Home /News /national-international /અફઘાનિસ્તાનમાં ભારત સહિત 3 દેશોના દૂતાવાસને ઉડાવી દેવાની ધમકી, ઈસ્લામિક સ્ટેટ ખોરાસન કરશે હુમલો

અફઘાનિસ્તાનમાં ભારત સહિત 3 દેશોના દૂતાવાસને ઉડાવી દેવાની ધમકી, ઈસ્લામિક સ્ટેટ ખોરાસન કરશે હુમલો

ભારત દૂતાવાસને ઉડાવી દેવાની ધમકી

ખતરનાક આતંકવાદી સંગઠન ISIL-Kએ અફઘાનિસ્તાનમાં (Afghanistan) ભારતીય (Indian), ચીન અને ઈરાની દૂતાવાસો પર હુમલાની ધમકી આપી છે. સંયુક્ત રાષ્ટ્રના (United Nations) એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

નવી દિલ્હી: ખતરનાક આતંકવાદી સંગઠન ISIL-Kએ અફઘાનિસ્તાનમાં ભારત, ચીન અને ઈરાનના દૂતાવાસો પર આતંકી હુમલા કરવાની ધમકી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે, 'ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ એન્ડ ધ લેવન્ટ-ખોરાસન' (ISIL-K) પાસે મોટી સંખ્યામાં લડવૈયાઓ છે અને તેઓ સંકેતની રાહ જોઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં એલર્ટ આપવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ISIL-K ઈચ્છે છે કે ભારત, ચીન અને ઈરાન પોતાના દૂતાવાસ બંધ કરી દે, તે સંયુક્ત રાષ્ટ્રના દેશો વચ્ચેના સંબંધોને નબળા પાડવા માંગે છે.

આ પણ વાંચો: Photos: પાકિસ્તાનના આ મંદિરમાં આવીને રડ્યા હતા ભગવાન શિવ, પાંડવોએ બનાવ્યું હતું મંદિર

યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ISIL-Kની ગતિવિધિઓ મધ્ય અને દક્ષિણ એશિયામાં એક મોટો આતંકવાદી ખતરો છે. આનાથી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જોખમાય છે. સભ્ય દેશોની મદદ માટે સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસો પર કેન્દ્રિત 16મા રિપોર્ટમાં તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે, ISIL-Kના ઈરાદા સારા નથી, તે અફઘાનિસ્તાનમાં અને બહાર આતંકી હુમલા કરી શકે છે.

તાલિબાન હરીફ ISIL-K સુરક્ષા અને શાંતિ માટે ખતરો

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ISIL-Kએ પોતાને તાલિબાનના "પ્રથમ હરીફ" તરીકે સ્થાન આપ્યું છે અને તે સાબિત કરવા માંગે છે કે તાલિબાન દેશમાં સુરક્ષા પ્રદાન કરવામાં નિષ્ફળ રહ્યા છે. સુરક્ષાને લઈને ચિંતિત કેટલાક દેશોએ હાલમાં જ અફઘાનિસ્તાન છોડી દીધું છે. આનાથી અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરવી અશક્ય બની ગઈ છે. ISIL-K ઈચ્છે છે કે, તાલિબાન નબળા હોય અને અન્ય દેશો સાથે તેના સંબંધો મજબૂત ન હોવા જોઈએ.
First published:

Tags: Afghanistan News, Indian Embassy, Terrorist Attacks

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો