મંગળયાન આજથી 15 દિવસ માટે બ્લેકઆઉટ

મંગળના ચક્કર લગાવી રહેલું દેશનું પ્રથમ મંગળયાન આજથી 15 દિવસ માટે બ્લેક આઉટમાં ચાલ્યું જશે. આ દરમિયાન મંગળયાનનો ધરતી સાથેનો સંપર્ક ખોરવાશે.

મંગળના ચક્કર લગાવી રહેલું દેશનું પ્રથમ મંગળયાન આજથી 15 દિવસ માટે બ્લેક આઉટમાં ચાલ્યું જશે. આ દરમિયાન મંગળયાનનો ધરતી સાથેનો સંપર્ક ખોરવાશે.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # મંગળના ચક્કર લગાવી રહેલું દેશનું પ્રથમ મંગળયાન આજથી 15 દિવસ માટે બ્લેક આઉટમાં ચાલ્યું જશે. આ દરમિયાન મંગળયાનનો ધરતી સાથેનો સંપર્ક ખોરવાશે.

વાસ્તવમાં 8મી જૂનથી 22મી જૂન સુધી મંગળ અને પૃથ્વી વચ્ચે સૂર્ય આવી જવાથી મંગળયાનનો પૃથ્વી સાથેનો સંપર્ક તૂટી જશે. આ દરમિયાન મંગળયાન ઓટો મોડમાં આવી જશે અને પોતાની મેળે સ્વયં સંચાલિત થશે.

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો)ના જણાવ્યા મુજબ આવું પ્રથમ વખતે બની રહ્યું છે કે મંગળયાન 15 દિવસ માટે પૃથ્વીના સંપર્કથી દુર રહેશે. પરંતુ બ્લેક આઉટ બાદ ફરીથી તે પુન: સંપર્કમાં આવી જશે.

નોંધનિય છે કે, ભારતે અંતરિક્ષમાં ઇતિહાસ રચતાં ગત વર્ષે 24મી સપ્ટેમ્બરે સ્વદેશી મંગળયાનને સફળતાપૂર્વક પ્રથમ પ્રયાસમાં જ મંગળ ગ્રહની ભ્રમણ કક્ષામાં પ્રસ્થાપિત કર્યું હતું. ભારત પહેલા અમેરિકા, રશિયા અને યૂરોપિય સંઘ જ મંગળ પર સફળતાપૂર્વક યાન મોકલવામાં સફળ થયા છે.
First published: