સપા-બસપા વચ્ચે 38-38 સીટો પર સમજૂતી, ગઠબંધન વિના કોંગ્રેસના ખાતામાં અમેઠી-રાયબરેલી

News18 Gujarati
Updated: January 12, 2019, 1:26 PM IST
સપા-બસપા વચ્ચે 38-38 સીટો પર સમજૂતી, ગઠબંધન વિના કોંગ્રેસના ખાતામાં અમેઠી-રાયબરેલી
લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારને હરાવવા માટે સપા અને બસપા વચ્ચે ગઠબંધનની જાહેરાત થઇ છે

લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારને હરાવવા માટે સપા અને બસપા વચ્ચે ગઠબંધનની જાહેરાત થઇ છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારને હરાવવા માટે સપા અને બસપા વચ્ચે ગઠબંધનની જાહેરાત થઇ છે. સપા-બસપા 38-38 સીટો પર ચૂંટણી લડશે અને ગઠબંધન વગર જ અમેઠી અને રાયબરેલીની સીટને કોંગ્રેસ માટે છોડી મૂકવામાં આવી છે.

માયાવતી અને અખિલેશની પ્રેસ કોન્ફરન્સ શનિવારે લખનઉના ગોમતીનગર સ્થિત હોટલ તાજમાં મળી હતી. જેમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી.

માયાવતીએ પ્રેસ કોન્ફરન્સમાં ગેસ્ટ હાઉસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ગેસ્ટ હાઉસકાંડને પાછળ છોડતાં સપા સાથે ગઠબંધન કરવા માટે તૈયાર છું. તેમણે કહ્યું કે, મોદી સરકારને લોકસભાની ચૂંટણી હરાવવા માટે તે કોઇની સાથે પણ ગઠબંધન કરી શકે છે.

આ પણ વાંચો, સપા-બસપાના ગઠબંધન અંગે રાહુલ ગાંધીએ કહ્યું- યુપીમાં કોંગ્રેસને ઓછી આંકવી ભૂલ ભરેલું

આ પ્રસંગે સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, બીજેપના નેતાઓએ સત્તાના નશામાં અત્યાર સુધી જે પણ કર્યું તેમને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે.

અખિલેશે આડકતરી રીતે એ પણ કહ્યું કે તેમની પાર્ટી માયાવતીને વડાપ્રધાન તરીકે સમર્થન આપવા માટે પણ તૈયાર છે. અખિલેશ યાદવે કહ્યું કે, માયાવતી પર હુમલો હવે સપા પર હુમલો કરવા સમાન છે. અમે સાથે મળીને ભાજપને સત્તા પરથી બહારનો રસ્તો બતાવીશું.
First published: January 12, 2019, 1:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading