Home /News /national-international /SP-BSP ગઠબંધન પડી ભાંગ્યું: હવે માયાવતી ચૂંટણીઓ એકલા હાથે લડશે

SP-BSP ગઠબંધન પડી ભાંગ્યું: હવે માયાવતી ચૂંટણીઓ એકલા હાથે લડશે

સપા-બસપા ગઠબંધન પડી ભાગ્યું

બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ આ અંગે ટ્વિટર કરતા લખ્યું કે, પાર્ટીના હિતમાં હવે બસપા આગામી દરેક ચૂંટણી એકલા હાથે પોતાના દમ પર જ લડશે.

  લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું પણ તે સફળ નિવડ્યું નહીં અને અંતે આ ગઠબંધન પડી ભાંગ્યુ છે.

  બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ આ અંગે ટ્વિટર કરતા લખ્યું કે, પાર્ટીના હિતમાં હવે બસપા આગામી દરેક ચૂંટણી એકલા હાથે પોતાના દમ પર જ લડશે.

  માયાવતીએ લખ્યું કે, બસપાની ઓલ ઈન્ડિયા બેઠક ગઇકાલે લખનઉમાં મળી હતી. આ બેઠક બાદ રાજ્યવાર મોડી રાત સુધી બેઠક ચાલી હતી.

  સપા-બસપા ગઠબંધન વિશે વાત કરતાં માયાવતીએ લખ્યું કે, એ વાત જગજાહેર છે કે, સપા સાથે દરેક જૂની ફરિયાદો ભૂલવાની સાથે સાથે વર્ષ 2012-17માં સપા સરકારે બસપા અને દલિત વિરોધી નિર્ણય, પ્રમોશનમાં અનામત વિરુદ્ધ કાર્યો અને ખરાબ થયેલી કાયદા વ્યવસ્થા વગેરેને બાજુમાં મુકીને દેશ અને જનહીતમાં સપા સાથે ગઠબંધન ધર્મને સંપૂર્ણ રીતે નીભાવ્યો છે.

  ગઠબંધન તોડવા વિશે જાહેરાત કરીને માયાવતીએ લખ્યું કે, લોકસભાની ચૂંટણી પછી સપાનો વ્યવહાર બસપાને એ વિચારવા માટે મજબૂર કરે છે કે શું ગઠબંધનથી આગામી સમયમાં બીજેપીને હરાવવું મુશ્કેલ છે? જે શક્ય નથી. પાર્ટી અને મૂવમેન્ટના હિતમાં હવે બસપા આગામી દરેક નાની-મોટી ચૂંટણી એકલા જ હાથ લડશે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Alliance, Polls, SP. BSP, અખિલેશ યાદવ, ઉત્તર પ્રદેશ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन