બાર્સિલોના સ્પેન : સ્પેન (Spain) માં લોકોમાં ગેગરેપની એક ઘટના પછી ખૂબ જ ગુસ્સો છે. લોકો કોર્ટના નિર્ણય વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વળી આ કેસમાં આરોપીઓને મુક્ત કરી દેવામાં આવ્યા છે. વાત 14 વર્ષની સગીર યુવતી પર 4 લોકો દ્વારા દુષ્કર્મની છે. આ ઘટના થઇ ત્યારે યુવતી બેભાન હતી.
બાર્સિલોનામાં કોર્ટે ગુરુવારે એક કેસમાં સજા સંભળાવી. જેમાં ચાર લોકોને યૌન શોષણ (Sexual Assault)ના આરોપી માન્યા જ્યારે તેમણે ગેંગરેપ કર્યો હતો. અને આ સજા હેઠળ તેમને ખાલી 10 થી 12 વર્ષની સજા થઇ પણ ગેંગરેપની સખત સજા ના થઇ. સાથે જ કોર્ટે તેમની પર 12,000 યૂરો એટલે કે લગભગ 9 લાખ 50 હજાર રૂપિયાનો દંડ ભરવાનું કહ્યું.
કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે યુવતી જે તે સમય દારૂ અને ડ્રગ્સના નશામાં હોવાના કારણે બેભાન હતી. આ કારણે આરોપીઓએ તેની સાથે હિંસા કે જબરદસ્તી નથી કરી. કાનૂન મુજબ દુષ્કર્મનો અપરાધ સિદ્ધ નથી થતો. 2016માં આ ઘટના થઇ હતી. બાર્સિલોનાની પાસે મનરેસા નામની જગ્યાએ એક ખાલી ફેક્ટીમાં યુવકો આ યુવતીને લઇને દારૂ પી રહ્યા હતા. કોર્ટે કહ્યું કે બળાત્કારનો શિકાર થયેલી યુવતી આ ઘટના સમયે બેભાન હતી. માટે શારિરીક સંબંધોને સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો તેની સ્થિતિ માટે સજાગ નહતી. સાથે જે યુવકો તેની સાથે આવું કર્યું તેમણે પણ કોઇ પ્રકારની જબરદસ્તી યુવતીથી નથી કરી.
જો કે બાર્સિલોનાના મેયર આ નિર્ણયને કડક શબ્દોમાં વખોડતા કહ્યું કે આ એક બુદ્ધિહીન નિર્ણય છે. તો બીજી તરફ મહિલા અધિકારોના સમુદાયે પણ સરકારને આ માટે કાનૂનમાં બદલાવ લાવવાનું દબાણ કર્યું છે. સ્પેનના ઉપ વડાપ્રધાન કારમેન કાલ્વોએ પણ આ મામલે કાનૂનમાં ફેરફાર લાવવાની વાત કરી છે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર