Home /News /national-international /

OMG : 10 વર્ષથી કચરો વીણી ઘરને બનાવી દીધુ કબાડખાનું, વૃદ્ધ દંપતીના પુત્ર પ્રેમની દુ:ખદ કહાની!

OMG : 10 વર્ષથી કચરો વીણી ઘરને બનાવી દીધુ કબાડખાનું, વૃદ્ધ દંપતીના પુત્ર પ્રેમની દુ:ખદ કહાની!

વૃદ્ધ દંપતિએ પુત્રના ભવિષ્યની ચિંતામાં ઘરને કબાડખાનું બનાવી દીધુ

દરેક માતા-પિતા પોતાના બાળક માટે તે બધુ જ કરે છે, જે તેના માટે સારૂ હોય. આવા જ પુત્રને ખુબ પ્રેમ કરતા વૃદ્ધ દંપતીની કહાની સાંભળી તમારા પણ વાળ ઊંચા થઈ જશે.

  OMG : માતા-પિતા પોતાના બાળક માટે તે બધું કરવા માગે છે, જે તેમના સારા માટે હોય, પછી ભલેને તે કરવામાં કેટલી મુશ્કેલીઓમાંથી પસાર કેમ ન થવું પડે. કેટલીક વાર તે એવા નિર્ણયો લેવામાં પણ પાછળ નથી પડતા, જેમકે, મર્યા બાદ પણ તે બાળક માટે કઈંક ભેગુ કરીને જાય, એટલે કે મર્યા બાદ પણ બાળકની મદદ થાય. આવું જ કંઈક દક્ષિણ કોરિયન મીડિયા (South Korean Media)ના એક રિપોર્ટમાં સામે આવ્યું છે, જેમાં એક વૃદ્ધ દંપતી (Elderly couple)ની દુ:ખદ કહાની (Tragic story) કહેવામાં આવી છે.

  મળતી માહિતી મુજબ, દક્ષિણ કોરિયાના ગ્વાંગજુ (Gwangju in South Korea)માં, એક વૃદ્ધ દંપતીએ જીવનના છેલ્લા દાયકામાં તેમના 40 વર્ષના પુત્ર માટે ઘણો બધો કચરો એકત્રિત કર્યો છે. તમને જણાવી દઈએ કે, તેમના પુત્રએ ઘર છોડીને બહાર જઇને નોકરી શોધવાની ના પાડી દીધી હતી, ત્યારબાદ તેના માતાપિતાએ આ પગલું ભર્યું હતું. દક્ષિણ કોરિયન રાષ્ટ્રીય ટેલિવિઝન નેટવર્ક એસબીએસએ ગ્વાનગજુમાં રહેતા 75 વર્ષીય ચોઇની આ ચોંકાવનારી કહાની કહી હતી.

  અહેવાલમાં જણાવાયું છે કે ચોઇએ છેલ્લા એક દાયકામાં શહેરની શેરીઓ અને કચરાપેટીમાં પડેલા કચરાને ભેગો કરી પોતાનું બે માળનું મકાન ભરી દીધુ છે. આ કરવા પાછળનું કારણ એ વડીલની માન્યતા હતી કે, એક માણસનો કચરો એ બીજા માણસનો ખજાનો છે, તમને જણાવી દઈએ કે, ચોઇ હાલમાં પેન્શન પર નભે છે. તેમણે આખા ઘરને ભંગાર ખાનામાં ફેરવી દીધુ છે, તેમણે બાલ્કનીઓ અને યાર્ડ્સમાં પણ કચરો ભેગો કરી દીધો છે.

  આ પણ વાંચો - આ વૃદ્ધ મહિલા ભીખ માંગી રહી, વૃદ્ધાની પીડા - ' 20 જમીનની માલિક હતી, ભગવાન આવો પુત્ર કોઈને ન આપે'

  ચોઇના પડોશીઓએ વાંધો ઉઠાવ્યો

  અહેવાલ મુજબ, ચોઇના ઘરનો આગળનો દરવાજો કબાડની બેગથી ઢંકાયેલ હતો, એસબીએસના પત્રકારોએ આ દંપતીને મળવા માટે કચરાના પર્વત પર ચઢવું પડ્યું હતું. ત્યારબાદ, અંદર જતાં, કચરાની ગંધને કારણે તેમને સતત ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. તમને જણાવી દઈએ કે ચોઇ, તેમની 70 વર્ષીય પત્ની અને તેમનો પુત્ર એક દાયકાથી વધુ સમયથી કચરાથી ભરેલા આ મકાનમાં રહેતા હતા. તે બધા એક નાના રૂમમાં ઊંઘતા હતા, કેમ કે, હોલ સહિત તમામ જગ્યા ભંગારથી ભરેલી હતી. શરૂઆતમાં પડોશીઓએ કચરા અંગે ફરિયાદ કરી હતી, પરંતુ ચોઇ તો પણ કચરો ઘરે લાવતા જ રહ્યા.

  ચોઇ કચરાને માને છે ખજાનો

  ચોઇ કહે છે, "જ્યાં સુધી તેનો યોગ્ય રીતે ઉપયોગમાં કરવામાં આવે ત્યાં સુધી તે ઉપયોગી છે, અને કચરો એક પ્રકારનો ખજાનો છે," ચોઇએ ઉમેર્યું હતું કે, તે શહેરની શેરીઓમાં દરરોજ ભટકતા રહે છે, તમામ પ્રકારની વસ્તુઓ એકત્રિત કરે છે. માહિતી અનુસાર, દંપતીના પુત્ર, જેનું વજન 100 કિલોથી વધુ હતું અને તેણે એક વર્ષથી વધુ સમયથી ઘરની બહાર પગ રાખ્યો ન હતો. તે આખો દિવસ એક નાના રૂમમાં બેસી જ રહેતો હતો, બીજુ કઈં જ કરતો નહીં. તેના માતા-પિતાએ વારંવાર તેને બહાર જવાનું કહ્યું અને કામ શોધવાનું કહ્યું, પરંતુ તે સાંભળતો જ ન હતો, અને તેના પિતાના પેન્શનની મદદથી જીવવાનું નક્કી કર્યું. ચોઈએ કહ્યું કે, બસ આજ કારણ છે કે તેઓ છેલ્લા એક દાયકાથી તમામ કચરો એકત્રિત કરી રહ્યા છે.

  આ પણ વાંચોજૂનાગઢમાં પાણીની સમસ્યા કાયમી ઉકેલવા, એક જાગૃત નાગરીકે આપ્યો આ જબરદસ્ત સુજાવ!

  પુત્ર માટે જમા કર્યો કચરો

  ચોઇએ કહ્યું, “મારો દીકરો ફક્ત ઘરે રહેવાનું પસંદ કરે છે, તે નોકરીની શોધમાં બહાર જતો નથી, અને તે અમારી ચિંતાનું કારણ છે. મને ફક્ત એ વાતની ચિંતા છે કે, હું અને મારી પત્ની ઉંમર થતા મરી જઈશું અને ત્યારબાદ તેનો કોઈ સહારો નહીં રહે, તેથી મે ભંગાર ભેગો કરી ઘરમાં સ્ટોર કરવાનું શરૂ કર્યું, આ રીતે 10 વર્ષમાં આટલું ભેગું થઈ ગયું છે"

  પત્ની કચરાના કારણે બીમાર પડી

  તમને જણાવી દઈએ કે, એસબીએસ દ્વારા કરવામાં આવેલા એક મેડિકલ ચેકઅપમાં ખુલાસો થયો હતો કે, ચોઇની પત્નીને હૃદયની ગંભીર બીમારી છે. ડોક્ટરોએ તેને સ્વચ્છ વાતાવરણમાં રહેવા અને તેની સ્થિતિ સુધારવા માટે કસરત કરવા જણાવ્યું હતું. જે બાદ 75 વર્ષના ચોઇએ પત્નીની તબિયતને કારણે સ્વયંસેવકોને પોતાનું ઘર સાફ કરવાની મંજૂરી આપી હતી.

  એવું કહેવામાં આવી રહ્યું છે કે, જમા કરવામાં આવેલા 150 ટન કચરાને અલગ-અલગ કરવા 226 લોકો અને એક ખોદકામ કરનારને લાવવામાં આવ્યો હતો, પરંતુ આ દંપતીના પુત્રએ તો પણ રૂમ છોડવાની ના પાડી હતી, પરંતુ બાદમાં તેના માતા-પિતાએ તેની સાથે વાત કરી હતી અને તેણે એક વર્ષ બાદ પહેલી વખત ઘરની બહાર પગ મુક્યો હતો.

  તમને જણાવી દઈએ કે, વર્ષો પછી તેમણે પહેલી વાર પોતાના ઘરને સ્વચ્છ અને કચરા મુક્ત જોઈને રડવાનું શરૂ કરી દીધુ અને કહ્યું કે, મારી પત્નીના આરોગ્ય માટે હું ફરીથી કચરો ક્યારેય નહીં ઉઠાવું.'
  Published by:kiran mehta
  First published:

  Tags: Ajab Gajab, Ajab gajab news, North korea, South korea

  આગામી સમાચાર