Home /News /national-international /VIDEO: મારી પત્ની સુંદર અને હું કરું છું કાંડ, ‘સુંદર કાંડ’ને લઇને સપા ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન

VIDEO: મારી પત્ની સુંદર અને હું કરું છું કાંડ, ‘સુંદર કાંડ’ને લઇને સપા ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન

સપા ઉમેદવાર અમિતાભ બાજપેઇએ (Amitabh Bajpai Video)સુંદર કાંડને (Sundara Kanda) લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું

up election 2022 - સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અમિતાભ બાજપેઇએ (Amitabh Bajpai Video)સુંદર કાંડને (Sundara Kanda) લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે

    કાનપુર : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં (up election 2022) નેતાઓના વિવાદિત નિવેદનો અટકવાનું નામ લેતા નથી. કાનપુરના આર્યનગરથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અને સપા ઉમેદવાર અમિતાભ બાજપેઇએ (Amitabh Bajpai Video)સુંદર કાંડને (Sundara Kanda) લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. સુંદર કાંડ વિશે ખરાબ વાત કરવાને લઇને સપા ઉમદવારની ઘણી ટિકા થઇ રહી છે. સુંદર કાંડને લઇને અમિતાભ બાજપેઇએ (Amitabh Bajpai)કહ્યું કે મારી પત્ની સુંદર છે અને હું કાંડ કરતો રહું છું જેથી સુંદરકાંડનું આયોજન કરાવ્યું છે.

    સપાના ઉમેદવાર અમિતાભ બાજપેઇએ ગુરુવારે પોતાના પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વસ્ત્રો પર કટાક્ષ કરતા સુંદર કાંડની અમર્યાદિત વ્યાખ્યા કરી હતી. તેમણે કહ્યું કે આજે મારા લગ્નની 25મી વર્ષગાંઠ છે. અમે પણ સુંદર કાંડનો પાઠ કરાવીને લગ્નની 25મી એનિવર્સરી મનાવી છે. અમને બધા કહી રહ્યા છે કે સુંદર કાંડ કેમ કરાવી રહ્યા છો, જાવ ક્યાંક પત્નીને ફરવા લઇ જાવ. મેં કહ્યું મારી પત્ની સુંદર છે અને હું કાંડ કરતો રહું છું. જેથી મેં સુંદર કાંડ કરાવ્યો છે.

    આ પણ વાંચો - Dowry Cases : 1 રૂપિયાની વાત પર નક્કી થયો હતો સંબંધ, પછી દહેજમાં ક્રેટા ના આપી તો લગ્નના એક દિવસ પહેલા તોડી સગાઇ



    અમિતાભ બાજપેઇએ આગળ કહ્યું કે આમ તો પત્ની તમારી પણ સુંદર છે. મેં ધારીને જોઈ નથી પણ લોકોએ મને જણાવ્યું છે. મારી પત્ની સુંદર છે, આ તમે લોકોએ તો જોઈ જ હશે. આજકાલ ઘણી જગ્યાએ જઈ કહી છે, જેણે ના જોઈ હોય તે જોઇ લેજો. પણ ઠીક નજરથી જોજો કારણ કે હું તો કાંડ કરતો રહું છું. તમને જણાવી દઈએ કે કાનપુરમાં 20 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે.

    આર્યનગર વિધાનસભા સીટથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અમિતાભ બાજપેઇ માટે બોલિવુડ અભિનેત્રી અમીષા પટેલે ચૂંટણી પ્રચાર કર્યો હતો. અમીષા પટેલે લોકોનું અભિવાદન કર્યું અને સમાજવાદી પાર્ટીના ઉમેદવારને સમર્થન આપવાની અપીલ કરી હતી. પોતાની સુપરહિટ ફિલ્મ કહો ના પ્યાર હૈ નું ગીત પણ ગાઇને વોટરોને લુભાવવાનો પ્રયત્ન કર્યો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Assembly elections 2022, Elections 2022, UP Elections 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन