તાઇવાન (Taiwan) અને ચીન (China)ની વચ્ચે તણાવ વધી રહ્યો છે. હવે તાઇવાને ચીનને ધમકી આપી છે. ત્યાંના રક્ષામંત્રીએ એક વીડિયો શેર કરીને કહ્યું કે ચીન તેમને લડાઇ માટે ઉકસાવે નહીં, જો ચીન કંઇ પણ કર્યું તો કરારો જવાબ મળશે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ અમેરિકા (US) અને તાઇવાનની વચ્ચે F-16V ફાઇટર જેટની ડીલને લઇને ચીને તાઇવાનને નિસ્તોનાબૂદ કરવાની ધમકી આપી હતી.
તાઇવાનના રક્ષામંત્રીએ ગુરુવારે મોડી રાતે એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તાઇવાનની સેનાની મિલિટ્રી ડ્રિલ બતાવવામાં આવી હતી. 1 મિનિટ 18 સેકન્ડના આ વીડિયોમાં બહુ બધા હથિયાર, રોકેટ અને લડાકૂ વિમાન નજરે આવી રહ્યા છે. વીડિયોની સાથે મંત્રીએ લખ્યું કે તાઇવાનને નબળું ના સમજતાં અને દુશ્મનોને બરાબરનો જવાબ આપીશું.
ઉલ્લેખનીય છે કે તાઇવાન અને અમેરિકાની વચ્ચે 62 અરબ ડૉલરની F-16 ફાઇટર જેટ ખરીદવાનો સોદો થયો છે. આ કરાર હેઠળ તાઇવાને શરૂઆતમં 90 ફાઇટર જેટ ખરીદશે જેમાં અત્યાધિનિક ટેકનોલોજી અને હથિયારીથી લેશ હશે. આ સોદો લગભગ 10 વર્ષમાં પૂરો થશે. ચીનના સરકારી મીડિયાએ ચેતવણી આપી હતી કે તાઇવાન ડો આ ડીલથી પાછો નહીં હટ્યો તો પીપલ્સ લિબરેશન આર્મી મિલિટ્રી એક્શન માટે પૂરી રીતે તૈયાર છે. ચીનની આ ખુલ્લી ધમકી આપી હતી કે તેના ફાઇટર જેટ તાઇવાનની એરફિલ્ડને તબાહ કરી દેશે.
ચીને તાઇવાનને હંનેશા તે પ્રાંતના રૂપમાં જોયો છે જે તેનાથી અલગ થઇ ગયો છે. ચીન માને છે કે ભવિષ્યમાં તાઇવાન ચીનનો ભાગ બનશે. પણ તાઇવાનની મોટા ભાગની વસ્તી તેને એક અલગ દેશના રૂપમાં જોવા માંગે છે. અને આજ કારણ છે કે બંને વચ્ચે તણાવ છે. હાલમાં જ ચીન આ દ્વીપ પર આર્થિક, સૈનિક અને કૂટનૈતિક દબાણ વધારી રહ્યો છે. ચીનનું માનવું છે કે તાઇવાન તેનો ભાગ છે. ચીનનું કહેવું છે કે જરૂર પડી તો તે બળજબરીપૂર્વક તેના પર કબજો કરી લેશે.
Published by:Chaitali Shukla
First published:August 21, 2020, 10:56 am