દક્ષિણ પશ્વિમ ચોમાસાનું કાઉન્ડાઉન શરૂ, 4 જૂનથી કેરળમાં થશે શ્રીગણેશ

પ્રતિકાત્મક તસવીર

પ્રાઇવેટ સેક્ટરની કંપની સ્કાઇમેટ વેધર સર્વિસે મંગળવારે જણાવ્યું હતું કે, ચાલું વર્ષે ચોમાસું સમયસર આવશે. ચાર જૂનથી ચોમાસું કેરળના તટીય વિસ્તરામાં પહોંચશે.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ દક્ષિણ પશ્વિમ ચોમાસું 2019ની ઉધી ગણતરી શરૂ થઇ ગઇ છે. પ્રાઇવેટ સેક્ટરની કંપની સ્કાઇમેટ વેધર સર્વિસે મંગળવારે જણાવ્યું હતું કે, ચાલું વર્ષે ચોમાસું સમયસર આવશે. ચાર જૂનથી ચોમાસું કેરળના તટીય વિસ્તરામાં પહોંચશે. કંપનીએ કરેલા પોતાના અનુમાનમાં બે દિવસ આગળ પાછળ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

  સ્કાઇમેટના જણાવ્યા પ્રમાણે ચોમાસું 2019 22 મેના દિવસે અંદમાન અને નિકોબાર ટાપું ઉપર પહોંચશે. આ પહેલા સ્કાઇમેટે આ વર્ષે ચોમાસું સામાન્યથી ઓછું રહેવાનું અનુમાન લગાવ્યું છે. સ્કાઇમેટના પૂર્વાનુમાન અનુસાર આ વર્ષે આ વર્ષે ચોમાસા ઉપર અલનીનોની અસર થઇ શકે છે. આ વર્ષે ચોમાસું સામાન્યનું 93 ટકા રહી શકે છે.

  બીજી તરફ ભારતીય હવામાન વિભાગે આ વર્ષે પોતાના પહેલા અનુમાનમાં સામાન્ય વરસાદ રહેવાની આશા વ્યક્ત કરી છે. આ વર્ષે ચોમાસું સિઝનમાં અલનીનો નબળું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. સિઝન વધવાની સાથે જ આ નબળું પડશે. ચોમાસું સિઝન દરમિાયન સામાન્ય એટલે કે 96 ટકા વરસાદ રહેવાનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. 5 ટકા વરસાદ ઉપર નીચે રહી શકે છે.

  હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું સિઝન દરમિયાન સામાન્યથી ખુબ જ વધારે વરસાદની સંભાવના 2 ટકા છે. જ્યારે સામાન્યથી વધારે વરસાદની 10 ટકા સંભાવના છે. આ ઉપરાં સામાન્ય વરસાદ એટલે કે 96થી 104 ટકા વરસાદની સંભાવના 39 ટકા રહેલી છે. કુલમળીને સામન્ય કે સામાન્યથી વધારે વરસાદની સંભાવના 50 ટકાથી વધારે છે.

  હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સામાન્યથી થોડો ઓછો વરસાદની સંભાવના 32 ટકા છે. જ્યારે 90 ટકાથી ઓછા વરસાદની સંભાવના 16 ટકા છે. ચોમાસું સિઝન દરમિયાન 90 ટકાથી ઓછો વરસાદ થાય તો દુષ્કાળ જાહેર કરી શકાય છે. એટલે કે આ વર્ષે દુષ્કાળગ્રસ્ત ચોમાસાની 16 ટકા સંભાવના છે.
  Published by:ankit patel
  First published: