Home /News /national-international /Pushparaj Jain IT Raid: SP MLC પુષ્પરાજ જૈન પોલિસ કસ્ટડીમાં, કન્નોજથી કાનપુર લઈ ગઈ આવકવેરા વિભાગની ટીમ

Pushparaj Jain IT Raid: SP MLC પુષ્પરાજ જૈન પોલિસ કસ્ટડીમાં, કન્નોજથી કાનપુર લઈ ગઈ આવકવેરા વિભાગની ટીમ

સમાજવાદી પાર્ટીના એમએલસી પુષ્પરાજ જૈનને આવકવેરા વિભાગે કસ્ટડીમાં લીધા છે.

Pushparaj Jain News: SP MLC પુષ્પરાજ જૈનના ઘરે છેલ્લા 72 કલાકથી પણ વધુ સમય સુધી આવકવેરા વિભાગ દ્વારા દરોડા ચાલુ હતા. સવારે આવકવેરા વિભાગના કેટલાક અધિકારીઓ અને અડધો ડઝન પોલીસકર્મીઓ પમ્પી જૈનના ઘરે પહોંચ્યા હતા.

કાનપુર. કન્નૌજના જાણીતાં પરફ્યુમ વેપારી અને સમાજવાદી પાર્ટીના એમએલસી પુષ્પરાજ જૈન (Pushparaj Jain detained) ઉર્ફ પમ્પી જૈનને આવકવેરા વિભાગે (Income Tax Raid) કસ્ટડીમાં લીધા છે. આવકવેરા વિભાગની ટીમ સપા એમએલસીને પોતાની સાથે કન્નૌજથી કાનપુર લઈ ગઈ છે. આ સાથે ટીમ પોતાની સાથે કેટલાય દસ્તાવેજો પણ લઈ જતી જોવા મળી.

SP MLC પુષ્પરાજ ઉર્ફે પમ્પી જૈનના ઘરે છેલ્લા 72 કલાકથી પણ વધુ સમય સુધી આવકવેરા વિભાગ દ્વારા દરોડા ચાલુ હતા. સવારે આવકવેરા વિભાગના કેટલાક અધિકારીઓ અને અડધો ડઝન પોલીસકર્મીઓ પમ્પી જૈનના ઘરે પહોંચ્યા હતા. આ પછી 9 વાગ્યાની આસપાસ આ ટીમ પુષ્પરાજ જૈનને તેમની સાથે લઈ જતી જોવા મળી હતી. અહેવાલ છે કે કનૌજમાં જૈનના ઘર અને કારખાનામાં પોલીસકર્મીઓ હજુ પણ હાજર છે.

પુષ્પરાજ જૈન કોણ છે?

પુષ્પરાજ જૈનની રિજનલ ઓફિસ મુંબઈમાં છે. તેમના પરફ્યુમનો કારોબાર મિડલ ઈસ્ટ દેશોમાં ફેલાયેલો છે. 60 વર્ષીય પુષ્પરાજ જૈન કન્નૌજમાં બહુ જાણીતાં પરફ્યુમના વેપારી છે. તેમની પાસે પેટ્રોલ પંપ અને કોલ્ડ સ્ટોરેજ યુનિટ છે. તેઓ ખેતીમાંથી પણ કમાણી કરે છે અને તેમની પાસે મુંબઈમાં ઘર અને ઓફિસ છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ અખિલેશ યાદવે ‘સમાજવાદી અત્તર’ નામથી પરફ્યુમ લોન્ચ કર્યું હતું. આ દરમ્યાન સપા એમએલસી પુષ્પરાજ જૈન પણ હાજર હતા કેમકે, આ પરફ્યુમને તેમને જ તૈયાર કર્યું હતું.

આ પણ વાંચો: માર્ચમાં કોરોનાના દૈનિક 1.8 લાખ કેસ આવશે પરંતુ એપ્રિલમાં થશે સમાપ્ત: કાનપુરના પ્રોફેસરનો દાવો

મધ્ય પૂર્વના દેશો સુધી ફેલાયો છે બિઝનેસ

પુષ્પરાજ જૈન 2016માં ઇટાવા-ફર્રુખાબાદથી MLC તરીકે ચૂંટાયા હતા. તે પ્રગતિ રોમા ઓઈલ ડિસ્ટિલર્સ પ્રાઈવેટ લિમિટેડના સહ-માલિક છે. તેમના આ બિઝનેસની શરૂઆત તેમના પિતા સવૈલલાલ જૈન દ્વારા 1950માં કરવામાં આવી હતી. પુષ્પરાજ અને તેમના ત્રણ ભાઈઓ કન્નૌજમાં બિઝનેસ ચલાવે છે અને એક જ ઘરમાં રહે છે. MLC પુષ્પરાજનું મુંબઈમાં એક ઘર અને ઓફિસ છે, જ્યાંથી મુખ્યત્વે મધ્ય પૂર્વના લગભગ 12 દેશોમાં નિકાસનો સોદો થાય છે. તેના ત્રણ ભાઈઓમાંથી બે મુંબઈ ઓફિસમાં કામ કરે છે જ્યારે ત્રીજો તેમની સાથે કન્નૌજમાં મેન્યુફેક્ચરિંગ સેટઅપ પર કામ કરે છે.
First published:

Tags: IT raid, Police custody, Pushpraj Jain, Uttar prades

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો