NASAએ અંતરિક્ષ યાત્રી સાથેની Space X કૅપ્સ્યૂલને સફળ રીતે પૃથ્વી પર ઉતારી

NASAએ અંતરિક્ષ યાત્રી સાથેની Space X કૅપ્સ્યૂલને સફળ રીતે પૃથ્વી પર ઉતારી
સ્પેસએક્સ દ્વારા ટ્વિટર પર મૂકવામાં આવેલી તસવીર

પાયલટ ડૌગ હર્લે કહ્યું કે 'વાસ્તવમાં આ અમારા માટે સન્માનની વાત છે.'

 • Share this:
  સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન ઇડેવરે રવિવારે બપોરે સફળ રીતે મેક્સિકોની ખાડીમાં ઉતરણ કર્યું. આ પહેલા પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કરવાની સાથે જ તે પેરાશૂટનો ઉપયોગ કરવામાં સફળ રહ્યું હતું. સ્પેશ શટલ યુગની શરૂઆતથી આ અમેરિકાનું પહેલું ક્રૂ સ્પેશશીપ છે જે અંતરીક્ષની કક્ષામાં પ્રવેશ કરીને સુરક્ષિત રીતે રવિવારે મેક્સિકોની ખાડીની સફળ રીતે ઉતર્યું છે. સ્પેસક્સ ક્રૂ ડ્રેગન એન્ડેવરે ચાર મુખ્ય પેરાશૂટ સાથે ધીરે ધીરે નીચે ઉતરી સ્પેસશિપ 2.48 વાગે પેન્સકોલોના તટમાં ઉતાર્યું. જેમાં બે અંતરિક્ષ યાત્રીઓમાંથી એક પાયલટ ડૌગ હર્લે કહ્યું કે વાસ્તવમાં આ અમારા માટે સન્માનની વાત છે.

  હર્લે અને કમાન્ડર બૉબ બેહેનકેન જેમણે આંતરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશનમાં બે મહિના વ્યતિત કર્યા તેમના માટે એક રિકવરી બોટ મોકલવામાં આવી છે. આ મિશનની સફળતાથી સાફ થઇ ગયું છે કે અમેરિકા પોતાના અંતરીક્ષ યાત્રીઓને અંતરીક્ષમાં મોકલી તેમને પાછા લાવવાની ક્ષમતા રાખે છે.  રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપે જે બે મહિના પહેલા કેપસ્યૂલને લૉન્ચ કર્યું હતું તે પણ સુરક્ષિત પાછું આવ્યું છે. જે વાતની પ્રશંસા ટ્રંપે કરતા કહ્યું કે તમામને ધન્યવાદ, બે મહિનાના આ મિશન પછી નાસાના અંતરીક્ષ યાત્રી પૃથ્વી પર પરત ફર્યા.  2011માં અંતિમ અંતરિક્ષ શટલની ઉડ્ડાન ભર્યા પછી અમેરિકાને આ ઉદ્દેશ માટે રશિયા પર નિર્ભર રહેવું પડતું હતું.

  આ મિશન એલન મસ્કના સ્પેસએક્સ પ્રોજેક્ટ માટે પણ એક મોટી જીત છે, અમેરિકાની બે કંપનીએ તેમના સ્પેસ ટેક્સી કૉન્ટ્રેક્ટ્સ માટે તેમને લગભગ 7 બિલિયન ડૉલર ચૂકવ્યા હતા.
  Published by:Chaitali Shukla
  First published:August 03, 2020, 11:43 am