંકી જશો (Credit- Twitter/@reisquarteu)

Village On Sale For 2.1 Crores: મોટા ભાગે લોકો જેટલી કિંમતમાં એક બંગલો ખરીદી શકે છે, એટલામાં તો સ્પેનમાં એક આખું ગામડું ખરીદી શકાય છે. આ ગામમાં 44થી વધારે ઘર આવેલા છે, જેનો માલિકીનો હક મળશે અને આ તમામ ઘર તેના થઈ જશે. બીબીસીના એક રિપોર્ટ અનુસાર, સ્પેનિશ ગામ સાલ્ત્રો દિ કાસ્ત્રો ફક્ત 2 કરોડ 16 લાખ અને 87 હજાર રૂપિયામાં વેચાવા માટે તૈયાર છે.

વધુ જુઓ ...
    Entire Spanish Village On Sale: એક શાનદાર ઘર ખરીદવાનું સપનું સૌ કોઈનું હોય છે. પણ માણસ પોતાના બજેટના હિસાબથી ફ્લેટ અથવા તો નાનુ ઘર ખરીદીને સંતોષ માની લેતા હોય છે. ત્યારે આવા સમયે જો કોઈ આખે આખું ગામ ખરીદવાનું વિચારે તો, તેની પાસે કેટલા રૂપિયા હોવા જોઈએ. આપ પણ એવું વિચારી રહ્યા હશો, પણ એવું જરાયે નથી. સ્પેનમાં જેટલી ઓછી કિંમતે એક આખું ગામડું મળે છે, તે જાણીએ આપ પણ ચોંકી જશો.

    મોટા ભાગે લોકો જેટલી કિંમતમાં એક બંગલો ખરીદી શકે છે, એટલામાં તો સ્પેનમાં એક આખું ગામડું ખરીદી શકાય છે. આ ગામમાં 44થી વધારે ઘર આવેલા છે, જેનો માલિકીનો હક મળશે અને આ તમામ ઘર તેના થઈ જશે. બીબીસીના એક રિપોર્ટ અનુસાર, સ્પેનિશ ગામ સાલ્ત્રો દિ કાસ્ત્રો ફક્ત 2 કરોડ 16 લાખ અને 87 હજાર રૂપિયામાં વેચાવા માટે તૈયાર છે.

    આ પણ વાંચો: અજબ હો, શું તમારે કરવી છે દ્રાક્ષ ખવડાવવાની નોકરી?, સારો પગાર અને ખાવા-પીવાનું મળશે ફ્રી

    2 કરોડમાં આખું ગામ ખરીદી શકશો


    રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, Salto de Castro સ્પેન અને પોર્ટુગલની સરહદ પર આવેલું એક ગામ છે. જે ઊંચા પહાડમાં આવેલુ છે. આ ગામ 30 વર્ષથી વેરાન છે અને ગામની ઈમારતો જર્જરિત થઈ ચુકી છે. ગામમાં 44 ઘર ઉપરાંત એક હોટલ, એક સ્કૂલ અને એક સામૂહિક સ્વિમીંગ પુર, સ્પોર્ટ્સ કોમ્પેક્સ અને એક જૂની સિવિલ ગાર્ડ બૈરેક પણ આવેલી છે. ગલિશિયાના એક શખ્સે Salto De Castro ગામને વર્ષ 2000ની આસપાસ પર્યટન સ્થળમાં ફેરવવાના ઈરાદે ખરીદ્યું હતું, પણ મંદીના કારણે તેનું આ સપનું સાકાર થયું નહીં.

    આટલામાં મળે છે ફક્ત એક બંગલો


    ગામની સ્પેનિશ વેબસાઈટ Idealista લિસ્ટ કરવામાં આવ્યું છે. વેબસાઈટમાં લખ્યું છે કે, હું વેચી રહ્યો છું કેમ કે હું એક શહેરી નિવાસી છું અને ગામની જાળવણી કરી શકતો નથી. બીબીસીના રિપોર્ટ અનુસાર, આ ગામને £227,000માં વેચવામા આવ્યું હતું. જે લગભગ 2 કરોડ રૂપિયા બરાબર થાય છે. આપણા દેશમાં તો અમદાવાદ જેવા શહેરમાં અથવા તો મેટ્રો શહેરોમાં એક લક્ઝૂરી અપાર્ટમેન્ટ અથવા તો શહેરથી થોડે દૂર એક વિલા અથવા તો બંગલો જ માંડ માંડ આવે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Ajab Gajab, Viral news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन