સિયોલ : યૂરોપ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં કોરોના વાયરસની લહેર (Coronavirus New Covid Variant)ચિંતાજનક બની રહી છે. દક્ષિણ પૂર્વ એશિયાની વાત કરીએ તો ચીનમાં 14 મહિના પછી કોરોનાના (Coronavirus)કારણે બે લોકોના મોત થયા છે. હાંગકોંગમાં કુલ કેસ 10 લાખ પાર કરી ગયા છે. જેમાં 97% કેસ કોરોનાની હાલની લહેર ફેબ્રુઆરી પછી સામે આવ્યા છે. અહીં આ વાયરસ અત્યાર સુધી 5401 લોકોના જીવ લઇ ચૂક્યો છે. જે ચીનમાં (China)2019માં ઇન્ફેક્શન ફેલાયા પછી અત્યાર સુધી થયેલા મોત (4,636) કરતા પણ વધારે છે.
લાશોને રેફ્રિજેરેટેડ શિપિંગ કન્ટેનરોમાં રાખવી પડી રહ્યા છે કારણ કે તાબુત ખતમ થઇ ગયા છે કે મુશ્કેલીથી મળી રહ્યા છે. સૌથી વધારે ચિંતા દક્ષિણ કોરિયામાં જોવા મળી રહી છે. જ્યાં કોરોનાના કુલ કેસ 90 લાખને પાર કરી ગયા છે. તેમાંથી 16 ટકા એટલે કે 14 લાખથી વધારે તો ગુરુવારથી શનિવાર વચ્ચે ત્રણ દિવસમાં આવી ગયા છે. યૂરોપમાં ફ્રાન્સ, ઇંગ્લેન્ડ અને ઇટાલીમાં એક સપ્તાહની અંદર 30% થી વધારે કેસો જોવા મળી રહ્યા છે.
દુનિયાભરમાં રોજ આવનાર કોરોનાના કેસની એવરેજમાં ગત સપ્તાહના મુકાબલે 12% વધારો થયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે કોરોનાના આંકડામાં આ ઉછાળ ‘ટિપ ઓફ ધ આઈસબર્ગ’ છે એટલે કે મહામારી જેટલી મોટી દેખાઇ રહી છે અસલમાં તે તસવીર સૌથી વધારે ભયાવહ છે. મહામારી એટલે જલ્દી ખતમ થવાની નથી. આપણે લોકો હજુ મહામારીની વચ્ચે છીએ. ઓમિક્રોનના BA.2 સબ વેરિએન્ટના સ્પાઇક પ્રોટીનમાં જોવાતા મ્યૂટેશન્સ રેપિડ PCR ટેસ્ટમાં પકડમાં આવતા નથી. ચિંતા એ પણ છે કે BA.1 અને BA.2 મળીને નવું રુપ બનાવી શકે છે. ઇઝરાયેલમાં બે આવા મામલા આવી ચૂક્યા છે.
સૌથી મોટી ખોટી સૂચના એ છે કે ઓમિક્રોન હળવો છે. આ ધારણો પણ ખોટી છે કે આ અંતિમ વેરિએન્ટ છે. ધ્યાન રાખો કે મહામારી ખતમ થઇ નથી. કોરોનાની ચપેટમાં એવા લોકો વધારે આવી રહ્યા છે જેમણે પૂરી રીતે વેક્સીન લીધી નથી.
ભાતતમાં પણ ચોથી લહેરની આશંકા
દેશમાં 27 માર્ચથી આંતરરાષ્ટ્રીય ઉડાનો ફરીથી શરુ થવાની છે. જે જોતા ભારતમાં પણ ચોથી લહેરની આશંકા છે. જોકે જાણકારાનું કહેવું છે કે ડિસેમ્બર 2021થી આ વર્ષે ફેબ્રુઆરી વચ્ચે ત્રીજી લહેરમાં મોટાભાગના લોકોમાં વાયરસ સામે ઇમ્યુનિટી આવી ચૂકી છે. મોટાભાગની વસ્તીને વેક્સીન લાગી ચૂકી છે. આવામાં ચોથી લહેર વધારે ખતરનાક થવાની આશંકા ઓછી છે. જોકે કોરોનાથી બચાવ માટે નિયમોનું પાલન જરૂરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર