જાપાનના બિલિયોનેર અને તેમના આસિસ્ટન્ટ જશે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની યાત્રાએ

જાપાનના બિલિયોનેર અને તેમના આસિસ્ટન્ટ જશે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની યાત્રાએ

  • Share this:

નવી દિલ્લી:  રશિયાની સ્પેસએજન્સી રોસ્કોસ્મોસે ગુરુવારે કહ્યું કે જાપાનીઝ બિલિયોનેર એન્તરપ્રિન્યોર યુસાકુ મીઝાવા અને તેમના આસિસ્ટન્ટ યોઝો હિરાનો આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની યાત્રા કરશે. મૈઝાવા અને હિરાનો રશિયન “સોયુઝ MS-20” અંતરિક્ષ યાનમાં જશે, જેને 8 ડિસેમ્બર 2021ના રોજ કઝાકિસ્તાનના બૈકોનુર કોસમોડ્રોમથી લોન્ચ કરવામાં આવશે.45 વર્ષીય મૈઝાવાએ ઓનલાઈન રિટેઈલમાં પોતાનું નસીબ અજમાવ્યું  છે અને તેમની વર્ષ 2023માં ચંદ્રની આસપાસ સ્ટારશીપ સ્પેસક્રાફટ ઓફ સ્પેસX મિશનમાં ભાગ લેવાની યોજના છે. રોસ્કોમોસ US બિલિયોનેર એલન મસ્કના હરીફ છે.

મૈઝાવા અને ફિલ્મ પ્રોડ્યુસર હિરાનો મિશનનું ડોક્યુમેન્ટીંગ કરશે. રોસ્કોમોસે જણાવ્યું કે, મોસ્કોની બહાર સ્ટાર સિટીના યુરી ગાગરિન કોસ્મોનૌટ ટ્રેનિંગ સેન્ટરમાં જૂનમાં પ્રિ-ફ્લાઈટની ટ્રેનિંગ શરૂ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, ફ્લાઈટ 12 દિવસ સુધી ચાલશે અને કોસ્મોનોટ એલેક્ઝેન્ડર મિસુર્કિન ક્રૂનું નેતૃત્વ કરશે.

મૈઝાવાએ રોસ્કોમોસને જણાવ્યું કે, “હું ખૂબ જ ઉત્સુક છું, અવકાશમાં કેવું જીવન હશે? તે વિશે હું યુટ્યુબ ચેનલ પર લોકો સાથે વાત શેર કરવાનો પ્લાન કરી રહ્યો છું.”

પહેલી વાર સોયુઝ સ્પેસ રોકેટમાં ત્રણમાંથી બે જગ્યા પર ટુરિસ્ટ સફર કરશે.

2009માં રોસ્કોમોસ એક ટુરિસ્ટને ISS લઈ ગયું હતું. આ દરમિયાન સરક્યુ ધ સોલેઈલના કો-ફાઉન્ડર કેનેડિયન વ્યક્તિ લાલિબર્ટને લઈ જવામાં આવ્યા હતા.

આ ટુરિસ્ટ ફ્લાઈટ ફરી શરૂ કરવામાં આવી, જયારે સ્પેસXએ રોકેટ નાસાના અંતરિક્ષયાત્રીઓને સફળતાપૂર્વક અવકાશમાં પહોંચાડ્યા બાદ રોસ્કોસ્મોસે ક્રૂઝને ISS માં લઈ જવા માટેની મોનોપોલી ગુમાવી છે.
Published by:kuldipsinh barot
First published:May 14, 2021, 17:17 pm

ટૉપ ન્યૂઝ