Home /News /national-international /અફઘાનિસ્તાન સાથે નવા સંબંધનો ઉદય, રાજનાયિકોને પહેલીવાર ભારત ઓનલાઇન ટ્રેનિંગ આપશે

અફઘાનિસ્તાન સાથે નવા સંબંધનો ઉદય, રાજનાયિકોને પહેલીવાર ભારત ઓનલાઇન ટ્રેનિંગ આપશે

ફાઇલ તસવીર

India to Provide Online Training to Afghan Diplomats: ભારત અફઘાનિસ્તાનના રાજનાયિકોને ઓનલાઇન પ્રશિક્ષણ આપશે. એક એવું પગલું કે જેણે દિલ્હી અને તાલિબાન શાસિત દેશ વચ્ચે નવા સંબંધનો સંકેત આપ્યો છે.

નવી દિલ્હીઃ તાલિબાને (Taliban) સત્તા સંભાળ્યા પછી ભારત અને અફઘાનિસ્તાનના સંબંધ સુધરતા જોવા મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, ભારત અફઘાન રાજનાયિકોને ઓનલાઇન પ્રશિક્ષણ આપશે. આ એક એવું પગલું છે કે જેનાથી નવી દિલ્હી અને તાલિબાન શાસિત દેશ વચ્ચે નવા સંબંધનો ઉદય થયો હોવાનો સંકેત આપી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું છે કે, ભારત સરકાર દિલ્હીથી અફઘાન રાજનાયિકોને પ્રશિક્ષણ આપશે. આ ટ્રેનિંગ પ્રોગ્રામ 14થી 17 માર્ચ વચ્ચે આયોજિત કરવામાં આવશે.

આ પ્રોગ્રામ બંને દેશની સરકાર વચ્ચે સંબંધ સુધારવાનું પહેલું પગલું છે. એએનઆઈના અહેવાલ પ્રમાણે, જુલાઈ 2022માં ભારતે દેહરાદૂનમાં ભારતીય સૈન્ય અકાદમીમાં બે ડઝન અફઘાન સેન્ય કેડેટને પ્રશિક્ષણ આપ્યું હતું. તો બીજી તરફ, આ મહિનાની શરૂઆતમાં ભારત અને અન્ય એશિયાઇ દેશોએ અફઘાનિસ્તાનને 20 હજાર મેટ્રિક ટન ઘઉં આપવાની જાહેરાત કરી હતી. તેનાથી ઇરાનમાં ચાબહાર બંદરેથી મોકલવામાં આવશે. ઓગસ્ટ 2021માં તાલિબાને કાબુલ પર સત્તા જમાવી હતી. ત્યારથી મહિનાઓ સુધી ભારતે અફઘાન લોકોને 50 હજાર મેટ્રિક ટન ઘઉંની મદદ કરવાની જાહેરાત કરી હતી. કારણ કે તેઓ ખાદ્ય સંકટથી ઝઝૂમી રહ્યા હતા.


ગયા વર્ષે જૂનમાં, ભારતે અફઘાનિસ્તાનની રાજધાનીમાં આવેલા દૂતાવાસમાં એક ટેક્નિકલ ટીમ મૂકીને કાબુલમાં ફરીથી રાજનાયિક હાજરી પૂરાવી હતી. ભારતે અત્યાર સુધી અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને સ્વીકાર્યું નહોતું અને કાબૂલમાં વાસ્તવિક સમાવેશી સરકાર બનાવવા મામલે જોર કર્યું હતું. આ સાથે જ એ વાત પર પણ દબાણ કર્યું હતું કે, અફઘાનની જમીનનો ઉપયોગ કોઈપણ દેશ સામે આતંકવાદી ગતિવિધિઓ માટે નહીં કરવામાં આવે.
First published:

Tags: Afghanistan Latest news, Afghanistan News, Afghanistan Taliban News, Afghanistan-Taliban, India Afghanistan News