ન્યૂઝ18 ગુજરાતી: અખિલેશ યાદવ અને માયાવતીનું આ ગઠબંધન ઘણી રીતે ખાસ ગણવામાં આવે છે. બસપા સાથે થયેલા ત્રણ ગઠબંધનથી આ તદ્દન અલગ કહેવામાં આવી રહ્યું છે. ન્યૂઝ18 યુપીના એક્ઝિક્યૂટિવ એડિટર અમિતાભ અગ્નિહોત્રીનું કહેવું છે કે, આ ગઠબંધન નેતાઓના કહેવાથી નહીં જનતા અને વોટર્સની ઇચ્છા પ્રમાણે થયું છે. આ ગઠબંધન ઉપરથી નીચે નહીં, નીચેથી ઉપર આવ્યું છે. 2018ની પેડાચૂંટણી તેનું ઉદાહરણ છે.
એક્ઝિક્યૂટિવ એડિટર અમિતાભ અગ્નિહોત્રીએ ચર્ચામાં કહ્યું કે, પ્રેસ કોન્ફરન્સમાં અખિલેશ અને માયાવતીએ વિરોધીઓના કહેવા માટે હવે કંઇ બાકી રાખ્યું નથી. ગેસ્ટ હાઉસકાંડ અંગે તેમણે સ્પષ્ટતા કરી કે, દેશ અને જનહિતમાં ગેસ્ટ હાઉસકાંડ પાછળ છે. સીબીઆઇ મામલે પણ તેમણે અખિલેશને સમર્થન આપ્યું.
અખિલેશ યાદવે વિરોધીઓ જ નહીં પોતાના કાર્યકર્તાઓ અને નેતાઓ માટે પણ સ્પષ્ટ કરી દીધું કે, માયાવતીનું અપમાન મારું અપમાન છે. બન્ને પાર્ટીના કાર્યકર્તા અને નેતા શું ચૂંટણી દરમિયાન સાથે કામ કરી શકશે અથવા વોટર એક-બીજાને વોટર આપશે. આ અંગે અમિતાભ અગ્નિહોત્રીનું કહેવું છે કે, 2018ની ચાર પેટા ચૂંટણી ગોરખપુર, ફૂલપુર, નૂરપુર અને કેરાના આનો જવાબ આપી ચૂકી છે.
બન્ને પાર્ટીના વોટર્સ અને કાર્યકર્તાઓએ ચાર પેટા ચૂંટણીથી સંદેશ આપ્યો હતો કે, તેમના સાથથી તેમને કોઇ વાંધો નથી. ઉપરાંત બન્નેના વોટર અને કાર્યકર્તા-નેતા ઇચ્છતા હતા કે આ ગઠબંધન થાય. જ્યારે મુલાયમ સિંહ અને કાંશીરામ, બસપા-કોંગ્રેસ અને બસપા-ભાજપ વચ્ચે અગાઉ થયેલું ગઠબંધન નેતાઓના કહેવાથી થયું હતું. તેમાં કાર્યકર્તા અથવા વોટરની કોઇ મરજી નહોતી.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર