Home /News /national-international /

Sex Racket: સ્પા સેન્ટરના બેઝમેન્ટમાં ચાલી રહ્યો હતો દેહ વેપારનો ધંધો, આપત્તિજનક હાલતમાં મળ્યા કપલ, 9 લોકોની ધરપકડ

Sex Racket: સ્પા સેન્ટરના બેઝમેન્ટમાં ચાલી રહ્યો હતો દેહ વેપારનો ધંધો, આપત્તિજનક હાલતમાં મળ્યા કપલ, 9 લોકોની ધરપકડ

પોલીસે જણાવ્યું કે સ્પા સેન્ટરનો એક અશ્લીલ વીડિયો મળ્યો છે (પ્રતિકાત્મક તસવીર)

Uttar Pradesh News - પોલીસે સ્પા સેન્ટરની અંદર તપાસ કરી તો બે રૂમમાં બે કપલ વાંધાજનક હાલતમાં મળી આવ્યા હતા

    ગાજિયાબાદ : દિલ્હીની નજીક ગાઝિયાબાદ (Ghaziabad) માં પોલીસ-પ્રશાસનની સંયુક્ત ટીમે કૌશામ્બી વિસ્તારમાં સ્થિત મહાગુન મોલના સ્પા સેન્ટર (Spa center) પર દરોડો પાડીને 5 પુરૂષો અને 4 યુવતીઓની ધરપકડ કરી છે. પોલીસનો દાવો છે કે અહીં સ્પાની આડમાં સેક્સ રેકેટ (Sex Racket) ચાલતું હતું. હાલમાં સ્પા સેન્ટરને સીલ કરી દેવામાં આવ્યું છે. કૌશામ્બી પોલીસ સ્ટેશન વિસ્તારના વૈશાલી સેક્ટર-3માં મહાગુન મોલના ભોંયરામાં રૂદ્ર સ્પા સેન્ટર નામથી આ સ્પા સેન્ટર ચાલતું હતું. ધરપકડ કરાયેલા લોકોમાં સેન્ટર સંચાલિકા પણ સામેલ છે. પોલીસે જણાવ્યું કે સ્પા સેન્ટરનો એક અશ્લીલ વીડિયો મળ્યો છે.

    પોલીસના ઉચ્ચ અધિકારીઓને મહાગુન મોલના સ્પા સેન્ટરનો અશ્લીલ વીડિયો મળ્યો હતો. આ વાતની જાણ પોલીસ અધિકારી ઈન્દિરાપુરમ અભય કુમાર મિશ્રાને કરવામાં આવી હતી. ત્યારે ગુરુવારે મોડી સાંજે, અભય કુમાર મિશ્રા અને એડિશનલ મ્યુનિસિપલ મેજિસ્ટ્રેટ II નિખિલ ચક્રવર્તી અને પોલીસ ટીમે મહાગુન મોલના ભોંયરામાં ચાલતા રુદ્ર સ્પા સેન્ટર પર દરોડો પાડ્યો હતો. પોલીસ અને વહીવટી ટીમને જોઈને નાસભાગ મચી ગઈ હતી.

    આ પણ વાંચો - ભારતમાં ખતમ થઇ ગયો કોરોનો! રાજ્યોમાં પ્રતિબંધ હટાવવાને એક્સપર્ટ્સે ગણાવી ઉતાવળ, આપી આવી ચેતવણી

    પોલીસે નીતિન નિવાસી મંડાવલી દિલ્હી, રશીદ અલ્વી (રહે દિલશાદ ગાર્ડન દિલ્હી) અજય કુમાર (રહે સાહિબાબાદ) કુણાલ (રહે સાહિબાબાદ) અને અંકિત (રહે ઈન્દિરાપુરમ) તથા ચાર મહિલાઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં સેન્ટર ઓપરેટર પણ સામેલ છે. સીઓ અભય કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે યુવતીઓની પૂછપરછ કરવામાં આવી હતી. રિસેપ્શન પર હાજર યુવતીએ તેને વધુ પૈસા કમાવવાની લાલચ આપી દેહવ્યાપારના ગંદા ધંધામાં સંડોવી હોવાનું જાણવા મળ્યું હતું. તેણે કહ્યું કે સ્પા સેન્ટરનો એક અશ્લીલ વીડિયો મળ્યો છે.

    યુગલો વાંધાજનક હાલતમાં મળી આવ્યા

    પોલીસને દિલ્હીના જીટીબી એન્ક્લેવમાં રહેતી એક યુવતી અને મંડાવલી દિલ્હીનો રહેવાસી શખ્સ રિસેપ્શન સેન્ટરમાં હાજર જોવા મળ્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે ગ્રાહકોની રાહ જોઈ રહી હતી. જ્યારે પોલીસે સ્પા સેન્ટરની અંદર તપાસ કરી તો બે રૂમમાં બે કપલ વાંધાજનક હાલતમાં મળી આવ્યા હતા. સ્પા સેન્ટર ચલાવનારાઓમાં રાજકુમાર નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે, જે ફરાર છે. પોલીસે તમામ સામે વેશ્યાવૃત્તિ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે. હાલ પોલીસ સ્પા સેન્ટરના સંચાલકની શોધમાં દરોડા પાડી રહી છે.
    First published:

    Tags: Ghaziabad, Spa center

    આગામી સમાચાર