Home /News /national-international /

મ્યાનમારમાં સૈન્ય તખ્તાપલટના અહેવાલ, આંગ સાન સૂને કસ્ટડીમાં લેવામાં આવ્યાં- રિપોર્ટ

મ્યાનમારમાં સૈન્ય તખ્તાપલટના અહેવાલ, આંગ સાન સૂને કસ્ટડીમાં લેવામાં આવ્યાં- રિપોર્ટ

મીડિયા રિપોર્ટ્સ મુજબ, મ્યાનમારની સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કીને ઘરમાં નજરકેદ કરવામાં આવી છે

મીડિયા રિપોર્ટ્સ મુજબ, મ્યાનમારની સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કીને ઘરમાં નજરકેદ કરવામાં આવી છે

    નેપીડૉ. મ્યાનમાર (Myanmar)માં સૈન્ય તખ્તાપલટના અહેવાલ આવી રહ્યા છે. ન્યૂઝ એજન્સી એપી મુજબ, સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કી (Aung San Suu Kyi Detained)ને ઘરમાં નજરકેદ કરવામાં આવી છે. મ્યાનમારના ઓનલાઇન પોર્ટલ મ્યાનમાર નાઉએ અજ્ઞાત સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, સૂ કી અને તેમની પાર્ટીના અધ્યક્ષની સોમવાર વહેલી સવારે ધરપકડ કરવામાં આવી છે. જોકે આ વિશે હજુ વિસ્તૃત જાણકારી નથી મળી શકી.

    કોમ્યુનિકેશન સેવાઓ બંધ કરવામાં આવી

    મળતી માહિતી મુજબ, નેપીડૉમાં તમામ કોમ્યુનિકેશન લાઇનોને કાપી દેવામાં આવી છે. નેશનલ લીગ ઓફ ડેમોક્રેસી પાર્ટીના લોકો સાથે વાત નથી થઈ શકી.

    એક દશક પહેલા સુધી હતું સૈન્ય શાસન

    ભારતના ખૂબ ન નજીક આવેલા દેશ મ્યાનમારમાં એક દશક પહેલા સુધી લગભગ 50 વર્ષ સુધી સૈન્ય શાસન રહ્યું હતું. ગયા વર્ષે નવેમ્બરમાં થયેલી ચૂંટણીમાં સત્તાધારી એનએલડી પર ગેરરીતિના આરોપ લાગ્યા હતા.

    આ પણ વાંચો, સસરાની સલાહ માનીને ખરીદી Lotteryની ટિકિટ, નસીબ ખુલ્યું અને થયો 2.50 કરોડ રૂપિયાનો વરસાદ

    સેનાએ પહેલા તખ્તાપલટાના સમાચારોનો કર્યો હતો ઇન્કાર

    સેનાએ દેશમાં સૈન્ય તખ્તાપલટાના સમાચારોથી પહેલા ઇન્કાર કરી દીધો હતો. નોંધનીય છે કે કેટલાક પશ્ચિમી રાજદૂતોએ મ્યાનમારમાં તખ્તાપલટાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે બાદમાં મ્યાનમારની સેના તત્પદૌ (Tatmadaw)એ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે તેમના કમાન્ડર ઇન ચીફ સીનિયર જનરલ મિન આંગ લાઇંગના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. મૂળે, સંસદ સત્ર પહેલા જ સેનાએ ચેતવણી આપી હતી કે ચૂંટણી દરમિયાન વોટોમાં ગડબડ પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ એક્શન લઈ શકે છે.

    આ પણ વાંચો, માતા-દીકરાની હત્યા કરી લાશોને ઘરના આંગણામાં દાટી દીધી, પોલીસે આવી રીતે ઉકેલી ડબલ મર્ડર મિસ્ટ્રી

    સેનાના નિવેદન પર NLD હતું ખુશ!

    આંગ સાન સૂ કી ની સત્તાધારી પાર્ટી નેશનલ લીગ ફોર ડેમોક્રેસી (NLD)એ સેનાની આ સ્પષ્ટતા પર ખુશી વ્યક્ત કરી હતી. પરંતુ હવે મ્યાનમારમાં તખ્તાપલટાના અહેવાલો સામે આવી રહ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Aung San Suu Kyi, Coup, Myanmar coup, World news, મ્યાનમાર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन