દીકરીની સારવાર માટે અફઘાન મહિલાએ પોતાના દીકરાને વેચી દીધો, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો

દીકરીની સારવાર માટે અફઘાન મહિલાએ પોતાના દીકરાને વેચી દીધો

અફઘાનિસ્તાનના લોકો તાલિબાનના શાસનમાં ખરાબ હાલતમાં છે. દેશમાં ગરીબીની સ્થિતિ એવી છે કે, લોકો પેટ ભરાવવા માટે બાળકોને વેચી રહ્યા છે, જ્યારે ઘણા લોકો ઘરની વસ્તુઓની હરાજી કરી રહ્યા

 • Share this:
  કાબુલ : અફઘાનિસ્તાનના લોકો તાલિબાનના શાસનમાં ખરાબ હાલતમાં છે. દેશમાં ગરીબીની સ્થિતિ એવી છે કે, લોકો પેટ ભરાવવા માટે બાળકોને વેચી રહ્યા છે, જ્યારે ઘણા લોકો ઘરની વસ્તુઓની હરાજી કરી રહ્યા છે. તાજો કિસ્સો કાબુલનો છે, જ્યાં બાગલાન પ્રાંતમાંથી વિસ્થાપિત થયેલી એક ગરીબ મહિલાએ તેના નિર્દોષ પુત્રને વેચી દીધો. મહિલાને તેની 13 વર્ષની પુત્રીની સારવાર માટે પૈસાની જરૂર હતી.

  ટોલોન્યૂઝના સમાચારો અનુસાર, મહિલાની બીમાર પુત્રીની સારવાર માટે, દોઢ વર્ષના પુત્રને માત્ર $ 335 એટલે કે 25 હજાર રૂપિયામાં વેચવામાં આવ્યો. કાબુલમાં તંબુમાં રહેતી લાલુમાએ કહ્યું કે તેણી પાસે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી તેણે પોતાનું બાળક વેચવું પડ્યું.

  મહિલાના જણાવ્યા અનુસાર તેનો પતિ છેલ્લા એક વર્ષથી ગુમ છે. આ દરમિયાન, અફઘાનિસ્તાનમાં ઘણા પરિવારો જે વિસ્થાપિત થઈ રહ્યા છે. હવે કાબુલમાં રહી રહ્યા છે, તેઓ ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે, કારણ કે શિયાળો આવી રહ્યો છે. તંબુમાં રહેતા ઘણા પરિવારો કહે છે કે તેમના બાળકો ઠંડા હવામાન દરમિયાન બીમાર પડી રહ્યા છે. વિસ્થાપિત પરિવારોએ કહ્યું કે, તેમને તાલિબાનની આગેવાની હેઠળના શરણાર્થી મંત્રાલય તરફથી કોઈ મદદ મળી નથી.

  અફઘાન મીડિયાના સમાચારો અનુસાર, તખારની એક વિસ્થાપિત મહિલા આયેશાએ કહ્યું કે, શરણાર્થી મંત્રાલયના લોકો અહીં આવ્યા હતા. એક સર્વે કર્યો પણ તેઓએ અત્યાર સુધી કોઈ મદદ કરી નથી. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો અમે ભૂખે મરશું. તમને જણાવી દઈએ કે, અશરફ ગની સરકારના પતન અને તાલિબાનના કાબુલ પર કબજો થયા બાદ કાબુલમાં મોટી સંખ્યામાં વિસ્થાપિત પરિવારો તંબુમાં રહી રહ્યા છે.
  Published by:kiran mehta
  First published: